Kiran Purohit

Tragedy

4  

Kiran Purohit

Tragedy

કન્યા વિદાય

કન્યા વિદાય

2 mins
433


માધવ અને રીનાનાં લગ્નનાં બે વર્ષ તો ખૂબ આનંદમાં ગયાં. તેનાં પ્રેમભર્યા સંસારમાં એક દીકરીનો જન્મ થયો. થોડા સમય પછી માધવ અને રીના વચ્ચે નાની નાની વાતમાં ઝગડા થવા લાગ્યાં. માધવને તેની ઓફિસમાં સાથે નોકરી કરતી રેખા નામની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. રીનાને માધવનાં પ્રેમ સબંધની ખબર પડી. થોડા સમય પછી બંનેનાં છૂટાછેડા થઈ ગયાં.

રીના ભણેલી હતી આથી તેને કચ્છનાં એક ગામડામાં ટીચરની નોકરી મળી. રીના તેનાં મમ્મી પપ્પા સાથે કચ્છનાં ગામડામાં રહેવા જતી રહી. સમય જતા ખુશી પણ મોટી થઇ ગઈ. રીનાએ તેને ડોક્ટર બનાવી. ખુશીને અમદાવાદની સરકારી હોસ્પિટલમાં નોકરી મળી. રીના પણ તેનાં વૃદ્ધ માતાપિતા સાથે અમદાવાદ ખુશી સાથે રહેવા લાગી. એક દિવસ ખુશીની હોસ્પિટલમાં એક આધેડ પુરુષને દાખલ કરવામાં આવ્યો તેને ટીબી થઇ ગયો હતો. દર્દીનું નામ માધવ મહેતા વાંચતા ખુશીની આંખો ચમકી ઉઠી. તેણે તેનાં પપ્પાનો ફોટો જોયો હતો. દર્દી સાથે વાતચીત દરમિયાન તેને ખ્યાલ આવી ગયો કે આ તેનાં પપ્પા જ છે. બીજે દિવસે ખુશી હોસ્પિટલમાં તેની મમ્મીને લઈને ગઈ. માધવ તો રીનાને જોઈને રડી પડ્યો. તેણે રીનાની માફી માંગી.

તેણે રીનાને કહ્યું “તારી સાથે છૂટાછેડા લઈને મેં બહુ મોટી ભૂલ કરી હતી. રેખા સારી છોકરી ના હતી. એક વર્ષમાં તે મને છોડીને બીજા સાથે ભાગી ગઈ.” 

રીના કહે “આપણા સંબધો હવે પુરા થઇ ગયાં. ડૉક્ટર ખુશી આપણી દીકરી છે. હવે અમારી જિંદગીમાં આવવાનો પ્રયત્ન ના કરતાં.”

આટલું બોલીને રીના હોસ્પિટલમાંથી જતી રહી માધવ ખૂબ રડવા લાગ્યો. ખુશી પિતાનાં આંખમાં આંસુ ના જોઇ શકી. તેને પિતા ઉપર લાગણી થઇ ગઈ. ખુશીએ માધવને કહ્યું “પપ્પા તમે દુઃખી નાં થાવ, મારી જરૂર પડે ત્યારે મને બોલાવજો.”

માધવ કહે “બેટા તારી મમ્મીની ઈચ્છા ના હોય તો તમારા જિંદગીમાં હું નહીં આવું પણ તારા લગ્નમાં મને આશીર્વાદ આપવા બોલાવજે.”

ખુશી કહે “તમારું સરનામું મને આપો. હું તમને મારાં લગ્નમાં જરૂર બોલાવીશ.”

ખુશીના લગ્ન નક્કી થયાં, તેણે મમ્મીને કહ્યું કે“પપ્પાને મારાં લગ્નમાં બોલાવીએ.”

ખુશીના મમ્મીએ તેનાં પપ્પાને બોલાવવાની ના પાડી દીધી ખુશીને ખૂબ દુઃખ થયું. તેણે મમ્મીને ખબર ના પડે તેમ ચિઠ્ઠી લખીને પપ્પાને લગ્નમાં આવવાનું આમંત્રણ આપી દીધું.

  ખુશીના લગ્ન પુરા થઇ ગયાં, પણ માંડવામાં તેનાં પપ્પા ક્યાંય દેખાયા નહીં. ખુશીની આંખો તેનાં પપ્પાને શોધતી હતી. કન્યાવિદાયનો સમય આવી ગયો. રીના ખૂબ જ રડી. માંડવામાં માઇકમાં ગીત વાગી રહ્યું હતું ‘બાબુલ કી દુઆએ લેતી જા... જા તુજકો સુખી સંસાર મિલે...

ખુશીને તેનાં પપ્પા બહુ યાદ આવ્યાં તે ખૂબ રડવાં લાગી. તેને વિશ્વાસ હતો કે વિદાયનાં સમયે તો તેનાં પપ્પા આવી જશે.

ખુશી પણ મમ્મીને ગળે વળગીને ખૂબ રડી. તેણે મમ્મીને કહ્યુંકે “મારાં પપ્પાને આશીર્વાદ આપવા તો આવવા દેવા હતાં.”

ખુશી રડતી માધવ ના જોઈ શક્યો તે એક ખૂણામાં દૂર ઉભો રહીને જોતો હતો. તે તરત જ ખુશીની બાજુમાં આવ્યો. દીકરીને આશીર્વાદ આપીને ખૂબ રડ્યો. કન્યાવિદાય સમયે બાપ દીકરીનું પ્રેમભર્યું મિલન જોઈને બધાની આંખોમાં આંસું આવી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy