Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Colour Your Words Season 2

SEE WINNERS

Share with friends

કલર યોર વર્ડ્સ સીઝન-૨’ લેખનસ્પર્ધામાં આપનું સ્વાગત છે. જ્યાં અમે તમને આ ખુશીના તહેવારના કેનવાસને સજાવવા માટે સપ્તરંગોની દુનિયામાં ડૂબકી લગાવવા માટે આમંત્રિત કરીએ છીએ. હોળી એ રંગોનો તહેવાર છે, જ્યાં લોકો અનિષ્ટ પર સારાના વિજયને અને વસંતના આગમનને વધાવવા માટે ભેગા મળે છે. પરંતુ આ આનંદથી આગળ વધીને શું આપણે જાણીએ છીએ કે દરેક રંગનું પોતાનું આગવું મહત્વ હોય છે ?

આ સ્પર્ધા થકી અમે લોકોને દરેક રંગો પાછળના ઊંડા અર્થને સમજવા માટે અને તેને રોમેન્ટિક વાર્તાઓમાં કે માર્મિક કવિતામાં ઢાળવા માટે આમંત્રિત કરીએ છીએ. દરેક રંગ જીવનની ખાસ ભાવના અથવા બાબત તરફ ઈશારો કરે છે, જે તમારી સાહિત્યિક અભિવ્યક્તિ માટે પ્રેરણારૂપ બને છે.


થીમ્સ :

સ્પર્ધકોએ પોતાની રચનાઓ આપેલી થીમ્સને ધ્યાનમાં રાખીને જ લખવાની રહેશે. અમે આપને કેટલાક રંગના નામ અને તે રંગનો પર્યાય આપીશું. આપે એ રંગના મર્મને ઉજાગર કરતી હોય તેવી વાર્તા કે કવિતા લખવાની રહેશે. ઉદાહરણ તરીકે જો આપ લાલ રંગ પસંદ કરો છો તો આપે એવી વાર્તા કે કવિતા લખવાની રહેશે જે પ્રેમને ઉજાગર કરતી હોય.

  • લાલ : પ્રેમ, ઉત્સાહ અને ફળદ્રુપતાનું પ્રતીક.
  • વાદળી : શાંતિ, આધ્યાત્મિકતા અને ભક્તિના ભાવને ઉજાગર કરે છે.
  • લીલો : વૃદ્ધિ-વિકાસ, નવીનીકરણ અને પર્યાવરણ સાથે સંવાદિતાણે ઉજાગર કરે છે.
  • પીળો : સુખ, આશાવાદ અને જ્ઞાનનો સંકેત છે.
  • ગુલાબી : સ્નેહ, માયા અને બાલિશતાનું પ્રતીક છે.
  • પર્પલ : રોયલ્ટી, વૈભવ અને સર્જનાત્મકતાને ઉજાગર કરે છે.
  • કેસરી : ઊર્જા, ઉત્સાહ અને જીવંતતાનું પ્રતીક છે.
  • સફેદ : શુદ્ધતા, શાંતિ.અને નવી શરૂઆતનું પ્રતીક છે.
  • બ્રાઉન - પ્રકૃતિ, સંપૂર્ણતા, નિર્ભરતા
  • કાળો - લાવણ્ય, શક્તિ અને અભિજાત્યપણુ

 

નિયમો :

·   સ્પર્ધા જીતવા માટે સ્પર્ધકે તમામ 10 થીમ્સ પર લખવાનું રહેશે.

·   સ્પર્ધક વાર્તા અથવા કવિતા એમ કોઈ એક વિભાગમાં અથવા બંને વિભાગમાં ભાગ લઇ શકશે. પણ સ્પર્ધકે દરેક વિભાગમાં 10 રચનાઓ મુકવી ફરજીયાત છે.

·   સ્પર્ધક એ પોતાની મૌલિક રચના જ સબમિટ કરવી જોઈએ. સ્પર્ધક એક કરતા વધારે ચાહે તેટલી રચનાઓ મૂકી શકે છે.

·   શબ્દોની કોઈ મર્યાદા નથી.

·   ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

 

સાહિત્ય પ્રકાર :

વાર્તા, કવિતા, ઓડિયો

ભાષાઓ :

અંગ્રેજી. હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, કન્નડ, ઓડિયા અને બંગાળી

ઇનામ :

·   તમામ 10 થીમ્સ પર પોતાની રચના સબમિટ કરનાર દરેક સ્પર્ધકને સ્ટોરીમિરર તરફથી રૂ. 200 ના મૂલ્યનું સ્ટોરીમિરર વાઉચર આપવામાં આવશે.

·   વિજેતા મિત્રોને વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

·   ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

·  દરેક ભાષામાં વાર્તા અને કવિતા વિભાગની શ્રેષ્ઠ 20 રચનાઓને સ્ટોરીમિરર તરફથી રૂ. 250ના મૂલ્યનું શોપ વાઉચર આપવામાં આવશે.

·  દરેક ભાષાઅને વિભાગની શ્રેષ્ઠ ૫ વાર્તા અને કવિતાને સ્ટોરીમિરર તરફથી એક પુસ્તક ભેટ આપવામાં આવશે.


Email: neha@storymirror.com

Phone number: +91 9372458287

WhatsApp: +91 84528 04735