Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Others

4  

Neha Desai

Others

કાશ, જીવવાને ફરી એક ક્ષણ મળે

કાશ, જીવવાને ફરી એક ક્ષણ મળે

1 min
272


કાશ, જીવવાને ફરી એ ક્ષણ મળે…


સંભારીએ નાનપણ ‘ને એ બાળપણ મળે

કિલ્લોલ કરતું એક હાસ્ય મળે !

કાશ જીવવાને ફરી એ ક્ષણ મળે !


વાગોળીએ વાતો મધુરી શાળાની ‘ને

ખીંટીએ લટકતું દફતર મળે

કાશ જીવવાને ફરી એ ક્ષણ મળે !


ચીકુ જામફળ કે કાચી કેરી ખાતાં

રસ ઝરતું એક સગપણ મળે !

કાશ જીવવાને ફરી એ ક્ષણ મળે !


પાટી પેન કે નવી ચોપડીની સુગંધમાં

ઘરકામ કરતું મિત્ર મંડળ મળે !

કાશ જીવવાને ફરી એ ક્ષણ મળે !


ઉનાળુ વેકેશન કે આકસ્મિક રજામાં

ગલીઓ ખૂંદતું તોફાની વૃંદ મળે !

કાશ જીવવાને ફરી એ ક્ષણ મળે !


વરસાદનાં પાણી કે ખાડા ખાબોચિયામાં

હોડી તરાવતું બાળપણ મળે !

કાશ જીવવાને ફરી એ ક્ષણ મળે !


દોડતી કે ભાગતી જિંદગીમાં

“ચાહત”થી રહેવાય એવું એક વિરામસ્થળ મળે !

કાશ જીવવાને ફરી એ ક્ષણ મળે !


Rate this content
Log in