ગગન
ગગન
1 min
196
જગ જીવનમાં શું શું જાહેર જાણી જો,
પછી ધરાથી ગગનને ઢાંકી જો,
અફાટ લાગે ધરતી ને દરિયે ના કિનારો,
આંખોથી આકાશ આંબી તો જો,
મન મલાજો ના વિચાર ભીડ,
ખાલીપો ગગનનો જરા પામી તો જો,
ઘરાતલે વ્યાધી અપાર કેવું સહેવાનું,
ગગન અમાપ તોય ખાલી રહી તો જો,
અનહદ કોઈ સળવળે "રાહી" રાહ ભટકી જો,
સંગ સાચો ના જગમાં, ગગનમાં રવ કરી જો.