Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kamlesh Makwana

Classics

3  

Kamlesh Makwana

Classics

કુંવારી ગઝલ

કુંવારી ગઝલ

1 min
13.5K

યાદ એની જિંદગીમાં તો સહેવાતી નથી.

કોઇ કારણ તો કહો, એ કેમ ભૂલાતી નથી?

સાવ કુંવારા ગઝલ ને ગીત રાખ્યા છે અમે,

હું નથી ગાતો અને લ્યો, એ ય પણ ગાતી નથી.

દર્દ છાતીનું લઈને ક્યાં સુધી ફરતો રહું,

કોઇ આગળ જ્યાં કથા આખી કહેવાતી નથી.

ને સદા રડતી રહી આંખો ય મારી તે છતાં,

છાપ તાજી છે સનમની, સ્હેજ ધોવાતી નથી.

છે વિરહમાં કેટલું ઘાયલ છતાં ધડકે હજી,

દિલ તણી આ અવદશા મુજથી ય જોવાતી નથી.

કેટલી કડવાશથી કાગળ લખ્યો'તો એમણે,

આટલા વર્ષો પછી પણ ઉધઈ ખાતી નથી.

જીતશું નક્કી પ્રણયના જંગમાં, વિશ્વાસ છે, 

આ "કમલ"ને હાર તો આમેય પોસાતી નથી.

Rate this content
Log in

Similar gujarati poem from Classics