Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha

Inspirational

4  

Neha

Inspirational

દિવાળી ઉજવીએ

દિવાળી ઉજવીએ

1 min
40

​અહમની, આતશબાજી કરીએ, 

ને અણસમજણની હોળી,

પ્રેમનો એક, દિવો પ્રગટાવીએ,

ને પુરીએ એક રંગોળી !

ચાલ, એવી એક દિવાળી ઉજવીએ.

જલન ઈર્ષા ના ફટાકડાં ફોડીએ, 

ને કરીએ સ્વાર્થની ફુલઝડી,

પ્રેમનાં મીઠાં પકવાન આરોગીએ,

ને કરીએ નમન દઈ હાથ જોડી !

ચાલ, એવી એક દિવાળી ઉજવીએ.

ભોંયચકરી દુ:ખની ઘુમાવીએ, 

ને નિરાશાનું રોકેટ ઉડાવીએ,

અંધારી આ અમાવસની રાતને, 

આશાના દીપકથી પ્રગટાવીએ !

ચાલ, એવી એક દિવાળી ઉજવીએ.

અંધશ્રદ્ધાના, તારામંડળ સળગાવીએ,

ને નફરતને દિવાસળી ચાંપીએ,

“ચાહત”નાં શુભ ચોઘડિયાં પુંજીએ, 

ને પ્રેમથી ગળે મળીએ !

ચાલ, એવી એક દિવાળી ઉજવીએ.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational