ફિકર શું. ?
ફિકર શું. ?
અમારી તમોને ખબર શું ?
અજાણ્યું થવાથી અસર શું ?
મળ્યાં છો રસ્તામાં તમે પણ,
ન સંગે રહો તો સફર શું ?
નજર આ તરફ ફેરવો છો,
ન બોલી શકો તો કદર શું ?
દુભાવી ગયા છો હૃદયને,
કહોને રહી ગઈ કસર શું ?
ઘણીયે દુઆઓ કરી છે,
નથી જો ફળી તો ફિકર શું ?