Hemangi Bhogayata

Children Inspirational Others

3  

Hemangi Bhogayata

Children Inspirational Others

સમજણ કામ આવે?

સમજણ કામ આવે?

2 mins
14K


ગામનો એ વિસ્તાર ગામનાં બીજા વિસ્તારથી કંઈ અલગ ન હતો. આ વિસ્તારનાં લોકોની સમજણ પણ બીજા વિસ્તારનાં લોકોની સમજણ જેવી જ હતી. મધ્યમવર્ગની વસ્તી અને લોકોને પોતાનાં કરતાં બીજાની ચિંતા વધુ. પોતાના ઘર કરતાં બીજાનાં ઘરમાં શું રંધાયું ને શું પાકયું એ ચિંતા વધુ. ઈશ્વરે એક મનુષ્યને જ સમજણશક્તિ આપી છતાં એ એ મનુષ્ય કેમ પોતાની સમજણશક્તિનો ઉપયોગ બીજાની ચિંતા કરવામાં વિશેષ વાપરતો હશે?

ખેર... આ વિસ્તારમાં રહેતા શુક્લ પરિવાર અને દવે પરિવાર બંનેને એકબીજા સાથે મીઠો ખાર... પાછા બંનેનાં બાળકો ઉંમરમાં સરખા અને પાછા એક જ શાળામાં ભણે. બસ પછી તો બહાનું મળી ગયું. કોઈવાર રિઝલ્ટ આવે કે પ્રોજેક્ટ, કોનો નંબર આવ્યો અને કોનો ના આવ્યો, શું કામ આમ આવ્યું અને શું કામ ના આવ્યું, બસ એ વિશ્લેષણ પોતાની સમજણ પ્રમાણે થવા લાગે.

શુકલસાહેબ સહેજ અદકા... પાછા એમના માનવ અને દીપ્તિને થોડા માર્ક પણ વધુ આવે... એટલે શુકલસાહેબ બે ડગલાં અધ્ધર ચાલે... દવે સાહેબ કાયમ કહે કે ભલે મારા મિલન અને દિવ્યાનાં માર્ક થોડા ઓછા હોય પરંતુ બેયની સાંજનશક્તિ અદભુત છે... તેઓ કહેતા કે મને ગર્વ છે મારા સમજુ બાળકો પર. પણ શુકલસાહેબને એમ જ લાગતું કે પોતાના બાળકોની ખામી છુપાવવા દવે સાહેબ આમ કહે છે.

એકવાર શુકલસાહેબ સાંજે ઘરે પાછા વળે છે તો જુએ છે કે આખો પાડોશ શેરીમાં ભેગો થયો છે. શુક્લ સાહેબ કામેથી પાછા ફર્યા હોય છે અને એમના પત્ની ગામમાં હટાણું કરવા ગયા હતા ત્યાંથી. બંનેને આવતા જોઈને માનવ અને દીપ્તિ તો બંનેને વળગી પડે છે. શુક્લ દંપતી સમજી નથી શકતું કે શું થયું હશે. ત્યાં જ દવે દંપતી, મિલન અને દિવ્યા ત્યાં આવીને ઊભા રહી જાય છે. દિવ્યા બોલે છે, "અંકલ, તમે ચિંતા ના કરો બધું જ ઠીક છે." સૌ શુક્લ સાહેબનાં ઘરે પહોંચે છે. એક સ્વિચબોર્ડ સળગીને બળી ગયું હોય છે. દવેસાહેબ વાત કરે છે કે માનવને વીજળીનો ઝાટકો લાગી ગયો હતો...દીપ્તિ તેને બચાવવા ગઈ તો એ પણ ચોંટી ગઈ.

મિલન અને દિવ્યાનું ઘર સામે. એમને થયું કે કંઈક તો થયું છે. બંને દોડતાં જાય છે. મિલન કપડાં ધોવાના લાકડાનાં ધોકાથી માનવને સ્વીચબોર્ડથી અલગ કરે છે. સ્વિચબોર્ડ ત્યાં સળગવા લાગે છે એટલે બાળકો ઘરની બહાર આવતાં રહે છે. શુક્લ દંપતીની આંખમાંથી આંસુ ચાલ્યા જાય છે. તેઓ પોતાનાં બાળકોને છાતીએ લગાડીને બેઠા હોય છે. થોડીવાર પછી દવે સાહેબ જવાની રજા લે છે ત્યારે શુક્લાસાહેબ કહે છે, "આભાર મિલન અને દિવ્યા, ખરેખર સરસ સમજણ ધરાવો છે તમે બેય... માનવ અને દીપ્તિને એ તમારાં જેવા બનાવજો."


Rate this content
Log in

Similar gujarati story from Children