PRIYANKA JOSHI

Children Classics

4  

PRIYANKA JOSHI

Children Classics

તીતીઘોડો અને કીડી

તીતીઘોડો અને કીડી

1 min
3.8K


ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી. વાતાવરણ આનંદી અને ખુશનુમા હતું. અનાજ પણ ઘણું પાક્યું હતું. આવા વખતે એક તીતીઘોડાએ પેટભરીને અનાજ ખાધું પછી આનંદમાં આવીને તે ગાવા લાગ્યો અને નાચવા લાગ્યો. તે વખતે કેટલીક કીડીઓ અનાજના કાં લઈને પોતાના ઘર તરફ જઈ રહી હતી. કદાચ તે દરમાં અનાજનો સંગ્રહ કરી રહી હતી. તીતીઘોડાએ જોયું કે એક કીડી તો તેની મિત્ર હતી. તીતીઘોડાએ મજાક કરતાં કહ્યું,

‘તમે લોકો કેવા લોભી છો? મજા કરવાના વખતે તમે મજુરી કરો છો.મને તમારી દયા આવે છે.‘

કીડીએ જવાબ આપ્યો, ‘મારા વ્હાલામિત્ર, અમે લોભ નથી કરતાં, આ બધું તો અમે ચોમાસા માટે ભેગું કરીએ છીએ.‘

હવે ઉનાળો વીતી ગયો. ઉનાળાની ચમક જતી રહી. બધે અનાજની અછત વર્તાવા લાગી. ચોમાસું બેઠું. હવે તીતીઘોડાને અનાજ માટે મુશ્કેલી પાડવા લાગી. કોઈ કોઈવાર તો તેને ભૂખે મારવાનો વારો આવતો. ખોરાક વીના તો કેમ જીવાય?

એક દિવસ તીતીઘોડા એ તેના મિત્ર કીડીનું બારણું ખખડાવ્યું. તેણે કીડીને કલાવ્હાલા કહીને કહ્યું, ‘હું કેટલાય દિવસથી ભૂખ્યો છું. મને થોડું ખાવા આપ.’

કીડીએ કહ્યું, ‘આખો ઉનાળો ગયા અને નાચ્યા. હવે નાચો અને ગાવો. તમારા જેવા આળસુને હું કશું આપવાની નથી.’

તીતીઘોડો તો રડવા લાગ્યો, બિચારી કીડીને દયા આવી. તેણે થોડુંક અનાજ તીતીઘોડાને આપ્યું. તીતીઘોડો તો રાજી રાજી થઈ ગયો. અને તેણે પણ હવે પછી કીડીની જેમ મહેનત અને બચત કરવાનું નક્કી કર્યું.

બોધ : આજની બચત આવતી કાલ માટે ઉપયોગી છે.


Rate this content
Log in

Similar gujarati story from Children