Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

shital Pachchigar

Fantasy Inspirational

4  

shital Pachchigar

Fantasy Inspirational

અભિનય પણ

અભિનય પણ

1 min
417

દુઃખોના ડુંગરા પળમાં હરાવે આ અભિનય પણ;

ને સુખનાં આગણે આવી રડાવે આ અભિનય પણ.

ભણેલા હો ! ઘણું તો પણ, જડે ના કોઈ પુસ્તકમાં;

જીવનમાં પાઠ કંઇ એવા ભણાવે આ અભિનય પણ.

સૂરજ મધ્યે તપે જ્યારે પછી તો સાબદા રહેજો;

અહીં ધોળે દિવસ તારા બતાવે આ અભિનય પણ.

ભલે ધનથી, ભલે પદથી, ભલે હો ! જ્ઞાનથી અક્કડ;

વખત આવે અહીં સૌને નમાવે આ અભિનય પણ.

લલાટે  આમ તો,  ડૂબી જવાનું છે લખ્યું કિન્તુ;

નવાઈ છે કે, જગત પથ્થર તરાવે આ અભિનય પણ.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy