Kiran Purohit

Inspirational Others

3.7  

Kiran Purohit

Inspirational Others

વતનની યાદ

વતનની યાદ

2 mins
261


સાંજનાં સમયે પોતાનાં મમ્મી પપ્પા સાથે ફોનમાં વાત કરીને જીગર ગેલેરીમાં આવ્યો. પોતાનાં માબાપ યાદ આવતાં જીગરની આંખમાં આસું આવી ગયાં. એક વર્ષ પહેલાં તે કેનેડા આવ્યો હતો, પણ ઘણાં વર્ષો થઈ ગયાં હોય તેવું તેને લાગતું હતું. વતનની યાદ તેને બહુ જ આવતી હતી.

જીગરનાં પપ્પા નાનકડા ગામડામાં જમીનદાર છે. એટલે પૈસે ટકે સુખી હતાં. જીગરને શહેરમાં ભણવા મૂક્યો હતો. જીગરે એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો. તેને એક કંપનીમાં એન્જિનિયરની નોકરી પણ મળી ગઈ હતી. વધારે સારી નોકરી મેળવવા માટે તે તેનાં મિત્રો સાથે કેનેડા આવ્યો.

 કેનેડામાં તેને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. ખૂબ પ્રયત્ન કર્યા પણ તેને સારી નોકરી ના મળી. થોડો સમય તેનાં મિત્રો સાથે મોલમાં નોકરી કરી. કેનેડામાં ભારતના યુવાનો બહુ જતાં હોય છે, એટલે બધા વચ્ચે હરીફાઈ વધી જાય છે. કેનેડામાં રહેવું પણ ખૂબ મુશ્કેલ અને મોંધુ હોય છે. જીગરને ફ્લેટનું ભાડું અને ખાવા પીવાનો ખર્ચો જ વઘી જતો. થોડા સમય પછી તેને નોકરી મળી, પણ કેનેડામાં બધા પૈસા વપરાઈ જતાં. થોડી ઘણી બચત થતી.

એક વર્ષમાં તો જીગર કંટાળી ગયો. તેને પોતાનું વતન અને માબાપ બહુ યાદ આવવા લાગ્યાં. પોતાનાં ગામડાનાં ખેતરનાં લહેરતાં પાક યાદ આવતાં હતાં. મમ્મી પપ્પાએ વિરોધ કર્યો હતો,છતાં પોતે જિદ કરીને કેનેડા આવ્યો હતો. જીગરને એક નાની બેન હતી, તેનું નામ ખુશી હતું. તે રોજ વિડીયો કોલ કરતી અને જીગરને વતનમાં પાછા આવી જવાનું કહેતી હતી.

જીગરે પોતાનાં વતન જવાનું નક્કી કરી નાખ્યું. કેનેડાની દોડધામવાળી જિંદગી છોડીને વતનનાં ગામડામાં સુખ શાંતિમાં ખોવાઈ જવાનું મન થઈ ગયું. કેનેડાની બ્રેડ બટરની દુનિયા છોડીને માના હાથનું દેશી ખાવાનું ખાવાની ખૂબ ઈચ્છા થઈ ગઈ. પોતાનાં વતનની માટીની ભીની ખુશ્બૂ માણવાનો આનંદ ખૂબ અનેરો હોય છે. પોતાનાં ભણતરનો ઉપયોગ ખેતીમાં કરીને પપ્પાને મદદરૂપ થઈશ આવું વિચારીને જીગર વતનમાં પાછા જવાની તૈયારી કરવાં લાગ્યો.

છ મહિના પછી જીગર પોતાનાં વતનમાં પાછો આવતો રહ્યો. તે પાછો આવતો રહ્યો એટલે મમ્મી પપ્પા અને બેનને ખૂબ આનંદ થયો. જીગરને પાછો આવેલો જોઈને ગામમાં તેનાં મિત્રો પણ ખૂબ ખુશ થઈ ગયાં. જીગરને પોતાનાં હરિયાળા ખેતરમાં પક્ષીઓના કલશોરમાં મધુર સંગીત સંભળાણુ. જીગરે તેનાં ઘણાં મિત્રોને પણ સમજાવ્યું કે વધારે પૈસા કમાવાની લાલચમાં આપણે વતન છોડીને બીજા દેશમાં જઈએ છીએ. થોડા સમય પછી વતનની યાદ આવે છે. આપણાં પરિવાર સાથે રહેવાની ખૂબ ઈચ્છા થાય છે. આપણાં વતન જેવી સુખ શાંતિ ક્યાંય મળતી નથી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational