Nayanaben Shah

Romance

4  

Nayanaben Shah

Romance

એક્વા રિજિયા

એક્વા રિજિયા

3 mins
14


ઈશ્વરે રંગોમાં કેટકેટલી વૈવિધ્યા પુરી છે. રંગો એટલે ઉલ્લાસ. આનંદ અને જલસા. રંગોત્સવ ઉજવાય ત્યારે રંગ ના જોવાય. ચારે તરફ રંગોનું સામ્રાજ્ય હોય. જયાં આસમાન રંગીન લાગે અને જમીન પણ રંગીન લાગે.

પરંતુ આ વખતની હોળીની વાત જુદી હતી. એ વાતને કેટલાય વર્ષો વીતી ગયા. લગભગ ચાર વર્ષ થઈ ગયા. ઘણા વર્ષો બાદ આજે હાસ્ય પોળમાં હોળીના રંગોમાં રંગાવા અને રંગવા આવેલો. એની આંખો શોધી રહી હતી નાવિકાને. એ બરાબર ચાર વર્ષ પછી ભારત આવ્યો હતો. એક સમય હતો કે એ ક્યારેય નાવિકાથી દૂર જવા માંગતો જ ન હતો. પરંતુ એક નાની બાબતમાં નાવિકા અને હાસ્ય વચ્ચે મનદુઃખ થઈ ગયુ હતું. નાવિકાને મનાવવા એણે ક્યાં ઓછા પ્રયાસો કર્યા હતા ! આખરે હાસ્યએ નક્કી કર્યું કે નાવિકા વગર ભારતમાં રહેવાનો કંઈ જ અર્થ નથી. તેથી તો એ ભારત છોડીને જતો રહેલો.

નાવિકા એનાથી રિસાઈ ગઈ હતી. છતાં પણ એ એના મિત્રો મારફતે એની ખબર રાખતો. ચાર વર્ષ બાદ એ ભારત આવ્યો ત્યારે એને ખબર હતી કે નાવિકાના હજુ સુધી લગ્ન થયા નથી એટલે તો એણે નક્કી કરેલું કે ગમે તે થાય પણ ધુળેટી પર નાવિકાને રંગવા જવું. કદાચ એ ગુસ્સે થાય તો કહેવું. "બુરા ના માનો હોલી હૈ. "

નાવિકાનો પ્રિય રંગ એટલે લાલ રંગ. એ પોતાની સાથે લાલ રંગ લઈને જ ગયેલો. પોળમાં જતાંની સાથે જ એણે બૂમ પાડી. "નાવિકા. બહાર આવ. " બે ત્રણ બૂમ પાડવા છતાં પણ નાવિકા બહાર ના આવી ત્યારે હાસ્યએ કહ્યું. "આન્ટી, નાવિકાને બહાર મોકલો નહીં તો ઘરમાં આવીને હું રંગી જઈશ તો તમારે જ ઘર સાફ કરવું પડશે."

આખરે નાવિકા જેવી ઘરની બહાર નીકળી કે હાસ્યએ એને લાલ રંગથી રંગી કાઢી. નાવિકા પણ લાલ રંગ લઈને આવી હતી. હાસ્ય બોલ્યો.

"નાવિકા. લાલ રંગ પ્રેમનો રંગ છે."

"એ તારા માટે હશે આ મારી લાલ થયેલી આંખો જો એ ગુસ્સાનું પ્રતિક છે."

"તો તારા હાથમાં પ્રેમના પ્રતિકરૂપ લાલ ગુલાબ માથા પરથી કાઢી મારી તરફ કેમ લંબાવ્યુ ?"

"આપણા પ્રિય લાલ રંગનો મહિમા જ અનોખો છે. લાલ રંગ લોહીનો રંગ છે. શ્રી સુભાષબાબુ આઝાદી વખતે કહેતાં હતાં. "તમે મને લોહી આપો. હું તમને આઝાદી આપીશ. ગણેશજીને પ્રિય જાસુદનું ફુલ લાલ રંગનું. એ ઠંડક પણ અર્પણ કરે અને એનો રસ વાળમાં લગાડવાથી વાળ કાળા થાય. "

"તો મને મૂકીને ચાર ચાર વર્ષ સુધી અમેરિકા કેમ જતો રહ્યો ?"

"નાવિકા. મહેદીનો રંગ પણ લાલ હોય છે. હવે તો હું તારા હાથે પણ આપણા પ્રેમનો લાલ રંગ જોવા માંગુ છું. "સાંભળી ભાવિકા શરમાઈ ગઈ. હાસ્ય એ કહ્યું. "જો નાવિકા શરમ નો રંગ પણ લાલ છે."

હાસ્ય બોલ્યો. "નાવિકા તું તો સાયન્સ ગ્રેજ્યુએટ છું. તને તો ખબર જ હશે એકવા રિજિયાની. હાઈડ્રોકલોરિક એસિડ અને નાઈટ્રીક એસિડ ભેગા થઈ જીવન રસાયણ બને છે એમાં પ્લેટિનમ જેવો પદાર્થ પણ ઓગળી જાય. જ્યારે આપણે તો નાનું સરખું મનદુઃખ હતું. એને ઓગળતા કેટલી વાર ! હું ઘેર જઈને મારા મમ્મી પપ્પાને તારે ત્યાં લગ્નનું મુર્હત કઢાવવા મોકલુ છું. "


Rate this content
Log in

Similar gujarati story from Romance