Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharti Dave

Inspirational Thriller

4  

Bharti Dave

Inspirational Thriller

આપનો ખૂબ ખૂબ આભાર મેમ

આપનો ખૂબ ખૂબ આભાર મેમ

10 mins
460


" વીજુબેન.... ઓફિસની બહાર જઈને જુઓ તો બહાર કોણ છે જે વારંવાર ઑફિસમાં ડોકાઈને ભાગી જાય છે...?"

" બહેન... નવમા ધોરણમાં ઓલી નવી છોકરી આવી છે ને... શું નામ...? ઈ ક્યારની ડોકાં તાણે છે...!"

" વીજુબેન એનું નામ સારંગી છે. તમે બહાર નીકળીને જોઈ આવો જો તે હજુ પણ બહાર ઊભી હોય તો તેને ઓફિસમાં મોકલો."

" હા...હા..બેન. રિસેસ પુરી થઈ ગઈ તોયે ઑફિસ બહાર ઊભેલી ત્યારે મેં એને પૂછ્યું કે એને કોનું કામ છે...? તો તરત જ ક્લાસમાં દોડી ગઈ. સાચું કહું બેન, મને તો એ થોડી મેન્ટલ લાગે છે..!"

" અરે વિજુબેન ...હવે તમે તમારી મનઘડત વાતો બંધ કરો અને સારંગીને મારી પાસે મોકલો...!"

" એય છોકરી..! તું પાછી અહીં આવી...? મોટાબેન તને અંદર બોલાવે છે."

" મે આઈ કમ ઈન મેમ...? "

" યેસ...કમ ઈન...! આવ બેટા સારંગી. તારે કોનું કામ છે...? હવે તને આ સ્કૂલમાં કેવું લાગે છે...ફાવી ગયું ને અહીં...?"

" હા મેમ...પણ...મારે તમારી સાથે થોડી વાત કરવી છે. કોઈ ન હોય ત્યારે, તમે જ્યારે એકલા હોય ત્યારે.....!"

આટલું બોલીને સારંગી એકદમ ઓફિસ છોડીને ભાગી. મારી સ્કૂલમાં તેને આવ્યાને અઠવાડિયું માંડ થયું હશે. મારી સ્કૂલના કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહીને તે અમારાં જિલ્લાના અંતરિયાળ ગામડામાંથી અભ્યાસ કરવા માટે આવેલી છે. તેનો સ્કૂલમાં પહેલો જ દિવસ અને મારો તેનાં ક્લાસમાં પહેલો જ પીરીયડ .... અને તેનું મને ભૂલથી મમ્મી કહેવું...! ખુબ ગમેલું મને. કલાસની બધી ગર્લ્સ હસવા લાગી અને તે છોભીલી પડી ગઈ.

" અરે.... એમાં શું થયું બેટા...? તમે બધાં હોસ્ટેલમાંથી આવો છો તો તમે મને મમ્મી કહી શકો છો. સારંગી...બેટા...તું મને મમ્મી પણ કહી શકે છે....!"

આ ઘટના પછી સારંગી મારી સાથે થોડી કલોઝ થઈ...! પણ...આમ અચાનક તેનું ઓફિસમાં આવવું .... એવી તો કઈ બાબત હશે આટલી નાની દીકરીને..? જે હોય તે હવે તેના માટે મારે સમય કાઢવો જ રહ્યો...! તે ખોવાયેલી ખોવાયેલી અને ઘણું ખરું તંદ્રામાં જ રહેતી...એટલે બધાં તેને મેંટલ કહેતા.એટલે કે M.R. સ્ટુડન્ટ હોય તેવું તેનું બીહેવીઅર તમને જોતાં જ લાગે. હું પણ મારા ક્લાસની ગર્લને તેની વર્તુંક વિશે પૂછું તો તેઓ પણ મને એમજ કહેતી કે :"બેન તમારાં પીરીયડ સિવાય બીજા કોઈ સાથે આ સારંગી બોલતી જ નથી. "

મારી એક શિક્ષક તરીકેની સર્વિસને પચ્ચીસ વર્ષ થયાં. મે હંમેશાં એવો જ આગ્રહ રાખ્યો છે કે મારાં બાળકો મને "બહેન " કહીને જ બોલાવે. ટીચર પણ નહિ અને મેડમ કે મેમ પણ નહીં.હું શિક્ષકમાંથી અપગ્રેડ થઈ અને પ્રિન્સિપાલ બની પણ...એજ શિરસ્તો ચાલુ રાખ્યો છે. મારી ગર્લ્સ સ્કૂલ છે એટલે મારી બધી જ દીકરીઓ મને ખૂબ વ્હાલ કરે. કોઈને મળવાના વારે તેમનાં પરેન્ટ્સ મળવાં આવી ન શકે તો હું તેમને મળવા જાઉં...! એટલે તમે સમજી શકો છો કે એક પ્રકારનું ભાવાવરણ રચાવા પામ્યું છે અમારી વચ્ચે.

નવી નવી દીકરીઓ વર્ગ ખંડમાં મને ઘણી વાર મમ્મી કહે તે સ્વાભાવિક છે.

આટલાં વર્ષોના અનુભવનો નિચોડ અને ચાઈલ્ડ સાઈકોલોજીના અભ્યાસ પરથી હું બાળકોનાં ચહેરાને, તેની આંખોને અને તેની બોડી લેન્ગવેજ પરથી હું તેમનાં વિશે જે અનુમાન લગાવું તે ઘણું ખરું સાચું ઠરતું. દસમાં ધોરણમાં અભ્યાસ કરતી મારી ગર્લ્સને હું જાન્યુઆરી મહિનામાં જ તેમનું પરિણામ આપી દઉં.પછી બોર્ડ નાં પરિણામ અને મારાં આપેલાં પરિણામમાં માઈનોર તફાવત હોય. આટલાં વર્ષોના સેવકાળમાં કેટલી સરાંગીઓ આવી ગઈ...અને હવે આ સારંગીનો વારો.

મેં એટલું તો આટલા વર્ષોમાં સમજ્યું છે કે બાળકો પોતાના ફેમિલીમાંથી જ પ્રશ્નો ,વિસ્મય અને મુંઝવણો લઈને આવે છે. સરાંગીએ મારી સામે એક શરત મૂકી છે કે આપણાં બે સીવાય ત્રીજું કોઈ ન હોવું જોઈએ. એટલે હવે મારે એવો સમય કાઢવો જ રહ્યો ...જેમાં એ મારી સાથે એકદમ હળવી થઈને તેનાં મનની વાત, તેની મૂંઝવણ....બિલકુલ હિચકિચાહટ વગર શૅર કરી શકે. એ પહેલાં મેં તેનું ધોરણ આઠનું પ્રોગ્રેસ કાર્ડ કાઢીને તેનો એજ્યુકેશનલ હિસ્ટરી પણ જોઈ.એટલી નબળી પણ નથી સારંગી અભ્યાસમાં...! તેને મેન્ટલ તો બિલકુલ ન કહી શકાય. તેનો લેન્ગવેજ પર જબરો કમાન્ડર છે. વિજ્ઞાનમાં પણ સારો દેખાવ છે.ગણિત અને અંગ્રેજી તેની લમણાંની નસ ખેંચી રહી છે એવા તારણ પર હું પહોંચી...! નાકે નમણી અને સીધી સાદી સારંગી આજે મને છે એથી પણ વધારે રૂપાળી અને વ્હાલી લાગી રહી છે.

તે બહું જ ઓછું બોલે છે પણ.... તેની આંખો ખુબ બોલકી છે. મને જોતાં જ જાણે કહી રહી છે :" બેન....મારે તમને મળવું ખુબ જરૂરી છે...મને ક્યારે બોલાવશો....?" હું પણ તેની આંખોની ભાષા સમજું છું.....અને એવો પ્લાન જ વિચારી રહી છું... જેમાં અમે બેય એક બીજામાં ખોવાઈ જઈએ....એક તાદાત્મ્ય સધાય ....એવી પરિસ્થિતિનું... એવાં ભવજગતનું નિર્માણ થાય.... જ્યાં તે મન મૂકીને અનરાધાર વરસી શકે ! બસ આજે જ.... હમણાં જ...

" વીજુ બેન.... ઓ વીજુ બેન....!"

" આવી મોટીબેન..... એ તો નવમાના ક્લાસના બહાર કેટલી બધી છોકરીઓ દેકારો કરતી હતી...તે ત્યાં ગઈ હતી બોલો ને મોટીબેન."

" અરે ....કેમ શેનો દેકારો હતો...? અત્યારે તો તેમના ક્લાસમાં પૂર્ણિમા બહેનનો પીરીયડ હોય ને...?"

" અરે પેલી મેન્ટલ નાં લીધે...!"

" વીજુ બેન....તમને મે કેટલી વાર કહ્યું એ દીકરી મેન્ટલ નથી.એમ વગર વિચાર્યે કોઈના પર લેબલ ન ચીટકાવો...! તમે જાવ અને તેને મારી પાસે મોકલો..જો જો પાછાં વધુ પડતું બોલ્યા વગર...તેને

એકલીને જ આવવા દેજો...!"

થોડી જ વારમાં સારંગી મારી ઓફિસમાં આવે છે અને તેની આંખોનાં ખુણામાં સ્ફટિક જેવું કંઈક ચમકી રહ્યું છે.. સમજી ગયાં ને....? તેને કમજોર પડેલી જોઈને મને યાદ આવી ગઈ મારી વર્ષ 2001ની વિદ્યાર્થિની સોનલ ! બિલકુલ સારંગી જેવી જ અને તેનાં જેવડી જ...! આવી ત્યારથી રોજ રોજ રડતી...ગમતું નથી ... મારે મારાં ઘરે જવું છે.... પણ એક મહિનામાં તો એવી સેટ થઈ ગઈ.. બાર ધોરણ સુધી ભણી અને...કોલેજ કરવા માટે પણ હોસ્ટેલમાં આવી.

 ઑફિસમાં તેની સાથે વાત કરવી શક્ય નથી. કારણકે અહીં તો સ્ટાફ, વાલીઓ, સ્ટુડન્ટ.....કોઈને કોઈની અવરજવર ચાલુ જ રહે. હવે મારે સરાંગીને લઈને કેમ્પસની બહાર જ જવું રહ્યું.

" વીજુ બેન.....!"

" આવી બેન...બોલોને ...?"

" તમે સરાંગીના ક્લાસમાં જઈને પૂર્ણિમાબેનને કહેતા આવો કે સારંગીને ખુબ તાવ ચડી ગયો છે... એટલે હું તેને દવાખાને લઈ જાઉં છું...!"

  સારંગી મને જોઈ જ રહી... જાણે કહી રહી હતી :" બહેને આજે મને સાંભળવા માટે સમય કાઢી જ લીધો...!"

મેં પણ તેને મર્માળુ સ્મિત આપીને પ્રતિચાર ( રિસ્પોન્સ) આપ્યો.

  અમે બંને કાર પાર્કિંગ પાસે ગયાં.મે કારમાં બેસી જવાં તેને ઈશારો કર્યો અને હું તેને મારી સ્કૂલની બાજુમાં જ આવેલા એક પાર્કમાં લઈ ગઈ. હું ત્રાંસી નજરે તેના બદલાતા રહેતા હાવભાવનું

સતત નિરીક્ષણ કરી રહી છું. દિવસનો સમય હોવાથી અહીં લોકોની ખુબ પાંખી હાજરી છે. ખરેખર આ સમય ખુબ સરસ છે જેમાં સારંગી મારી સાથે ખુલીને વાત કરી શકશે. એક ઘટાટોપ વૃક્ષની નીચે રહેલાં બાકડા પર અમે બંને બેઠાં. મેં તેનાં માથે અને વાંસામાં હળવો સ્પર્શ કર્યો.....! કોઈ પણના દિલ સુધી પહોંચવા માટેનું મારૂં આ પ્રથમ શસ્ત્ર....જે મેં આજે સારંગી પર પણ અજમાવ્યું....અને ત્યાં તો એ પોક મૂકીને રડવા લાગી. મેં તેને એમ જ ક્યાંય સુધી રડવા જ દીધી.ખુબ રડી લીધું....સાવ હળવી થઈ ગઈ. પછી મેં તેની સાથે વાર્તાલાપ એટલે કે એક જાતનું મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ કરવા માટેનું પ્લેફોર્મ રેડી કર્યું.

