Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

નૈઋતિ ઠાકર "નેહ"

Romance Inspirational

4.5  

નૈઋતિ ઠાકર "નેહ"

Romance Inspirational

કાગળ કલમ ને મેજ

કાગળ કલમ ને મેજ

1 min
414


કાગળ કલમ ને મેજ છે એથી વધુ શું જોઈએ ?

શાહીમાં લાગણીનો ભેજ છે એથી વધુ શું જોઈએ ?


સાંજ પડે ને આથમે સૂરજ ક્ષિતિજ પરથી,

અંધારે આગિયાનું તેજ છે એથી વધુ શું જોઈએ ?


કાજળ, સુરમો, ઝાંઝર મે ક્યાં દીઠા છે કદી !

સૌંદર્ય સજે તુજ સિંદૂરથી એથી વધુ શું જોઈએ?


લાલ ગુલાબની લાલિમાની તારીફ શું કરું !

તુજ પ્રેમનો રંગ ખીલી ઉઠે એથી વધુ શું જોઈએ ?


પડખા સતત ઘસવા પડે ઊંઘની ઘટમાળમાં,

યાદો જ ભીની સેજ બને એથી વધુ શું જોઈએ ?


એ જીવનભર અળગી રહી વર્ષો પછી મળી,

ઓ રે હસી તુ એ જ છે એથી વધુ શું જોઈએ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance