Nayanaben Shah

Others

3  

Nayanaben Shah

Others

કોરી ચુનરીયા

કોરી ચુનરીયા

2 mins
13


"મમ્મી, મને તમારી સફેદ સાડી આપશો ?"

"બેટા, આ ઘર તારૂ જ છે. મને પૂછવાનું જ નહીં. કબાટ ખોલીને લઈ લે. "

"મમ્મી, મારે ભારત આવે માંડ પાંચેક મહિના થયા છે, મને એવી ખબર જ ન હતી કે બેસણામાં સફેદ સાડી જ પહેરવાની હોય છે. "લોપા અચકાતા અચકાતા એના સાસુને કહી રહી હતી.

"બેટા, સફેદ રંગ શાંતિનું પ્રતિક છે. માટે જ સફેદ રંગ પર પસંદગી ઉતારવામાં આવે છે. આપણા રાષ્ટ્રધ્વજમાં પણ સફેદ રંગ છે. તને ખબર જ હશે કે શાંતિના પ્રતિકરૂપે સફેદ કબૂતર ઉડાડવામાં આવે છે. યોગા કરતી વખતે પણ સફેદ રંગના વસ્ત્ર પરિધાન કરવાના હોય છે. બીજું કે આપણો દેશ ગરમ છે. સફેદ રંગને કારણે ગરમી ઓછી લાગે માટે આપણા દેશમાં સફેદ રંગ પર પ્રથમ પસંદગી ઉતારવામાં આવે છે. "

"મમ્મી,તમે એક બીજી વાત કહેવાનું તો ભૂલી જ ગયા કે સફેદ રંગના વસ્ત્ર પર કોઈ પણ રંગ નાંખો તો તરત ખબર પડે કે હોળીનો તહેવાર છે. "લોમેશે પાછળથી પ્રવેશ કરતાં કહ્યું.

જ્યારે લોપા સફેદ સાડી પહેરી ને બહાર આવી ત્યારે એના પતિ લોમેશે એની પર અબીલગુલાલ ઉડાડતા કહ્યું,"લોપા, સફેદ રંગની ચુનરિયા કોરી રહે તો સારી ના લાગે. "

"અરે,આ સાડી તો મમ્મીની છે તમે આ શું કર્યું ?"

"મમ્મી પાસે ઘણી સફેદ સાડીઓ છે. કબાટમાંથી બીજી લઈ લે જે પરંતુ આ દિવસોમાં ચુનરિયા કોરી રહે એ કેમ ચાલે ?"

લોમેશની વાત સાંભળી એના મમ્મી પણ હસી પડયા. બોલ્યા,"લોપા,તારી ભારતમાં પહેલી હોળી છે. તો રંગોથી રંગાઈને આનંદ માણી લે."

સાસુનું વાક્ય પુરૂ થતાં ત્રણેયના મોં પર આનંદ છવાઈ ગયો.


Rate this content
Log in