સથવારો
સથવારો
1 min
259
કોઈ સથવારો સદા કાયમ રહેવાનો નથી,
તું તારો થા સથવારો કોઈ કાયમ નથી.
આશા અહીં અમર, મૃત્યુથી કોઈ પર નથી,
પથ નિજ ચાલ્યા કરો, શ્વાસ પણ સથવારે નથી.
રોકાયેલા પથિકનો કોઈ સથવારો નથી,
અવિચારી ચાલ, પથિક સથવારો નથી.
બન અવિચળ પથિક ભલે કોઈ સથવારો નથી,
તોફાનોને "રાહી" અહીં કોઈ કિનારો નથી.