'Sagar' Ramolia

Children Stories Drama

4.9  

'Sagar' Ramolia

Children Stories Drama

અંતર મંતર વિજ્ઞાન જંતર - 4

અંતર મંતર વિજ્ઞાન જંતર - 4

1 min
331


વિજય : આ તો ફિલમમાં આવે છે એવો છે. કાના, તારે કેમ મેળ પડયો ?

કાનો :  ઈ બધી પછી વાત. અત્યારે અહીંથી આગળ વધવાનો રસ્તો વિચારીએ. (રોબોટ આવી ગયો)

રોબોટ : બોલો ભેરુબંધ, શું કામ પડયું ?

કાનો :  અમારે આગળ જાવું છે. આ ઝાડીમાં રસ્તો કરી દે.

રોબોટ : હું સલાહકાર રોબોટ છું. રસ્તો કરું નહિ, રસ્તો દેખાડું.

કાનો :  તો રસ્તો દેખાડ.

રોબોટ : પર્યાવરણને નુકશાન ન કરાય. એટલે વૃક્ષો કે ઝાડી કપાય નહિ. દોરી કાઢો. બંને છેડા ઝાડ ઉપર લટકાવી હીંચકો બનાવી લો. (આટલું કહી રોબોટ ઊડીને જતો રહ્યો.)

કાનો :  હું સમજી ગયો. હવે હું કહું તેમ તમારે કરવાનું છે !

  (કાનાએ દોરી કાઢીને રસ્તાની બંને બાજુના ઝાડ ઉપર હૂંકથી એક-એક છેડો લટકાવી દીધો. પછી બોલ્યો)

 જુઓ, આ હીંચકો બની ગયો. ઉચ્ચાલનનું એક સાધન બની ગયું. વિજ્ઞાનમાં ઉચ્ચાલન ભણ્યા છીએને ?

કમલ :  ઈ પછી થોડું યાદ રાખવાનું હોય ?

કાનો :  સાવન, અહીં આવ. આ હીંચકામાં આ બાજુથી બેસવાનું, ને પેલી બાજુ ઊતરવાનું. સમજી ગયો ?

સાવન : સમજી તો ગયો. પણ....

  (કાનાએ ધરાર સાવનને બેસાડયો અને હીંચકો ખવડાવ્યો. સાવન બીજી બાજુ ઊતરી ગયો)

કાનો :  કમલ હવે તારો વારો !

કમલ :  પણ મારા વજનથી આ દોરી તૂટી જશે તો ?

કાનો :  નહીં તૂટે. અમારા ભેગા આવવું છે કે નહિ ?

  (કમલ હીંચકામાં બેઠો. ઊતરીને ભાગ્યો. કાનાએ પકડયો, બેસાડયો. કમલ ફરી ઊતરીને ભાગ્યો. આમ ત્રણ-ચાર વખત થયું. પછી કાનાએ ધરારથી બેસાડયો. હીંચકાને ખેંચ્યો અને ધક્કો મારી દીધો. કમલ બીજી બાજુ ઊતરી ગયો. પછી એક પછી એક બધાએ ઝાડી પાર કરી લીધી.)

 (ક્રમશ:)


Rate this content
Log in