કોઈ પરાયો નથી હું
કોઈ પરાયો નથી હું
હટાવી દે ઘુંઘટ તારો મુખથી,
તારો પ્રિયતમ છુ હું,
દિલથી પ્રેમ કરું છું તુજને,
કોઈ પરાયો નથી હું.
દેખાડી દે સુંદર સૂરત તારી,
નજર મેળવીશ હું,
નજરના જામ છલકાવી દે મુજ પર,
મદહોશ બનીશ હું.
ન છૂપાવીશ તું સૂરત તારી,
તડપી રહ્યો છું હું,
દિલથી પ્રેમ કરું છું તુજને,
કોઈ પરાયો નથી હું.
સરકાવી દે શબ્દો મુખથી તારા,
દિલમાં ઉતારીશ હું,
તારા પ્રેમમાં દિવાનો બનીને,
ગઝલ ગાઈશ હું.
ફરકાવી દે સ્મિત મુખથી તારા,
પ્રેમનો તરસ્યો છું હું,
દિલથી પ્રેમ કરું છું "મુરલી",
કોઈ પરાયો નથી હું.