" અરે મારી સારંગી..! તું તો કેટલી જબરી અને સ્ટ્રોંગ છું. મારી દીકરી છું ને...? બોલ...? મારી દીકરી કદી ન રડે..! બોલ જોઉં તને શું તકલીફ છે...? સ્કૂલમાં નથી ગમતું...? હોસ્ટેલમાં તારું મન મુંજાય છે...? ઘરે જવું છે...?" આવાં કેટલાંયે પ્રશ્નોની મેં ઝડી વરસાવવાનું શરૂ કર્યું.

ત્યાં તો..... તેણે જાતેજ પોતાનાં આંસુ લૂછ્યા....રડવાનું સાવ બંધ કરી દીધું. મારો હાથ મજબૂતાઈથી કસીને પકડી લીધો અને મને કહેવા લાગી.....

" બેન... પહેલાં તમે મને વચન આપો કે હું તમને જે પણ કંઈ કહું તે તમે કોઈનેય કહેશો નહીં. પછી જ હું તમને મારી મનની મૂંઝવણ કહું...!"

" અરે.... બાબા એક નહીં એક હાજર વખત વચન આપ્યું બેટા. આપણાં બે સીવાય ત્રીજું કોઈ આ વાત જાણી નહીં શકે બસ..! મારાં પર તો ભરોસો છે ને...?"

" આ આખી દુનિયામાં મારી મમ્મી અને તમે બેજ વ્યક્તિ છો જેના પર મને ભરોસો છે બેન....!"

 આટલી નાની એવડી દીકરી જેને બધાં મેન્ટલ...મેન્ટલ.. કહીને પજવતા.....આજે કેવી ડાહી ડાહી વાતો કરે છે..?

" બેન...મને સ્કૂલ,હોસ્ટેલ કે ભણવામાં કોઈ વાંધો નથી.પરંતુ હું તમારી સાથે મારાં ઘર, મારાં પપ્પા મારાં, મારાં ભાઈઓ, મારાં કાકા..... બધાંની વાત કહેવા માંગુ છું. બેન ...! કેમ કોઈ મારો વિચાર જ નહી કરતું હોય...? કેમ બધાં મારી સાથે એવું જ કરતાં હશે..? "

" સારંગી...! તું તો કેટલી સુંદર છે..? તું તો બધાંને વ્હાલી લાગે એવી છું બેટા...! કોઈ તારી વાત શાને ન સાંભળે...? ઘણી વાર બેટા...બાળકોને એવું લાગે કે કોઈને મારી પડી નથી પરંતુ તારા મમ્મી- પપ્પા તારા માટે જે બેસ્ટ હોય તે જ વિચારતાં હોય છે....!"

" તો શું મારો ભઈલો મારાં કાકાને આપી દેવાનો, મારાં પપ્પાનો વિચાર બેસ્ટ હોઈ શકે મારાં માટે...? બોલો... આપો જવાબ...?"

આટલું બોલીને તે ફરી રડવા લાગી. આ તો કોથળામાંથી બિલાડું નીકળ્યું...! હવે મારે તેને શાંતિથી સાંભળવી જોઈએ.

" સારંગી...મારી દીકરી ! હવે મને તું વિગતે વાત કરે તો જ હું સમજી શકું ને..? તારો ભઈલો....અને તારા પપ્પા તેને તારા કાકાને કેમ આપવાં માંગે છે...? "

" બેન...હવે વધુ દિવસો નથી મારી પાસે. અષાઢ મહિનો તો બે દિવસ પછી શરૂ થશે...! અને રક્ષાબંધનના દિવસે મારાં કાકાની દીકરી વર્ષા મારાં ભઈલા ને આંચકી લેશે....! હું કંઈ જ નહીં કરી શકું....!"

આટલું બોલીને તે ફરીથી રડવા લાગી. પ્રશ્ન થોડો પેચીદો બની રહ્યો છે....! સમય પણ ધાર્યા કરતાં ઘણો વધુ પસાર થઈ રહ્યો છે...! હમણાં સ્કૂલમાંથી પણ કોઈનો ફોન જરૂર આવવો જોઈએ..

એ પહેલાં જ મારે સ્કૂલમાં કહી દેવું જોઈએ કે સારંગીની તબિયત સારી છે પણ...મારે એક ઓફિસીયલ કામ આવી જવાથી મારે આવતાં થોડું મોડું થઈ જશે. ફરીથી સારંગી સાથે વાતનો તંતુ વણવાનું શરૂ કર્યું.

" હવે બોલ બેટા...! જો તું વારંવાર રડ્યાં કરીશ તો કોઈ નિષ્કર્ષ નહીં આવી શકે...! લે આમાંથી થોડું પાણી પીલે અને ફ્રેશ થઈ જા."

" અમે બે બહેનો અને મારે બે ભાઈઓ છે. અમે બેય બહેનોએ નાનપણથી જ નક્કી કર્યું છે...કે હર્ષરાજ મારો ભાઈ અને જયપાલ મારી નાની બહેનનો....! પણ... મારાં કાકાને એક જ દીકરી છે. ડોક્ટરોએ પણ કહી દીધું કે મારાં કાકીને હવે કોઈ બાળક નહીં થઈ શકે. એટલે મારાં કાકીને મગજનો કોઈ રોગ થઈ ગયો છે....! તેમને સાજા કરવાં માટે મારાં કાકાએ મારો ભઈલો માંગ્યો...અને મારાં પપ્પાએ હા પણ પાડી દીધી ...બોલો બેન આવું કરાય..? મારી મમ્મીને પણ પપ્પાની આ વાત ગમી નથી પરંતુ.... મારાં પપ્પાની વાત અમારાં ઘરમાં કોઈ ઉથાપી ન શકે....!"

  બોલો કેવી ઉલઝનમાં ફસાવી આ છોકરીએ મને...?

હું હવે તેને કંઈ કહેવા કે બોલવાનાં હોશમાં નથી. મારાં ચહેરાને જોઈને તે જે બોલી છે સાહેબ....

" બેન....તમે કંઈ ચિંતા ન કરતાં હોં...! એતો મારું મન કેટલાંય સમયથી મૂંઝાતું હતું.બેન...એક વાત કહું...? "

" બોલને બેટા...!"

" તમે મને મારાં મમ્મી જેવા જ લાગો છો એટલે મેં તમારી પાસે હૈયું હળવું કર્યું... પણ....બેન જો મારી જેમ તમારો ભઈલો કોઈ લઈ લે તો તમે શું કરો...?"

તેનો આ પ્રશ્ન સાંભળીને જાણે કે મારાં શરીરમાંથી 460 વૉલ્ટનો કરંટ પસાર થઈ ગયો. હું તેના પૂછેલાં પ્રશ્નનું સમાધાન અત્યારે કરવા અસમર્થ છું.....!

" બેટા....આજે ઘણો બધો સમય પસાર થઈ રહ્યો છે...હોસ્ટેલમાં પણ બધાંને ચિંતા થશે.આપણે કાલે મળીએ તો.....? ઈશ્વરે તને ખુબ સુખ આપ્યું છે બેટા. તું સદનસીબ છે મારી દીકરી....! તું મારી વાત સાંભળશેને ત્યારે તને કોઈ મૂંઝવણ કે પ્રશ્ન નહીં રહે બેટા...!

દુનિયામાં એવી કેટલીયે બહેનો છે જેને એક પણ ભાઈ નથી...એવા કેટલાયે મમ્મી પપ્પા છે જેમને કોઈ સંતાન નથી....! તમે બે બહેનો છો....એક ભાઈ કાકાનો દીકરો બનશે તો પણ એક ભાઈ તો રહેવાનો ને....? હજી આવું બધું સમજવાની તારી ઉંમર ઘણી નાની છે મારી દીકરી. પણ....કાલે હું તને મારા ભાઈની વાત કરીશ....!"

   સારંગી જેવડી ઉંમરે મારાં જીવનમાં ઘટેલી ઘટનાનું આજે આટલા વર્ષો પછી સ્મરણ થયું. મારી ભૂતકાળમાં ઘટેલી એ ઘટના જેને મેં માંડમાંડ ઊંડી ખાઈમાં ફેંકી દીધી છે. કોઈ સાથે શેર

નહીં કરેલાં મારાં અતીતનું એ પાનું સારંગી સામે હું જરૂરથી ખુલ્લું કરીશ...! મારી આપવીતી સાંભળીને સારંગીની સમસ્યા તો ચપટી વગાડતાં સોલ્વ થઈ જશે...!

