Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract

જરૂરી છે

જરૂરી છે

1 min
295


જવાબો ય જરૂરી છે અહીં,

પ્રશ્નોને પણ કુંવારા રહેવું ક્યાં ગમે છે ?


ક્યાંક સજી છે મહેફિલ ને,

ક્યાંક મૌન પરિભાષા ઘડે છે.

શબ્દો પણ જરૂરી છે અહીં..

સર્જાય છે તુમુલ મનમાં એના થકી જ તો !


ચાહવા છતાં ઘણું ય રહી જાય,

વણચાહ્યું સતત રહે છે આસપાસ.

ખેવના એવી જરૂરી છે ઘણી..

આવે ઈચ્છિત હાથમાં અનાયાસ અમસ્તું ય !


ક્યાં ગમે છે આજકાલ બધું જગતે !

અણગમતું ગમાડવા મથે છે આજકાલ,

આવડત એવી જરૂરી ખરી કે,

જે પામીએ, પસંદ એને જ કરી શકીએ સરળથી !


હસ્તમેળાપે સાખ્ય અગ્નિનું રચાતું,

એ જ મંગળ કામના રહેતી નથી કાયમી,

હૂંફ પામતા રહેવી જરૂરી છે ભલા,

સકળ સફરે દામ્પત્યની, પામવા મંઝિલ મજાની !


વિચારોના વમળે વેરણ થતી આ નીંદર,

તો આવી જતી ઘણાંને પળમાં જ અવિલંબે,

રળવી પડે છે ઊંઘ એ પ્રસ્વેદ થકી,

ઝંખનાઓમાં વિચરવા, સ્વપ્નો તણી વિસાતે !


ઊઠે છે ઘણા સવાલો જવાબોની રાહમાં,

થઈ પડે છે ખુદ સવાલ એ જવાબો અલગ છે.

બની શકીએ કોઈકના ઉકેલ તો,

કોયડો થઈ આવતી વ્યથા નવ જીવશે જગતે !


જવાબો ય જરૂરી છે અહીં,

પ્રશ્નો ને પણ કુંવારા રહેવું ક્યાં ગમે છે ?


Rate this content
Log in