Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#RangBarse

SEE WINNERS

Share with friends

આ હોળી, રંગોના જાદુમાં ડૂબી જવાનો સમય છે. ચાલો આ રંગોત્સવને એક થેરાપી બનાવી લઈએ.                               

આપને તેને એક કળા કહીશું, એક ઉપચાર કહીશું, તમારા જીવનમાંઆ રંગો તો ભરી જૂઓ બધું સુંદર સુંદર થઈ જશે ! 

હોળી રંગો, લાગણીઓ અને આનંદનો ઉત્સવ છે. દરેક રંગ પોતાની અંદર એક વિશેષ અર્થ અને ઉર્જા સમાવીને બેઠો છે. જેમકે લાલ એ શુભલગ્ન અને મંગળનું પ્રતિક છે, તો કેસરી એ બલિદાન અને શૌર્યનું પ્રતિક છે, સફેદ શાંતિનું પ્રતિક છે તો વાદળી હિન્દુ ધર્મમાં પૂજનીય ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. જયારે લીલો નવી શરૂઆત અને હરિયાળીનું પ્રતિક છે.

આ હોળીના ઉત્સવ પર તમારા જીવનને આનંદ, ઉત્સાહ, ખુશી અને સમૃદ્ધિના રંગોથી તરબોળ કરી દેવા આ વસંતની ઉજવણી તરીકે સ્ટોરીમિરર રજુ કરે છે, #RangBarse. 

તો તમારા રંગીન વિચારોને પકડો અને તમારી સર્જનાત્મકતાને છૂટો દોર આપી લખવાનું શરુ કરો અને જીતો આકર્ષક ઇનામો !

 નિયમો :

1.    સ્પર્ધકો હોળી થીમ પર પોતાની વાર્તા અને કવિતા સબમિટ કરી શકશે.

2.    વિજેતાની પસંદગી સંપાદકીય સ્કોરને ધ્યાને લઈને કરવામાં આવશે.

3.    સ્પર્ધકો એ પોતાની મૌલિક રચના સબમિટ કરવી જોઈએ, આપ ચાહો એટલી રચનાઓ સબમિટ કરી શકો છો.

4.    તમારી રચનામાં #RangBarse હેસટેગનો ઉપયોગ અવશ્ય કરો.

5.    રચના માટે શબ્દોની કોઈ મર્યાદા નથી.

કેટેગરી :

વાર્તા

કવિતા

ઇનામો :

1.    શ્રેષ્ઠ ૩ વાર્તા અને કવિતાને રુ. ૨૫૦/-નું સ્ટોરીમિરરનું ગિફ્ટ વાઉચર આપવામાં આવશે.

2.    વિજેતાને ડીજીટલ વિજેતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

3.    ભાગ લેનાર દરેકીને સુંદર રંગીન ‘હોળીકાર્ડ’ આપવામાં આવશે, જે આપ આપના મિત્રો અને સ્નેહીજનોને મોકલી શકશો.

4.    દરેક ભાષામાં શ્રેષ્ઠ ૩૦ વાર્તાઓ અને કવિતાઓની ઈ-બુક પ્રકાશિત કરવામાં આવશે.

સમયગાળો : ૧૨ માર્ચ ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૧

પરિણામની જાહેરાત : 28 એપ્રિલ 2021