Rajdip lfzkar

Romance Fantasy

4.0  

Rajdip lfzkar

Romance Fantasy

અંતે તેના પપ્પા લેવા આવી ગયા

અંતે તેના પપ્પા લેવા આવી ગયા

2 mins
28


છુટી શાળા ને હું પણ તૈયાર હતો.

તેને જોવામાં આંખો તરસી રહી હતી, પ્રશ્નો મનમાં ઘણા હતા. 

કે કેવી હશે ? પાતળી હતી તે જાડી થઈ કે તેવી ને તેવી ? ગુલાબી સ્વેટર પહેરતી તે જ સ્વેટર હશે કે બીજું પહેર્યું હશે ? 

આંખે કાજલ લગાવી નીકળતી હવે, લગાવતી હશે કે નહીં ? 

મમ્મીનો અવાજ આવ્યો : દુકાને જઈને આટલો સામાન લઈ આવજે. 

મેં કહ્યું, હા હમણાં જાઉં છું. 

મમ્મીએ કહ્યું કેમ ? શું કામ છે તારે ? 

ઊભા ઊભા શું વિચારી રહ્યો છે ?

હું મનમાં વિચારું કે હું તેના વિશે લઈ પ્રશ્નો બેઠો છું ને અંદરથી મમ્મી મને પ્રશ્નો પૂછવા લાગી છે. 

એટલામાં ઘણા બાળકો આવ્યા, મને ખબર હતી હવે તે બસ, આવતી હશે. 

મમ્મીને મેં કહ્યું બસ થોડી જ વાર. 

નીકળી તે બધા ટોળા સાથે. 

જોવા મળી ને 

આંખો મને કહે, જો તેની આંખો મને જોઈ રહી છે. 

હું ત્યાં ચોંટી ગયો ! જાણે સમય અટકી ગયો હોય, 

જાણે વહેતી હવા મને કહી રહી હોય તું અને તે જ બંને જીવિત છો હાલ !

તેણે મને જોયો ને મારા સામે જોઈ સ્મિત કર્યું. 

મેં પણ જોઈ સ્મિત કર્યું. 

અંદરથી અવાજ આવ્યો મમ્મીનો 

શું કરે છે ? તારે જવાનું નથી કે શું ?

તે મને જોઈ હસી જોરથી. 

મારા મનમાં તો જાણે પડતર જમીનમાં પાછી હરિયાળી ઊભી થઈ હોય. 

એવું લાગ્યું ! ખરેખર ત્યાં ખબર પડી કે પ્રેમ થયો હોય તેને ખબર પડે.  

કેમકે આ પ્રેમનું વર્ણન જેટલું કરું એટલું ઓછું પડે. આ બસ લાગણી હોય જેને અનુભવવી જ પડે. 

એટલામાં તેના પપ્પા આવ્યા, તેને લેવા. 

બાઈક પર બેસી ગઈ તે ને હું જોતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance