શિક્ષક ક્યારેક સ્વજનની, ગરજ સારી જાય છે
શિક્ષક ક્યારેક સ્વજનની, ગરજ સારી જાય છે
અઘરાં પાઠ એકદમ સરળતાથી, શીખવાડી જાય છે,
કેળવણીનું અદ્ભુત, શિક્ષણ આપી જાય છે,
શિક્ષક ક્યારેક સ્વજનની, ગરજ સારી જાય છે !
એકડો ઘુંટાવી, લખતાં શીખવાડી જાય છે,
મરોડદાર અક્ષરોની દુનિયા, ઓળખાવી જાય છે,
શિક્ષક ક્યારેક સ્વજનની, ગરજ સારી જાય છે !
અનુભવોનાં ભાથાંની, લહાણી કરી જાય છે,
જીવનમાં અમીટ, એક છાપ છોડી જાય છે,
શિક્ષક ક્યારેક સ્વજનની, ગરજ સારી જાય છે !
વિધ્યાર્થી જીવનને, યાદગાર બનાવી જાય છે,
શિક્ષણની “ચાહત”નો દીપક, મનમાં પ્રગટાવી જાય છે,
શિક્ષક ક્યારેક સ્વજનની, ગરજ સારી જાય છે !