Aarti Garval

Crime Fantasy Thriller

4.0  

Aarti Garval

Crime Fantasy Thriller

સંભાવના - 4

સંભાવના - 4

2 mins
140


શિયાળાની આછી આછી ધુમ્મસ વચ્ચે પડછાયો ગાડી તરફ આગળ વધી રહ્યો હતો અને સાથે સાથે વધી રહ્યા હતા શ્રેયસના ધબકારા.

"કોણ છે ત્યાં ?"- ગભરાયેલા અવાજમાં શ્રેયસે પૂછ્યું.

પરંતુ સામેથી કોઈ ઉત્તર આવ્યો નહીં

શ્રેયસે મોબાઈલની ટોર્ચ ચાલુ કરી.

જુના ફાટેલા કપડા જેના ઉપર થીગડાં મારેલા હતા. એક હાથમાં કોથળી હતી જેની અંદર શાકભાજી દેખાઈ રહ્યું હતું પરંતુ વાસી. બીજા હાથમાં તગારુ અને કોદાળી હતા એવું લાગી રહ્યું હતું કે તે ક્યાંકથી મજૂરી કરીને આવી હોય. તેના ધ્રુજી રહેલા હાથ અને ચહેરા પરની કરચલીઓએ વાત જણાવી રહી હતી કે આ સામાન ઊંચકવા માટે તેના શરીરમાં પૂરતી તાકાત પણ નહોતી. ચહેરો સામાન્ય હતો પરંતુ આકર્ષક. તે એક આધેડ વયની મહિલા હતી.

તે સ્ત્રી શ્રેયસની આંખમાં આંખ નાખીને જોતા જોતા ત્યાંથી પસાર થઈ રહી હતી. તેને જોઈને એકદમ ચૂપ થઈ ગયો હતો, તે બસ માત્ર તેને જતા જોઈ રહ્યો.

" અરે સાંભળો એમને પૂછો ને અહીંયા કોઈ મિકેનિક મળશે કે નહીં ?"- રાધિકાએ શ્રેયસનું ધ્યાન ભંગ કરતા કહ્યું.

શ્રેયસે માત્ર હમમ... માં જવાબ આપ્યો.

"અરે માજી સાંભળો છો ? અમારી ગાડી ખરાબ થઈ ગઈ છે અમને એક મિકેનિકની જરૂર છે શું તમે કહી શકો છો કે અહીંયા મિકેનિક ક્યાં મળશે ?"- શ્રેયસે પૂછ્યું.

હકારમાં માથું હલાવીને આગળના રસ્તા તરફ ઈશારો કરીને તે ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળી.

"ઠીક છે તમારો આભાર" શ્રેયસે કહ્યું.

તે સ્ત્રી હાથ ઊંચા કરી આશીર્વાદ આપતી આપતી ત્યાંથી નીકળી ગઈ.

શ્રેયસ તેને એ ધુમ્મસમાંથી પસાર થતાં જોઈ રહ્યો અને ફરીથી ક્ષણભર માટે જાણે ક્યાં ખોવાઈ ગયો.

" પપ્પા કેટલી વાર લાગશે. "

" શું થયું દીકરા શું કહ્યું એમણે...."

" ક્યાં મળશે આપણને મિકેનિક...."

" શ્રેયસ શું થયું ? શું કહ્યું એમને મળશે કે નહીં...."

ગાડીમાં બેઠેલા દરેક સભ્ય એક પછી એક સવાલો પૂછી લીધા પણ શ્રેયસ સુધબુધ ખોઈને બસ ઊભો રહ્યો. રાધિકાએ શ્રેયસને હાથ પકડીને પૂછ્યું કે તરત જ તેનું ધ્યાન ભંગ થયું.

" હા... હા... શું થયું ?"-સવાલના બદલામાં શ્રેયસે પણ સવાલ પૂછી લીધો.

"શું છે.... શું થઈ ગયું છે તમને.... ? તે બાઇએ તમને મિકેનિક વિશે જણાવ્યું કે નહીં ?"-

" હા તેમણે કહ્યું કે અંદર ગામમાં મળી જશે કોઈ. તમે ગાડીમાં બેસો, હું જોઈને આવું છું"-શ્રેયસે તે રસ્તા તરફ જોતા કહ્યું.

શ્રેયસ રાધિકાનો જવાબ પણ સાંભળવા ઊભો ન રહ્યો અને ક્ષણભરમાં તો તે પણ ધુમ્મસમાં ગાયબ થઈ ગયો.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Crime