Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Inkstorm: Tales of the Monsoon

SEE WINNERS

Share with friends

ઇન્કસ્ટોર્મ : ‘ટેલ્સ ઓફ ધી મોન્સૂન’માં આપનું સ્વાગત છે. સ્ટોરીમિરર દ્વારા આયોજિત એક અનોખી લેખન સ્પર્ધા, જે શબ્દોની શક્તિ થકી ચોમાસાની ઋતુના જાદુ અને સૌંદર્યની ઉજવણી કરે છે. જે રીતે આકાશ ખુલતું જાય છે, અને વરસાદના ટીપા પૃથ્વી પર નૃત્ય કરે છે, તેમ અમે તમને સાહિત્યિક પ્રવાસ શરૂ કરવા માટે આમંત્રિત કરીએ છીએ, જ્યાં તમે ચોમાસાની ઋતુના સૌન્દર્યનું આબેહૂબ આલેખન કરી શકો છો અને માનવજીવન પર થતી તેની અસરનું વર્ણન કરી શકો છો.

અહી કોઈ ગામમાં લાંબા દુષ્કાળ પછી વરસેલા વરસાદની આહલાદકતા વર્ણન હોઈ શકે અથવા વરસાદમાં ભીંજાતા પ્રેમી યુગલના આનંદને આલેખી શકાય, કે પછી કાગળની હોડીથી રમતાં બાળકની ખુશીનું આલેખન થઈ શકે ! એ ના ભૂલો તમારા શબ્દોમાં આ મનમોહક મૌસમના સૌન્દર્યને વર્ણવાની શક્તિ સમાયેલી છે.

ખુશીઓથી ભરેલા પાણીના ખાબોચિયામાં કુદકા મારવાની કે ચોમાસામાં આવતાં તહેવારો સાથે જોડાયેલી બાળપણની યાદોમાં ખોવાઈ આ સુંદર તક છે. લાગણીઓ, સબંધો કે વ્યક્તિગત આનંદ પર થતી ચોમાસાની અસરને પ્રતિબિંબિત કરો, ચોમાસા થકી થનારા પરિવર્તન અને નવીકરણની સંભાવનાને ઉજાગર કરો.

તો તમારી કલ્પનાઓને છૂટો દોર આપો. વરસાદના ટીંપાને તમારી કલમને પ્રેરણા આપવા દો, ચોમાસાને બહાનું બનાવી અમારી સાથે જોડાઓ, અને આ ઋતુનો સાહિત્યિક આનંદ લો, તમારી રચનાઓને આ અદ્ભુત ઋતુના કાલાતીત આકર્ષણનો પુરાવો બનવા દો.

 

નિયમો :-

·         આપે ચોમાસાની ઋતુ પર લખવાનું છે.

·         સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવાની રહેશે. પૂર્વે મુકાયેલી કે કોપી કરેલી રચનાઓ માન્ય રહેશે નહિ.

·         રચનાઓ સબમિટ કરવાની સંખ્યા માતે કોઈ મર્યાદા નથી. બસ આપની રચનાઓ હદયસ્પર્શી, વ્યાકરણ અને જોડણી શુદ્ધ હોવી જોઈએ.

·         સ્પર્ધકોને વિનંતી કે તેમણે કોઈ જાતની અશ્લીલ કે અસભ્ય રચનાઓ મુકવી નહિ. આવી અશ્લીલ અને વલ્ગર રચનાઓનો અસ્વીકાર કરવાનો અધિકાર સ્ટોરીમિરર અબાધિત રાખે છે.

·         લેખ અને નિબંધ પ્રકારની રચનાઓ સ્વીકાર્ય નથી.

·         શબ્દોની કોઈ મર્યાદા નથી બસ આપની રચનાને સુંદર રીતે મઠારો.

·         સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી. કેવું સુંદર કહેવાય !

 

ભાષાઓ :

આપ નીચેનામાંથી કોઈ એક અથવા એક કરતા વધારે ભાષાઓમાં લખી શકો છો.

અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળી.

 

ઈનામ :

·         દરેક ભાષા અને વિભગમાં શ્રેષ્ઠ ૩૦ રચનાઓને સ્ટોરીમિરર ઈ-બુકમાં સ્થાન આપશે..

·         ચોમાસાની અલગ અલગ 5 થીમ્સ પર પોતાની રચનાઓ સબમિટ કરનાર સ્પર્ધકને રુ. 149/- મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.

·         ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

સમયગાળો - જૂલાઈ 05, 2023 થી ઓગસ્ટ 31, 2023 સુધી

 

પરિણામ : સપ્ટેમ્બર 15, 20223

 

સંપર્કt:

Email: neha@storymirror.com

ફોન નંબર: +91 9372458287 / 022-49243888