Kiran Purohit

Inspirational

4  

Kiran Purohit

Inspirational

આંગળિયાત

આંગળિયાત

2 mins
406


અજયભાઈનાં લગ્નનાં બે વર્ષ થયાં હતાં. તેની પત્નીનું ઝેરી મેલેરિયાથી મૃત્યું થયું હતું. તેમને કોઈ સંતાન પણ ના હતું. તેમને ખુબ જ આઘાત લાગ્યો હતો. એક વર્ષ પછી તેમનાં મમ્મી પપ્પાએ બીજા લગ્ન કરવાનું કહ્યું પણ અજયભાઈનું લગ્ન પ્રત્યેથી મન ઉઠી ગયું હતું.

પાંચ વર્ષ પછી અજયભાઈનાં મમ્મીનું પણ મૃત્યુ થયું. આથી ઘરમાં બાપ દીકરો એકલા પડી ગયાં. કુટુંબીજનોની સલાહથી બીજા લગ્ન માટે અજયભાઈ તૈયાર થયાં તેમની જ જ્ઞાતિની સ્મિતા નામની યુવતી સાથે લગ્ન કર્યા. સ્મિતા પણ બે વર્ષથી વિધવા થઇ હતી. ત્રણ વર્ષનાં પુત્રને 'આંગળીયાત' લઈને આવી હતી. અજયભાઇને સ્મિતા બે વર્ષનાં પુત્રને લઈને આવી તે ગમતું ના હતું. પણ સ્મિતા ખૂબ ખાનદાન કુટુંબની ગુણવાન યુવતી હતી એટલે પુત્ર સાથે તેને સ્વીકારી લીધી.

લગ્ન થતાં જ સ્મિતાએ ઘર બહુ સરસ રીતે સંભળી લીધું. પતિ અને સસરાની ખૂબ સંભાળ રાખીને પોતાની ફરજ પુરી કરતી, પણ અજયભાઇ તેનાં 'આંગળીયાત' પુત્ર મીતને પુત્ર તરીકે સ્વીકારી ના શક્યા. મીતને ક્યારેય પ્રેમથી વ્હાલ ના કરતાં. મીતને દાદાનો ખૂબ પ્રેમ મળ્યો હતો. સ્મિતા આ બધું જાણતી હતી, પણ તેને આશા હતી કે થોડા સમય પછી મીતને પિતાનો પ્રેમ મળશે.

થોડા વર્ષ પછી સ્મિતાએ બીજા પુત્રનો જન્મ આપ્યો. મીત તો નાના ભાઈને જોઈને ખુશ થઇ ગયો. અજયભાઇ તો પોતાનાં પુત્ર ઉપર વધારે પ્રેમ રાખતા. તે પોતાનાં પુત્ર જીગર જે વસ્તુ માંગે તે હાજર કરી દેતા. એક દિવસ સ્મિતાએ અજયભાઇ પાસેથી વચન લઇ લીધું કે મીતને ક્યારેય ખબર ના પડવા દેતાં કે તમે તેનાં સગા પિતા નથી.

વર્ષો પછી બંને ભાઈઓ યુવાન થઇ ગયાં. મીત હોશિયાર હતો એટલે તેને બેંકમાં નોકરી મળી ગઈ. જીગર વધારે પડતા લાડકોડથી જિદ્દી સ્વભાવનો બની ગયો હતો. ભણવામાં પણ તેનું જરાય ધ્યાન ના હતું. ખરાબ મિત્રોની સંગતને લીધે તેને ડ્રગનું વ્યસન થઇ ગયું હતું. મીત ખૂબ સમજદાર હતો તેણે જીગરને ખૂબ પ્રેમથી સમજાવીને ડ્રગનું વ્યસન છોડાવ્યું. અજયભાઇને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેને મીત ઉપર ખૂબ માન થયું.

એક દિવસ સવારમાં અજયભાઇ ચાલવા ગયાં હતા. ત્યારે તેનો અકસ્માત થયો. માથામાં ખૂબ વાગ્યું હતું અને ઘણું લોહી નીકળ્યું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા. અજયભાઇને બ્લડ ચડાવવું પડે તેમ હતું. તેનાં બંને દીકરા હાજર હતાં પણ જીગરને પહેલા ડ્રગનું વ્યસન હતું એટલે તે પપ્પાને બ્લડ આપી શકે તેમ ના હતો. મીતે પોતાનું બ્લડ આપીને પપ્પાની જિંદગી બચાવી લીધી. 

અજયભાઇ ભાનમાં આવ્યાં ત્યારે સ્મિતાએ બધી વાત કરી. અજયભાઇ તરતજ બોલી ઉઠ્યાં “મે મીતને ક્યારેય મારો પુત્ર માન્યો ના હતો,પણ તેણે મને હંમેશા પિતા તરીકે માન આપ્યું છે. આજે મને તેનું બ્લડ આપીને મારી જીદંગી બચાવી પુત્રની 

ફરજ પુરી કરી છે. મીત આવતા જ અજયભાઇ તેનો હાથ પકડીને રડી પડ્યાં. મીત પણ પ્રેમથી પપ્પાને માથે હાથ મુક્યો. સ્મિતાને પણ વર્ષો પછી પિતા પુત્રનું પ્રેમભર્યું મિલન જોઈને આંખમાં હર્ષનાં આંસું આવી ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational