Aarti Garval

Drama Horror Thriller

3  

Aarti Garval

Drama Horror Thriller

સંભાવના ભાગ - 10

સંભાવના ભાગ - 10

3 mins
8


યશવર્ધનભાઈ પોતાના ઘરના સદસ્યોને બૂમો પાડતા ચારેય તરફ તેમને શોધી રહ્યા હતા. આ હાલતમાં અત્યારે તેમને કોઈ અજાણી વ્યક્તિ પણ જોઈ લે તો તેની આંખમાંથી આંસુ આવી જાય એવી તેમની સ્થિતિ હતી. યશવર્ધનભાઈ ધીમે ધીમે હાર માની રહ્યા હતા. હવે આગળની તરફ વધવાની ના તો તેમનામાં તાકાત હતી ના તેમનું શરીર તેમનો સાથ આપી રહ્યું હતું.પરસેવાથી રેબઝેબ શરીર, ધ્રૂજતા હાથ પગ. અને વધી રહેલા ધબકારા સાથે તેઓ જંગલના વૃક્ષોનો સહારો લઈને ધીમે ધીમે આગળ વધવાની કોશિશ કરી રહ્યા હતા.

યશવર્ધનભાઈ સહેજ આગળ વધ્યા જ હતા કે એક ધૂંધળો પ્રકાશ તેમને આગળની તરફથી આવતો જોવા મળ્યો. તેમના મનમાં આસાની એક કિરણ જાગી. કોઈની મદદ મળી જવાની ઉમ્મીદ સાથે તેઓ એ રસ્તા તરફ આગળ વધ્યા.

ઝાડી-ઝાંખરા હટાવતા તેમના ધીમા ડગલા જેમ જેમ આગળની તરફ વધી રહ્યા હતા તેમ તેમ તે અજવાળું વધુ અને વધુ તીવ્ર થઈ રહ્યું હતું.જમીન પર પડેલા વૃક્ષોના સૂકા પાંદડા પર જેમ જેમ તેમના પગ પડતા હતા તેમ તેમ તેમાંથી એક વિચિત્ર અવાજ ઉત્પન્ન થઈ રહ્યો હતો.ઝાડી-ઝાંખરા પાર કરતા જેવું તેમને આગળ તરફ પગ વધાર્યો કે ત્યાં જ તેમની નજર સામે હતી.

ભારતીય ઇતિહાસ ને તાદૄશ કરતી એક જર્જરી થઈ ગયેલી અત્યંત પ્રાચીન હવેલી.

સંગેમરની દિવાલો અને રજવાડી કલાકૃતિનો ઉત્તમ નમૂનો.હવેલીના દરવાજા તરફ આગળ વધીએ, ત્યારે તરત જ એક સંપૂર્ણ પણે સુકાઈ ગયેલું તળાવ નજરે પડે છે. તળાવ ની બાજુમાં જ આ વિશાળ હવેલી જેને જોતા એવી અનુભૂતિ થાય કે માનો એ તમને પોતાની તરફ આકર્ષી રહી છે.તળાવથી આગળ તરફ ચાલતા હવેલીની ડાબી બાજુ પર તેની રખવાળી માટે અડીખમ ઉભેલો હતો એક વડલો.

તે હવેલી માંથી હળવો હળવો પ્રકાશ બહાર તરફ ડોકિયા કરી રહ્યો હતો.યશવર્ધનભાઈએ ધીમે રહીને ગેટ ખોલ્યો. બહુ જૂનો હોવાના કારણે તેમાંથી અતિ ડરામણો અવાજ આવી રહ્યો હતો. યશવર્ધનભાઈ હવેલી તરફ આગળ વધે છે. જેમ જેમ તેઓએ દિશા તરફ આગળ જાય છે તેમ તેમના હૃદયના ધબકારા વધી રહ્યા હતા. આટલી ઠંડીમાં પણ તેમનું શરીર પરસેવાથી રેબઝેબ થઈ રહ્યું હતું.ધીમા ધીમા ડગલે યશવર્ધનભાઈ હવેલીના મુખ્ય દરવાજા સુધી પહોંચે છે. તેમની આંખોમાં ડર સાફ દેખાઈ રહ્યો હતો. ચારે તરફનું ડરામણું જંગલ અને જંગલની વચ્ચે આવેલી આ હવેલી....

હવેલીના મુખ્ય દરવાજા પાસે પહોંચતા તેમના કાનમાં અવાજ પડે છે - 

પપ્પા... પપ્પા... અમને નીકાળો અહીંયાથી પપ્પા અમારી મદદ કરો. કોઈ છે બહાર....અમારી મદદ કરો....

યશવર્ધનભાઈ દિવાલનો ટેકો લેતા લેતા આગળ વધે છે.તે ચારે તરફ નજર નાખે છે પરંતુ બહાર તો કોઈ જ નહોતું. અવાજ આવી રહ્યો હતો હવેલી ની અંદરથી....

"બેટા.... બેટા... તમે ચિંતા ના કરો હું આવું છું. હમણાં જ હું તમને બહાર કાઢું છું."- કહેતા યશવર્ધનભાઈ હવેલીના દરવાજા ને ખોલવાનો પ્રયાસ કરે છે.

યશવર્ધનભાઈએ જેવો હવેલીનો દરવાજો ખોલવા માટે તેને જોરથી ધક્કો માર્યો કે, અચાનક ધડામ.

યશવર્ધનભાઈ જમીન પર ફસડાઈ પડે છે....

યશવર્ધનભાઈના હવેલીમાં પ્રવેશ સાથે જ વાતાવરણમાં અચાનક પલટો આવી જાય છે.શિયાળાની એ કાતિલ ઠંડી હવે ધોધમાર વરસાદમાં બદલાઈ ગઈ હતી. વાદળો નો ગડગડાટ અને પવનના સુસવાટા સાથે એક જોરદાર વીજળીનો ચમકારો થાય છે અને એ ચમકારામાં જ યશવર્ધનભાઈ ની નજર પડે છે હવેલી ના મુખ્ય દરવાજા સામે જ રહેલી એક અતિ પ્રાચીન તસવીર ઉપર આ તસવીર જોતાં જ યશવર્ધનભાઈ ત્યાં જ બેભાન થઈને ઢળી જાય છે. 

(આખરે એવું તો શું હતું હવેલીમાં ? અને કોણ હતું એ તસવીરમાં જે જોતા જ યશવર્ધનભાઈ બેભાન થઈ ગયા ? જાણીશું આવતા ભાગમાં...)



Rate this content
Log in

Similar gujarati story from Drama