Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha

Inspirational

4  

Neha

Inspirational

સ્વભાવ છે મારો

સ્વભાવ છે મારો

1 min
99

સ્વભાવ છે મારો, બસ મને ગમતાં રહેવાનો,

અને, જે ગમે એનો, ગુલાલ કરવાનો !

ગમતાં રસ્તે ચાલતાં રહેવાનો,

અને, મળે જો સરીખાં, અપનાવતાં રહેવાનો !

સ્વભાવ છે મારો...

ખુદનો જ ખભો, જાતે થાબડવાનો,

અને, ન કોઈની આશ, દિલથી રાખવાનો !

ઘેંટાઓનાં ટોળાંથી, દૂર રહેવાનો,

અને, નવો એક ચીલો, જાતે ચાતરવાનો !

સ્વભાવ છે મારો...

ખોટી ખુશામતથી, ન ફૂલાઈ જવાનો,

અને, નથી આપવડાઈમાં અટવાઈ જવાનો !

“ચાહત” નાં જોરે, કલમથી લખવાનો,

અને, શબ્દોની મદદથી, દિલો સુધી પહોંચવાનો !

સ્વભાવ છે મારો, બસ મને ગમતાં રહેવાનો....

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational