Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

ડૂબકી લગાવીએ

ડૂબકી લગાવીએ

1 min
292

એ પુસ્તક તારી વાત નિરાળી છે,

જેમાં જ્ઞાનની અખૂટ દુનિયા છે,

ચાલોને પુસ્તકરૂપી જ્ઞાનના દરિયામાં ડૂબકી લગાવીએ !

તારા પાને પાને એક દુનિયા છે,

જગની સારી મુશ્કેલીના સમાધાન છે,

ચાલોને પુસ્તકરૂપી જ્ઞાનના દરિયામાં ડૂબકી લગાવીએ !

દેશ વિદેશમાં તરવા જેવા વિચાર છે,

ભિન્ન ભિન્ન માનવીની મુલાકાત છે,

ચાલોને પુસ્તકરૂપી જ્ઞાનના દરિયામાં ડૂબકી લગાવીએ !

કુદરતી સૌંદર્યની વાત અનોખી છે,

પ્રાચીન યુદ્ધો તણી વિશેષ કહાની છે,

ચાલોને પુસ્તકરૂપી જ્ઞાનના દરિયામાં ડૂબકી લગાવીએ !

નિતનવા વિજ્ઞાનના વિચાર સમાયા છે,

પર્યાવરણ જતનની વાત અમોલ છે,

ચાલોને પુસ્તકરૂપી જ્ઞાનના દરિયામાં ડૂબકી લગાવીએ !

વિશ્વના દરેક ખૂણાની વાત છે,

તારા થકી અમારે મજાની રાત છે,

ચાલોને પુસ્તકરૂપી જ્ઞાનના દરિયામાં ડૂબકી લગાવીએ !

આયુર્વેદથી બનેલી એમાં ઔષધિ છે,

ઋષિમુનિઓ કેરી વિદ્યા મજાની છે,

ચાલોને પુસ્તકરૂપી જ્ઞાનના દરિયામાં ડૂબકી લગાવીએ !

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational