Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Poetry Writing Month

SEE WINNERS

Share with friends

સ્ટોરીમિરર કવિતા લેખન માસમાં આપનું સ્વાગત છે !


એપ્રિલ એ સર્જનાત્મકતા ખીલવાનો મહિનો છે, અને તેની ઉજવણી માટે કવિતા લેખન સ્પર્ધાથી ઉત્તમ બીજું શું હોઈ શકે ? ભલે તમે અનુભવી કવિ હોવ કે કાવ્યસર્જન ક્ષેત્રમાં નવા હોવ, અમારી આ હરીફાઈ એવા તમામ મિત્રો માટે ખુલ્લી છે જેઓ શબ્દો થકી ભાષાની સુંદરતાને શણગારવા અને કવિતા દ્વારા પોતાના આંતરિક વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવા આતુર છે !


અમે આપ સૌને સમગ્ર એપ્રિલ માસ દરમિયાન, તમારી સર્જનશક્તિને છૂટો દોર આપી અને દરરોજ એક કવિતા સર્જવા માટે આમંત્રિત કરીએ છીએ. પછી ભલે તે સૉનેટ હોય, હાઈકુ હોય, ગઝલ હોય કે કવિતાનું અન્ય કોઈ સ્વરૂપ હોય, તમારી કલ્પનાને પાંખો આપો અને તમારી કલમને મુક્ત રીતે કાગળ પર નૃત્ય કરવા દો. શબ્દોની સુંદર ગૂંથણી થકી છાંદસ કે આછાંદસ કાવ્યોની રચના કરી તમારી લાગણીઓને વાચા આપો, અન્યોને પ્રેરણા આપો.


તો ચાલો, તમારી આંગળીઓને કીબોર્ડ પર રમતી મૂકી દો, અને કવિતાની અદ્ભુત દુનિયામાં ખોવાઈ જાઓ. તમારા શબ્દોને વહેવા દો, તમારા અલંકારોને ખીલવા દો, અને તમારી લાગણીઓને કાગળ પર રેલાવા દો, કારણ કે તો જ તમે ‘અમારી કવિતા લેખન મહિના’ની સ્પર્ધાનો સાચો આનંદ માણી શકશો.

તમને સુંદર કવિતા સર્જન માટે શુભકામનાઓ !


નિયમો :

·         તમે કોઈપણ થીમ કે વિષય પર લખી શકોછો.

·         સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ, આપ એક કરતા વધારે ચાહો તેટલી રચનાઓ સબમિટ કરી શકો છો.

·         રચના માટે શબ્દોની કોઈ મર્યાદા નથી..

·         સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

સાહિત્ય પ્રકાર : ફક્ત કવિતા (પદ્ય)


ભાષાઓ :


આપ નીચેનામાંથી કોઈ એક અથવા એક કરતાં વધારે ભાષાઓમાં પણ લખી શકો છો.

ભાષાઓ : અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળી.

 

ઇનામ :

 

·         ઉત્તમ 30 રચનાઓની સ્ટોરીમિરર દ્વારા ઈ-બુકમાં બનાવવામાં આવશે.

·         સ્પર્ધા દરમ્યાન જે સ્પર્ધકો દરરોજ નિયમિત રીતે લખશે, તેમને સ્ટોરીમિરર તરફથી રૂ. 149/- મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.

·         ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલ ઈ-પ્રમાણપત્ર આપવામાં આવશે.

 

સમયગાળો - 12, અપ્રિલ 2023 થી 15 મે 2023


પરિણામ : 15 જૂન 20223


સંપર્ક :

ઈમેઈલ : neha@storymirror.com

ફોન નંબર: +91 9372458287 / 022-49243888