Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

નૈઋતિ ઠાકર "નેહ"

Abstract Inspirational Thriller

4.0  

નૈઋતિ ઠાકર "નેહ"

Abstract Inspirational Thriller

મળ્યા છે

મળ્યા છે

1 min
220


હરખ - ખુશીનાં પ્રસંગ માત્ર બે - ચાર મળ્યા છે,

મુજ આંગણે સતત આંસુનાં તહેવાર મળ્યા છે,


આવી લાગણીની વાછટો ને તરસ બમણી બની,

એ પછી સતત પીડાઓનાં ધોધમાર પૂર મળ્યા છે,


ઊગ્યા'તા પીળા ફૂલો, એ ય ક્ષણભંગુર નીકળ્યા,

જીવનની કેડીએ સતત કાંટાળા ખાર મળ્યા છે,


હપ્તે-હપ્તે નીરખ્યા છે મે ઈચ્છાઓ - અરમાનો,

સાકાર થયાં જે સ્વપ્નો એ પણ ઉધાર મળ્યાં છે,


પાંચેક વર્ષોથી સારવાર ચાલી છે ઘવાતી 'નેહ'ની,

મળ્યા'તા જે સગપણ એ પણ બીમાર મળ્યા છે.


Rate this content
Log in