Rajdip lfzkar

Abstract

3  

Rajdip lfzkar

Abstract

મમ્મીના આંસુની વાત

મમ્મીના આંસુની વાત

1 min
26


મમ્મી પર હું લખવા બેઠો હતો. 

ત્યાં તે દિવસ મમ્મી મારા પાસે આવી કહે, શું કરે છે ? 

મેં કહ્યું, તમારા પર લખવા બેઠો છું.

શું કવિતા કે કોઈ સ્ટોરી ?

મેં કહ્યું, ના ! ના !

તમારી આંખોના આંસુમાં છુપાયેલ પ્રેમ, હસતાં ઊડતાં પક્ષીઓ, વહેતી નદી શોધતી દરિયાને, ઊગતું પેલું બીજ ને દેખાતો નાનો છોડ, ક્યાંક ઘણા જંગલ, રણ, ઠંડી અને ગરમીની ઋતુનો, લાગણીઓ, કેટલું બધું છે આ બસ એક આંસુમાં ? 

ખરેખર મમ્મી તને જોતો રહું ને બસ જોતો રહું. 

ઊઠતાં બેસાતું નથી હવે, તારી આંખમાં રહી લેવું છે 

ક્યાંક નદીમાં તરતા, મળવા દરિયાને વહી જવું છે,

થાય જો જગ તારા જેવું, તો હું પણ લખવું છોડું,

મારે પણ તારા જેવું થઈને, મમતાના દરિયે ડૂબી જવું છે,

મમ્મી બસ મને સાંભળતી જ રહી. 

મમ્મી કહે હજુ કેટલું બાકી ?

મેં કહ્યું : હજુ ઘણું બધું.

આ તો ખાલી તારા આંસુની જ વાત કરી, ખાલી,

તારા એક એક અંગની વાત જ ન થાય. 

મમ્મીએ મારા કપાળને ચૂમી કહ્યું, હવે સ્નાન કરી લે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract