'Sagar' Ramolia

Abstract Inspirational

4.9  

'Sagar' Ramolia

Abstract Inspirational

દાદાજીની વાર્તા - 70

દાદાજીની વાર્તા - 70

2 mins
299


વૈજ્ઞાનિકો કંઈક કરવાના શોખીન હોય છે. પારકાની પાંખે ઊડવાનું એમને પસંદ નથી. જ્યારે તત્વજ્ઞાનીઓ કંઈક થવાના શોખીન હોય છે, કોઈનું વિચારેલું વિચારવાની એમને આદત નથી. તત્વજ્ઞાનીઓ બાહ્ય ફેરફારમાં રાચતા નથી, પણ અંતરખોજ એમના પુરુષાર્થનું લક્ષ કેન્દ્ર હોય છે. જગતના આધ્યાત્મિક જ્ઞાનમાં વૃદ્ઘિ કરનાર આ વર્ગ છે, જ્યારે બાહ્ય ફેરફાર ભૌતિક પરિવર્તન કરનાર વૈજ્ઞાનિકો જગતને વધુ સુખ-સગવડોથી ભરી દે.

મયંક કહે, બંને ઉત્તમ અને ધન્યવાદને પાત્ર.

દાદાજીએ વાત આગળ વધારી, કેટલાક માણસો મહાન હોય છે, પણ સારા હોતા નથી. હિટલર, સિકંદર, મુસોલિની, યાહ્યાખાન અને રોમન રાજા નીરો એમના જીવનકાળ દરમિયાન જગતની જીભે-જીભે એમનું નામ રમતું હોય છે. ઇતિહાસ પણ એમને માટે થોડી જગ્યા આપે છે. છતાંય આવા માણસોને સારા માણસો કહેતા આપણી જીભ ઉપડતી નથી. એટલે આવા માણસો મોટા, મહાન, જાણીતા ખરા, પણ સારા નહિ. બીજી બાજુ એવા સારા માણસો હોય છે, કે જગતના બહુ ઓછા ઓળખતા, જાણતા હોય છે, ધર્મિષ્ઠ અને પાપભીરુ માનવી સમાજના એક ખૂણે ઘણાય હોય છે. સમાજ- સાગરના તળીએ પણ પોતાનું જીવન વિતાવનાર મોતીની ચમક કોઈની નજરેય ચડતી નથી.

મયંક કહે, આવા માણસોને જગત ઓળખી જાય અને તેમની સહાય લે તો જગત ખૂબ જ આગળ વધી શકે.

દાદાજી કહે, જેમનામાં મહાનતા અને સારપ બંનેનો સુમેળ હોય છે, એવા બહુ જ ઓછા હોય છે, એમને જ કારણ આ જગત સુખી છે, માણસની શક્તિનું માપ કાઢવા માટે માણસ કેટલો દુષ્ટ, કપટી દુરાચાર નિર્ભિક અથવા કાવાદાવા કરવામાં પાવરધો છે. તેનાથી તેની શક્તિ મપાતી નથી, પણ તે શક્તિ ચારિત્રની દૃષ્ટિએ કેટલો ઊંચો ચડયો છે, તેના પરથી તેનું માપ નીકળે છે, એટલે માણસ જથ્થાથી મોટો થઈ શકતો નથી, તેની માપણી ગુણવત્તાથી થઈ શકે છે.

મયંક કહે, દાદાજી ! મને તો આવી વાતોમાં મજા આવે છે. બસ, આવી રીતે સંભળાવ્યે રાખજો.

***


Rate this content
Log in

Similar gujarati story from Abstract