Aarti Garval

Crime Fantasy Thriller

3  

Aarti Garval

Crime Fantasy Thriller

સંભાવના -3

સંભાવના -3

3 mins
125


એ કાળી બિલાડીને ફરી જોઈને જશોદાબેનનો ચહેરો એકદમ ફિક્કો થઈ ગયો હતો. તે કહેવા માંગતા હતા બધાને પણ પોતાનો વહેમ સમજીને ચૂપ થઈ ગયા.

જેમ જેમ તેઓ આ રસ્તા પર આગળ વધી રહ્યા હતા તેમ તેમ તેમના સામે આવી રહ્યું હતું માત્ર અને માત્ર સઘન વન. .ઊંચા ઊંચા ઝાડ....તિમિરનો ચારે તરફથી આવતો ઝીણો ઝીણો અવાજ. . અને એક વિચિત્ર મંદ મંદ સુગંધ. .એવું લાગી રહ્યું હતું કે માનો આ તે વનની સુગંધ છે. 

જંગલમાં ઝાડની ઘનતા એટલી બધી હતી કે જો એક વાર કોઈ મનુષ્ય અંદર પ્રવેશ કરે તો તેનું બહાર નીકળવું લગભગ અશક્ય જણાઈ આવતું હતું. નવાઈની વાત હતી કે પાકો રોડ હોવા છતાં પણ ત્યાં કોઈ સ્ટ્રીટ લાઈટ નહોતી અને તેનાથી પણ વધારે નવાઈની વાત એ હતી કે આ રોડ પર તેમની ગાડી સિવાય બીજી અન્ય કોઈ ગાડી પણ ન હતી. આ રસ્તા ઉપર આગળ વધતા તેમને લગભગ ત્રણ કિલોમીટરનું અંતર જ કાપ્યું હતું કે અચાનક.

સનનનન..

ધડામ.

એક જોરદાર એકસીડન્ટ.

ગાડીના બ્રેક ફેલ થઈ ગયા હતા. આજ કારણથી શ્રેયસનો ગાડી પર કંટ્રોલ ના રહ્યો અને ગાડી ઝાડ સાથે અથડાઈ ગઈ.આ વાત એ શ્રેયસને ચિંતામાં મૂકી દીધો.કારણ કે સવારમાં જ નીકળતી વખતે તેણે ગાડીને સર્વિસ કરાવી હતી પણ જો આ વાત બધાને ખબર પડતી તો ઘરના બધા સભ્યો ચિંતામાં આવી જતા આથી શ્રેયસ એ કોઈને ન કહેવાનું અને ચૂપ રહેવાનો નિર્ણય કર્યો.

" બેટા તું સવારમાં તો ગાડી ઠીક કરાવવા ગયો હતો ને તો પછી આમ બ્રેક ફેઇલ કેવી રીતે..?"-

અરે કઈ નહિ પપ્પા ગાડી છે. થઈ જાય.હું હમણાં જોઈ લઉં છું તમે બેસો અંદર હેતા શ્રેયસ બહાર નીકળ્યો.

"થઈ શું રહ્યું છે આ બધું ? મને આમ આટલી બધી બેચેની કેમ થઈ રહી છે. પહેલા તે કાળી બિલાડીનો રસ્તો કાપવો. ત્યારબાદ મને ફરી અહીં તે જ કાળી બિલાડી દેખાવી.અને આમ અચાનક ગાડીની બ્રેક ફેઇલ થઈ જવા.હે ભગવાન ક્યાં કંઈક.નાના હું શું વિચારું છું.એ તો હમણાં ઠીક થઈ થઈ જશે"- જશોદાબેન મનમાં મૂંઝવાઈ રહ્યા હતા.

 શ્રેયસે બહાર નીકળીને ગાડીને જોયું તો તેને ખબર પડી ગઈ કે ગાડી હવે મિકેનિક વગર શરૂ નહીં થાય પણ મિકેનિક લાવવો ક્યાંથી? અહીંયા કોઈ વ્યક્તિ તો દૂર બીજી કોઈ ગાડી પણ દેખાય નહોતી રહી. ચારે તરફ નજર ઘુમાવી રહ્યો હતો કે ત્યાં જ તેને સામેથી કોઈક નો પડછાયો દેખાયો કોણ છે ત્યાં શ્રેયસે બૂમ પાડીને પૂછ્યું શું થયું પપ્પા ? કોણ છે નાનકડી કાવ્ય બહાર નીકળી અહીં કોઈ અન્ય વ્યક્તિ તો દૂર એક ચકલી પણ દેખાતી ન હતી.શ્રેયસ મદદ માટે ચારેય દિશામાં નજર ગુમાવી રહ્યો હતો કે ત્યાં જઈને સામેથી કોઈક નો પડછાયો દેખાયો.પહેલા તો શ્રેયસ ને હાશ થઈ પણ એની સાથે જ મનમાં સહેજ ડર પણ ઊભો થયો.

" કોણ છે ત્યાં?"- શ્રેયસે બૂમ પાડીને પૂછ્યું.

"શું થયું પપ્પા ? કોણ છે ?"-નાનકડી કાવ્યા એ ડરતા ડરતા કહ્યું

" અરે બેટા તું બેસી જા અંદર આવતી રે ચાલ હું તને મોબાઈલમાં કાર્ટૂન કરી આપું"- કહેતા રાધિકા કાવ્યાને પોતાના ખોળામાં લીધી. 

 એ પડછાયો ધીમે ધીમે ગાડીની નજીક આવી રહ્યો હતો. . વધુ નજીક. . અને હવે એકદમ નજીક. .  

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Crime