  હું એટલે નિકિતા દવે. મારી વિદ્યાર્થિની સારંગી સાથે મારાં અતીતનું એ દુઃખદ પ્રકરણ શૅર કરું છું....

" મારાં મમ્મી હાઉસ વાઈફ અને પપ્પા એક કંપનીના મેનેજર. મારો ભાઈ નિકુંજ. હું અને નિકુંજ જોડિયા ભાઈ બહેન. અમારો પરિવાર ખુશહાલ પરિવાર. આમને આમ અમે બહેન ભાઈ પાંચ વર્ષ પૂરાં કરીને છ વર્ષનાં થયાં. અમે બંને ઉમરમાં સરખાં જ.પરંતુ ...ભાઈનું ધ્યાન રાખવાની જવાબદારી મારી. મારો ભાઈ બહુ જ નટખટ....તેનું ખૂબ ધ્યાન રાખવું પડે. પલક વારમાં તો આંગળી છોડાવીને ભાગી જાય...હું નિકુ... નિકું..કરતી તેની પાછળ દોડ્યાં કરું....! એવો તો એળીયા જેવો કે .... ક્યાંય તેના જીવને શાંતિ ન વળે. આમને આમ અમે બંને બીજા ધોરણમાં પણ આવી ગયાં. અમને સ્કૂલે આવવા જવા માટે ઓટોરીક્ષા બંધાવી દેવામાં આવી. જેમાં અમારાં એરીઆના બીજા છોકરાઓ પણ આવતાં. એક દિવસ એવું બન્યું કે અમે સ્કૂલમાંથી છૂટીને સ્કૂલના ગેટે આવી ગયાં પણ..... અમારી ઓટો હજી સુધી આવી નહોતી. મેં નિકુંજનો હાથ પકડેલો જ રાખ્યો હતો...અને અમારાં બંનેનાં સ્કૂલ બેગ પણ. ત્યાં તો સામેથી રીક્ષા ને આવતી જોઈને નિકુંજ મારો હાથ છોડાવી ને ઘડીના છઠ્ઠા ભાગમાં રીક્ષા તરફ દોડ્યો....તેજ વખતે એક કાર પણ ધસમસતી આવી.... નિકુંજનું અચાનક જ રસ્તા પર આવવું... અને કાર ડ્રાઈવર નો બ્રેક પર કન્ટ્રોલ ન રહેવાનાં કારણે..... ઓહ....મારો ભાઈ....મારો લાડકવાયો વીર.....મારી નજર સામે જ હતો ન હતો થઈ ગયો...!

હું દોડીને નીકું...નીકુ....કરતી ગાંડાની જેમ દોડી ગઈ પણ....મારો હસતો રમતો ભાઈ.... નટખટ કાનુડો....મને હંમેશા માટે છોડીને જતો રહ્યો....! હું અને મારી મમ્મી માનસિક સંતુલન ગુમાવી બેઠાં

હતાં....! મારાં પપ્પા મારા ભાઈના આકસ્મિક મૃત્યુ માટે મને જ જવાબદાર માનવા લાગ્યા...! સતત મારી ઉપેક્ષા, તિરસ્કાર, સતામણી.......શરૂ થઈ. એક બાજુ ભાઈ ગુમાવવાનું દુઃખ... અને

બીજી બાજુ મારાં ઘરમાં મારાં જ પિતા દ્વારા થતી મારી અવહેલના....! અરે.... પપ્પા....તમે મને સાંભળો તો ખરાં....! કોઈ તો મને સાાંભળો. પણ...મને સાાંભળનાર કોઈ નહોતું સારંગી બેટા ! બોલ હવે તારે શું કહેવું છે ? "

"આપનો ખૂબ ખૂબ આભાર મેમ ! તમે મારાં પ્રેરણા સ્ત્રોત છે. એ દેવી તમે જ છો જેણે મારાં અંધકારભર્યાં જીવનમાં ઉજાસ ભર્યો છે.... !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational