Nayanaben Shah

Tragedy

4  

Nayanaben Shah

Tragedy

જળ કાગડાે

જળ કાગડાે

10 mins
16


રિસેષના સમયમાં હું ચૂપચાપ બેસી રહી હતી.ખાસ કંઈ કારણ ન હતું. પરંતુ મારૂ ચૂપચાપ બેસી રહેવું અમારા ડિપાર્ટમેન્ટમાં આશ્રર્યજનક હતું.નવી નોકરી શરૂ કરે ખાસ દિવસો વિત્યા ન હતા.રિસેષના સમયમાં હું સ્વેટર ગુંથતી હોઊ એ રોજનું બની ગયુ હતું. તેથી જ આવતા જતા બધા પૂછતાં,"સ્વેટર પુરૂ થઈ ગયું?"હું શું જવાબ આપુ?હું સ્મિત કરી જવાબ આપવાનુ ટાળતી.પરંતુ તાજગીએ તો આવીને પ્રશ્રોની ઝડી વરસાવા માંડી,"શું થયુ?તબિયત નથી સારી?સ્વેટરની ડિઝાઈનમાં ભૂલ પડી?"તાજગી આગળ સવાલો પૂછે એ પહેલાં જ મેેં એને કહ્યું,"એવું કંઈ જ નથી પણ સ્વેટરનો કોલર કરવાનો છે.મારી પાસે બે જ સોયા છે.બે સોયા હું ઘેર ભુલી ગઈ છું."

બસ....એટલી જ વાત છે તો એમ કહેને ચલ તને સોયા અપાવી દઉ.બાજુની કેબિનમાં મિસ ઝવેરી પાસે પડયા હશે."

"કેબિનમાં....?કેબિનમાં બેસનાર વ્યક્તિઓને કંઇ શોખ હોઈ શકે?મેં તો માનેલું કે...."

"કેમ?કેબિનમાં બેસનાર વ્યક્તિ માણસ નથી?એમને પોતાના શોખ ના હોય?અને જેમ તને ઓફિસમાં રિસેષમાં કામ કરવાનો સમય મળે છે એમ મિસ ઝવેરીને પણ મળે છે.જો કે  ખૂબ ઓછાબોલી છે.એ વાત જુદી છે,પરંતુ કોઈનું પણ કામ કોઈપણ સમયે કરવા એ તત્પર હોય છે."

"ઠીક છે પણ તાજગી,હું એ મિસ ઝવેરીને ઓળખતી નથી.તું સાથે આવે તો..."

"હા...હા...કેમ નહીં?શક્ય છે કે તને અને મિસ ઝવેરીને ખૂબ ફાવી જાય.તમારા બંનેના શોખ સરખા છે.ઓછાબોલાપણું અને આખો વખત સ્વેટર ગુંથવું કે કંઈને કંઈ પ્રવૃતિઓ કરે રાખવી."

મારી કલ્પનામાં મિસ ઝવેરી એટલે લગભગ  મારી જ ઉંમરની એમ મેં માનેલુ.પણ કેબિનમાં પ્રવેશતા મારી ધારણા ખોટી પડી.લગભગ પિસ્તાલીસ વર્ષની આસપાસની નમણી સ્ત્રીને જોતાં મને આશ્રર્ય થયું.મેં કેબિનમાં આજુબાજુ નજર કરી બીજુ કોઈ ન હતુ.માટે મારે માનવું જ પડયું કે આ સ્ત્રી જ મિસ ઝવેરી છે.આટલી મોટી ઉંમરની અપરણિત સ્ત્રી!

હું કંઈક વિચારૂ એ પહેલાં જ તાજગી બોલી,

"મેડમ,અમારા ડિપાર્ટમેન્ટમાં આ ડોલી  નવી જ આવી છે તમે ઓળખતા નહીં હોવ પરંતુ એના શોખ લગભગ તમારા જેવા જ છે."

મેં મિસ ઝવેરી સામે એ દરમ્યાન નજર કરી એના મોં પર કોઈ ભાવ જણાયો નહીં.એક ક્ષણ મનમાં વિચાર આવ્યો કે હું કયાં અહીં આવી?એના કરતાં તો એક દિવસ સ્વેટર ના ગુથ્યુંં હોત તો સારૂ થાત.

"હા,એમાં શું?લઈ જા મારા બે સોયા વધારે જ છે."મિસ ઝવેરીનો અવાજ સાંભળી હું વાસ્તવિક  દુનિયામાં આવી."

"આભાર "બોલી હું કેબિનની બહાર નીકળી.બહાર નીકળતાં જ મેં કહ્યુું,"તાજગી 

એના કરતાં તો મેં સ્વેટર ગુંથવાનું બંધ રાખ્યુ હોત તો સારૂ થાત.આ મેડમ કેવી છે!મોં પર કોઈ જાતનો હાવભાવ જ નહીં!"

"ડોલી,આટલો જલદી કોઈના વિશે અભિપ્રાય આપવો સારો નહીં."એવું બોલીને તાજગી એનું લંચબોક્સ લઈને જતી રહી.

બીજે દિવસે રિસેષમાં હું સોયા પાછા આપવા ગઈ ત્યારે મેડમે મારા સ્વેટરની ડિઝાઇન વિશે,કોના માપનું કરૂ છું વગેરે પ્રશ્ર્ન પૂછ્યા.મને થોડુક ગમ્યુ.પરંતુ સોયા પાછા લેતાં બોલી ઉઠી,

"સોયા વાપર્યાનું ભાડું?"

એક મિનિટ હું સ્તબ્ધ બની ગઇ.બીજી જ મિનિટે એ હસીને બોલી,"તેં જે ડિઝાઇનનુ વર્ણન કર્યું એ મને બતાવી પડશે અને મને જોઈને ખ્યાલ નહીં આવે તો શીખવાડવી પણ પડશે."

સ્વેટરની ડિઝાઈન જોતાં થોડો ઘણો તો મેડમને ખ્યાલ આવ્યો છતાંય થોડાઘણા પ્રશ્ર્ન પૂછ્યા.મેં કહ્યું ,"આ ડિઝાઈન એક મેગેઝિનમાં જોઈને મેં કરી છે."

"તો એ મેગેઝિન મને આપવું પડશે."

એ પછી તો એવું થયું કે અમે અવારનવાર મળતાં જ રહ્યા.એકબીજાની એટલા નજીક આવી ગયા કે હું એમને મેડમને બદલે દીદી કહેવા લાગી.

મારા પપ્પાને કારણે અમને ઓફિસના ક્વાર્ટસમાં રહેવા મળેલુ.પરંતુ દીદીનું ઘર ઘણુ દૂર હતું.ઓફિસની બસમાં ઓફિસ આવતાં કલાક થતો અને જતા પણ કલાક થતો.જો કે એ દરમ્યાન એ નવા મેગેઝિનો વાંચી લેતાં કે સ્વેટર પુરૂ કરી લેતાં.

ક્યારેક તાજગી મારા ટેબલ પાસે આવીને કહેતી,

"ડોલી,મેં તને કહેલુ કે કોઈના વિશે એકદમ જલદી અભિપ્રાય ના આપવો.બોલ તને મેડમ કેવા લાગ્યા?"હું સ્મિત કરી જવાબ આપવાનું ટાળતી.પણ તાજગી મારા સ્મિતનો અર્થ સમજી જતી.

જેમ જેમ હું દીદીના પરિચયમાં આવતી ગઇ તેમ તેમ એમની આવડતથી હું પ્રભાવિત થતી ગઈ.એમની કાર્યપધ્ધતિથી બધા ખુશ રહેતાં.એમના ટેબલ પર જેટલી ફાઇલો હોય એટલી સાંજ સુધી જોઇને ટેબલ સાફ કરી દેતા.પેન્ડીંગ કામ તો ક્યારેય ના હોય.

એક દિવસ રિસેષના સમયે હું અને દીદી બેઠા હતા.એ સમયે મારી નજર દીદીના હાથ પર પડતા જ હું બોલી ઉઠી,"દીદી તમારી આંગળીઓ ખૂબ સુંદર છે.પાતળી અને લાંબી જાણે કોઈ કલાકારની ના હોય!"

દીદી મારી સામે જોઈને પહેલાં હસ્યા.પછી બોલ્યા,"ડોલી, તારી વાત સાચી છે.હું સિતાર ખુબ સારૂ વગાડુ છું.એટલું જ નહીં પણ મારૂ સિતારવાદન રેડિયો અને ટી.વી પર પણ આવે છે."હું દીદી સામે જોઈ જ રહી.હું એમનાથી પ્રભાવિત તો થયેલી જ હતી.આ સાંભળી હું આનંદથી ઝુમી ઉઠી.પણ ત્યાં જ દીદી બોલ્યા,

"ડોલી,તારી આંગળીઓ પણ એટલી જ સુંદર છે તું પણ સિતાર શીખી જા."

"દીદી મને તો એટલો સમય જ નથી મળતો.બે એક મહિનામાં આર્ટગેલેરીમાં મારા ચિત્રોનું પ્રદર્શન છે અને ચિત્ર દોરવા એ મારો શોખ છે."

"તો શું ડોલી તેં આટલી મોટી વાત મારાથી છુપાવી?"

"ના દીદી એવું નથી.હું આવતા મહિને તમને વાત કરવાની જ હતી.કારણ મારા ચિત્રોનુ પ્રદર્શન હોય અને તમને આમંત્રણ ના આપુ એવું બને!દીદી,એ પહેલાં ચલો મારે ત્યાં મારા તૈયાર થયેલા થોડા ચિત્રો જુઓ.મારૂ કામ ચાર વાગે પતી જશે જો તમને સમય હોય તો!..."

"જરૂર પણ તું ચાર વાગે મારી કેબિનમાં મને બોલાવા આવજે.હું ભુલી ના જઉં."

હું એમની કેબિનમાં પહોંચી તો એ મારી જ રાહ જોતા હતા.બહાર નીકળી એમણે પટાવાળાને કહ્યું કે ,"જો મારા ભાઈનો ફોન આવે તો કહેજે કે હું ઓફિસના કામે બહાર ગઈ છું."મને દીદીની વાતથી આશ્રર્ય થયુ પણ હું કશુ બોલી નહીં.

મારા ચિત્રો જોઈ ને એ બહુ જ ખુશ થયા.અમે ઘણો આગ્રહ કર્યો કે જમીને જાવ પણ એમની નજર ઘડિયાળ બાજુ જ હતી.કહે,"મારે મોડુ થશે"અને જતા રહ્યા.પણ મેં કહ્યું,"દીદી,ઠીક છે આજે જાવ પણ પરમદિવસે અમારે ત્યાં પૂજા છે એમાં તો આવવું જ પડશે અને આવતીકાલે પૂજાની તૈયારી માટે પણ તમારે આવવાનું જ છે."

"ડોલી,આજે હું ઘેર કહ્યા વગર આવી છું.કાલે હું ઘેર કહીને આવીશ.પછી વાંધો નહીં."મને દીદી માટે માન થયું કે આટલી ભણેલીગણેલી હોવા છતાં કેટલી આજ્ઞાંકિત છે!

બીજા દિવસે ઘેર આવ્યા ત્યારે હું બહુ જ ખુશ હતી.કહે,"મેં આજે રજા લીધી છે.આજે આપણે ખૂબ વાતો કરતાં કરતાં પૂજાની તૈયારી પણ કરીશું"મેં મમ્મીને કહ્યું,"તું દર વર્ષે પૂજા પછી ભગવાનને કહે છે કે ડોલીને સારૂ ઘર અને વર મળે.પણ આ વખતે તું દીદી માટે પ્રાર્થના કરજે."

દીદીએ મારી સામુ જોયું કારણ આ પહેલાં  મેં ક્યારેય આ બાબતે વાત કરી ન હતી.મમ્મી દીદી સામે જોતાં બોલ્યા,"ડોલીની વાત સાચી છે.ડોલીના તો આવતા મહિને લગ્ન છે.અમુક ઉંમરે છોકરીઓએ પરણીને સંસાર માંડવો જોઈએ.તારા જેવી હોંશિયાર છોકરીને તો ઘણા છોકરાં મળી રહે."

"મમ્મી આવતીકાલે ભગવાનને મસ્કો મારજે કે દીદીનું લગ્ન થઈ જાય."

"ડોલી,ભગવાનની પ્રાર્થનાની મજાક કરે છે?"મમ્મી ગુસ્સે થતાં બોલી.

એટલીવારમાં બ્યુટીશીયન આવી ગઇ. મેં દીદીને આગ્રહ કર્યો કે તમારે પણ મારી સાથે તૈયાર થવાનું જ છે.અને દીદીનો હાથ લઈ બ્યુટાશીયને મહેંદી મુકવા માંડી,નખ રંગ્યા,આઈબ્રો,ફેસીયલ કર્યું.વાળ સેટ કરી હેરડાઈ પણ કરી.આખરે મેં એમની સામે અરીસો ધર્યો ત્યારે મારી સામે જોઈ પ્રેમાળ હસતાં બોલ્યા,"આખરે તેં તારૂ ધાર્યુ જ કર્યું.પણ ડોલી મને બીક છે કે મારા ઘરનાને કદાચ નહીં ગમે."

"દીદી શું પાગલ જેવી વાત કરો છો?તમે સુંદર દેખાવા માટે બ્યુટીશીયન પાસે તૈયાર ના થઈ શકો?દીદી તમને ટીવી પર જોઈને તમારી સાથે લગ્ન કરવા છોકરાંઓ પડાપડી કરશે."ખરેખર દીદીના રૂપમાં ચાર ચાંદ લાગી ગયા હતા.દીદી કહે,"જિંદગીમાં કોઈ પણ જાતનો બદલાવ સારો જ હોય પણ દરેકના નસીબમાં એ લખેલો નથી હોતો"બોલતાં દીદી ઉદાસ થઈ ગયા.એમની નજર ઘડિયાળ બાજુ જતાં જ બોલ્યા,"હું જઉં છું મારી પાંચવીસની બસ જતી રહેશે" કહેતાં ઝડપથી ચાલવા લાગ્યા.

બીજા દિવસે સવારથી પૂજાની તૈયારી ચાલી રહી હતી.વારંવાર મારી નજર બારણાં બાજુ જતી હતી.પણ દીદી દેખાતા ન હતા.

બીજે દિવસે ઓફિસ ગઇ  ત્યારે પણ દીદી આવ્યા ન હતાં.ત્યારબાદ પણ દીદી ઓફિસ ના આવ્યા.મને એમની તબિયતની ચિંતા થવા લાગી.પછી એકાએક યાદ આવ્યું કે ઓફિસમાં કામ કરતો પુરોહિત દીદીની બાજુમાં જ રહે છે.તેથી જ મેં પરોહિતને પૂછ્યું તો કહે,"તને એની ચિંતા થાય છે.વાહ...તારા કારણે એ છોકરીને કેટલું સહન કરવું પડ્યું એ તને ભાન છે?દીદી....દીદી કરી એની હિતેચ્છુ બનવા ગઈ હતી પણ દુશ્મન બની ગઇ.

"પુ....રો...હિ...ત.."હું ગુસ્સામાં બરાડી ઉઠી.મારો ગુસ્સો જોઈ પુરોહિત થોડો શાંત થતાં બોલ્યો,"ડોલી,તું અમારા બોસની દીકરી છું.તારા પ્રત્યે મને લાગણી છે માટે મારાથી કડવાશથી બોલી જવાયું.મેં ઓફિસમાં કોઈને ય ક્યારેય  વાત કરી નથી.કદાચ કરત પણ નહીં જો બે દિવસ પહેલાં આ બનાવ બન્યો ના હોત તો..."

"શું બન્યું?હું અધિરાઈપૂર્વક પૂછી બેઠી."

"શું બનવાનું હતું?તેં એ છોકરીને તૈયાર કરાવી પણ એનુ પરિણામ જાણે છે?એના ભાઈને એની કોઈ પણ સાથેની મિત્રતા પસંદ નથી.કોઈ અગમ્ય કારણસર એ તારી બાજુ ખેંચાઈ.તારે કારણે એ જુઠ્ઠુ બોલી કે હું ઓફિસ જઉં છું.એ ઓફિસમાં રજા મુકી તારે ત્યાં આવી પણ એના ભાઈએ રોજની જેમ ઓફિસ ફોન કર્યો ત્યારે ખબર પડી કે એ રજા પર છે.સાંજે ઘેર પહોંચી કે એના ભાઈએ પૂછ્યું કે ક્યાં ગઇ હતી?એણે ઓફિસનું નામ એટલે દીધું કે એ કોઈ જોડે સંબંધ રાખે એ એના ભાઈ ને પસંદ ન હતું.તારી સાથે બંધાયેલી આત્મીયતા એ છુપાવવા માંગતી હતી."

ત્યારબાદ તો એના ભાઈએ વ્યંગબાણોનો વરસાદ વરસાવા માંડ્યો.એ તો બહેનને મારવા તૈયાર જ હતો પણ એ પાછળ ખસવા ગઈ અને દાદર પરથી નીચે પડી.એના પગનું હાડકું તૂટી ગયુ છે  એ હોસ્પિટલમાં છે પણ એનું આ નવુ સ્વરૂપ જોવા હોસ્પિટલ ના પહોંચી જતી."

મારી આંખોમાં આંસુ આવી ગયા.અરે,

એમ.બી. એ.થયેલી યુવતીની આ દશા!પુરોહિતે કહ્યં કે એનો બધો પગાર તથા આકાશવાણી અને ટી.વી.પરથી મળતાં પૈસા પણ એના ઘરના લઈ લે છે. એ પોતાના માટે પણ કોઈ વસ્તુ ખરીદી શકતી ન હતી,કોઈ જોડે સંબંધ રાખી શકતી નથી. હજી સુધી એના માટે છોકરાંઓ પણ જોયા નથી.ઘરમાં એ કામવાળીની જેમ રહે છે .કહે છે કે કામવાળી સારૂ કામ ના કરે અને રસોઈવાળીની રસોઇમાં ભલીવાર ના હોય.એના ભાઈને કોઈ છોકરીએ છોડી દીધેલો એટલે એ લગ્ન નથી કરતો અને બેનને કરવા નથી દેતો."

ત્યારબાદ તો દીદીની ખાલી કેબિન જોતાં હું મારી જાતને જવાબદાર ગણતી.આવા વિચારોને કારણે હું ચિત્રો દોરી શકતી ન હતી.તેથી જ મેં પ્રદર્શનની તારીખ મહિનો લંબાવી.

દોઢ મહિના બાદ દીદીનુ ઓફિસમાં આગમન થયું.મોં પર બિલકુલ ફિક્કાસ હતી.દીદી પાસે દોડી જવાનું મન થતું પણ હું મારી જાતને ગુનેગાર સમજવા લાગી હતી.

આખરે આર્ટ ગેલેરીના મારા ચિત્રોનું પ્રદર્શન હતું. એનું કાર્ડ આપવા ગઇ.એમના ટેબલ પર કાર્ડ મુકતાં હું બોલી,"મારા ચિત્રોનું પ્રદર્શન છે મને આશીર્વાદ આપવા નહીં આવો?"

દીદીએ મારી સામે જોયા વગર કહ્યું ,"હું પ્રયત્ન કરીશ. પરંતુ દોઢ મહિનાની રજાને કારણે મારૂ કામ ઘણું વધી ગયુ છે.છતાંય પ્રયત્ન કરીશ"

દીદી બિલકુલ બદલાઈ ગયા હતા.મારી આંખમાં આંસુ આવી ગયા.

જે દિવસે પ્રદર્શન ચાલુ થયું તે દિવસે દીદી ના આવ્યા.મેં દીદી માટે જે ચિત્ર બનાવ્યુ હતુ એનો ભાવ ઘણા બધા પૂછતાં પણ હું કહેતી મારે આ ચિત્ર વેચવાનું નથી.

બીજા દિવસે દીદી આવ્યા. મેં કહ્યું,"દીદી,કાલે મને આશીર્વાદ આપવા ના આવ્યા?"

"ડોલી,મારા આશીર્વાદ તો હંમેશ તારી સાથે જ છે."બોલતાં એમનો સ્વર રૂંધાઈ ગયો.દીદી તથા એમના ભાઈએ આખુ પ્રદર્શન જોયું. મને હતું કે દીદી એમની પસંદનું કોઈ ચિત્ર પસંદ કરી મને ભાવ પૂછે પણ હું પૈસા નહીં લઉં.પરંતુ મને પરોહિતના શબ્દો યાદ આવ્યા કે એ પોતાના  માટે કંઈ ખરીદી જ ના શકે."

દીદીએ પ્રદર્શન જોઈ લીધુ.એટલે હું દીદી પાસે આવી.દીદી માટે બનાવેલુ ચિત્ર દિવાલ પરથી ઉતારી દીદીના હાથમાં મુકતાં બોલી,"દીદી મારા તરફથી તુચ્છ ભેટ"

ચિત્રનું શીર્ષક હતું `જળ કાગડો´.મેં દીદી સામે જોયુ તાે એમનો ભાઈ કોઈ ઓળખીતુ મળતા વાતોમાં મશગુલ હતો.એ તકનો લાભ લઈ મેં દીદીને કહ્યું,"તમે જળકાગડાની વિશિષ્ટતા જાણો છો?કાગડાની લાંબી ડોકે એક રીંગ બેસાડવામાં આવે છે.પછી માછીમાર એ કાગડા ને લઈને સમુુદ્ર તરફ જાય છે.જળકાગડો માછલુ પકડે પણ પેલી રિંગને કારણે ગળી ના શકે.માછીમાર એને બાંધેલી દોરીથી રિંગને ખેંચી લે.એ દરમ્યાન પણ જળકાગડો મોટી માછલી છોડી ના શકે અને માછીમાર માછલી એના ગળામાંથી કાઢીને ફરી જળકાગડાને બીજી માછલી પકડવા ઉડાડે.

દીદી ઘરની વ્યક્તિ તમને પ્રોત્સાહન આપે જેથી તમે એ વસ્તુ પામવા મથ્યા કરો.પછી જળકાગડા ની જેમ કુટુંબના સભ્યો પેલી રિંગ ગળે બાંધી દે છે.દીદી વ્યવહારિક દ્રષ્ટિ એ તમે ગમે તેટલા સફળ અને સલામત છો,તમારા પેટની ભુખ પણ સંતોષાય છે છતાંય ગળે બાંધેલી રિંગ તો માત્ર રિંગ જ છે.પછી ભલે એ સુંવાળા રેશમીની કે ચળકતાં સોનાની હોય.દીદી,ગળેથી રિંગ કાઢીને પોતે પકડેલી માછલી પોતે જ ખાવી એ જીવનનો આનંદ ના હોઈ શકે!

દીદી, હું ઈચ્છુ છું કે આપણુ જીવન જળકાગડા જેવું ના હોવુ જોઈએ.મારૂ આ ચિત્ર જ્યારે જ્યારે જુઓ ત્યારે આ વિષે વિચારજો. દીદી કંઈ જવાબ આપે એ પહેલાં એમનો ભાઈ આવી ને બોલ્યો,"ચલ, આપણ ઘેર જઈએ. બહુ મોડુ થઈ ગયું.અને દીદી ચૂપચાપ એમના ભાઈ પાછળ ચાલવા માંડ્યા.

મને લાગ્યું ક્યારેય આ જળકાગડો ગળાની રિંગ કાઢવા સમર્થ નહીં બને.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy