Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran purohit Purohit

Classics Inspirational

4  

Kiran purohit Purohit

Classics Inspirational

શિક્ષકનું ઋણ

શિક્ષકનું ઋણ

2 mins
382


ધાર્મિક એક કંપનીમાં એન્જીનીયર હતો. તેના લગ્નને ત્રણ વર્ષ થયાં હતાં. તે અને તેની પત્ની સીમા ત્રણ બેડરૂમવાળા સુંદર ફ્લેટમાં રહેતાં હતાં. એક દિવસ તે ઓફિસે હતો ત્યારે તેની મમ્મીએ, સીમાને ધાર્મિકનાં ભૂતકાળની વાતો કહી.

ધાર્મિક નાનો હતો ત્યારે જ તેનાં પપ્પાનું મૃત્યુ થયું હતું. તે અને તેનાં મમ્મી ગામડામાં રહેતાં હતાં.તેની આર્થિક પરિસ્થિતિ સારી ના હતી. તેનાં પપ્પા એક ખેડૂત હતાં તેમને નાનું ખેતર હતું. તેમાંથી થોડી ઘણી આવક થતી બાકીનાં પૈસા ખેતમજુરોને આપવા પડતાં. 

ધર્મિકના મમ્મીએ નક્કી હતું કર્યું કે ધાર્મિકને ખેડૂત નથી બનાવવો પણ ભણાવીને સર્વિસ કરાવવી છે. ધાર્મિક ભણવામાં નબળો હતો. તેનાં મમ્મી ધાર્મિકના શિક્ષક મહેશભાઈને મળીને તેનું ટ્યુશન રખાવ્યું. ધાર્મિકને ભણવામાં કોઈ રસ ના હતો. તે નિયમિત ટ્યુશનમાં પણ નાં જતો, તોફાની છોકરાઓની સંગત થઈ ગઈ હતી.

એક દિવસ તેનાં તોફાન બહુ વધી જતાં મહેશભાઈ માસ્તરે તેને સ્કૂલમાંથી કાઢી મુક્યો. તેનાં મમ્મીને ખબર પડતાં તે સ્કૂલે શિક્ષક ને મળવા આવ્યાં. તેનાં મમ્મીએ ધાર્મિક પાસે માફી મગાવી. સ્કૂલમાં બધા વચ્ચે તેની મમ્મીને ઘણું સાંભળવું પડ્યું આથી ઘરે આવીને તેનાં મમ્મી રડવા લાગ્યાં. આ બનાવ બન્યા પછી ધાર્મિકમાં સુધારો આવી ગયો.

તેમનાં શિક્ષક મહેશભાઈ તેની આર્થિક પરિસ્થિતિને લીધે મફતમાં ભણાવતા. તેનાં શિક્ષકનાં કડક સ્વભાવને લીધે તે ભણવામાં હોશિયાર થવાં માંડ્યો. ધાર્મિકને બારમાં ધોરણમાં સારા ટકા આવતાં આગળ ભણવા માટે મહેશભાઈએ ઘણી મદદ કરી. તેને સ્કોલરશીપ મળે એ માટે મદદ કરી. મહેશભાઈ ગામનાં સરપંચને મળી અને ધાર્મિકને આગળ ભણવા શહેરમાં જવા માટે મદદ માંગી. તેમનું ખેતર વેચવામાં સરપંચે મદદ કરી. ધાર્મિક અને તેનાં મમ્મી શહેરમાં જતાં રહ્યાં.

આમ મહેશભાઈ શિક્ષકે તેને કડક થઈને શિક્ષણની સમજ આપી તેને મફતમાં ચાર વર્ષ મફતમાં ટ્યુશન કરાવ્યું.મહેશભાઈ સિદ્ધાંતવાદી હતાં ગરીબ વિદ્યાર્થી પાસેથી પૈસા નાં લેતાં. ધાર્મિક શહેરમાં એન્જીનીયરનું ભણવા લાગ્યો. તે મહેશભાઈ ને મળવા ઘણીવાર ગામડામાં જતો. પોતાની સાસુ આગળ ધર્મિકના ભૂતકાળની વાતો સાંભળી સીમાને પણ મહેશભાઈ શિક્ષક ઉપર માન થયું.

મહેશભાઈને કોઈ સંતાન ના હતું. ધર્મિકે, ગામડે મળવા જતો ત્યારે તે કહેતો કે કઈ પણ કામ હોય તો મને ફોન કરી દેવો. એક દિવસ મહેશભાઈની પત્નીનો ફોન આવ્યો કે મહેશભાઈની તબિયત બગડી ગઈ છે. એટલે તેને શહેરના દવાખાનામાં દાખલ કરવાં પડશે. તે ગામ લોકોની મદદ લઈને હોસ્પિટલે પહોંચી ગયાં છે.'

ધાર્મિક અને સીમા તરત હોસ્પિટલે પહોંચી ગયાં. મહેશભાઈ ભાઈને કિડનીમાં તકલીફ હતી. તેને હોસ્પિટલમાં અઠવાડિયું રાખવા પડે તેમ હતાં. સીમા રોજ હોસ્પિટલમાં ટિફિન આપવા આવતી. ધર્મિકે એક અઠવાડિયાની રજા લઈ લીઘી. હોસ્પિટલનો અને દવાનો બે લાખ જેટલો ખર્ચ થયો. મહેશભાઈએ બહુ ના પાડી, છતાં બધાં પૈસા ધર્મિકે આપી દીધાં. મહેશભાઈની આંખમાં આંસુ આવી ગયાં. તેને ધર્મિકના મમ્મીને કહ્યું કે “મારો સગો દીકરો પણ મારું આટલું ધ્યાન ના રાખત.”

ધર્મિકે કહ્યું “તમારે લીધે હું ભણીને એન્જીનીયર બન્યો. ગુરુનુંઋણ તો ક્યારેય ચૂકવી ના શકાય. તમારી થોડી સેવા કરવાનો લાભ મળ્યો.”

ધાર્મિક તેનાં ઘરે પરાણે મહેશભાઈ અને તેમનાં પત્નીને લઈ ગયો. એક મહિનો આરામ કરીને મહેશભાઈ ગામડે ગયાં. ધાર્મિકને તેનાં શિક્ષકની સેવા કર્યાંનો સંતોષ થયો.


Rate this content
Log in

Similar gujarati story from Classics