Nayanaben Shah

Romance

4  

Nayanaben Shah

Romance

ગાેળનું ગાડું

ગાેળનું ગાડું

2 mins
224


ગોપાલ ઘુંટણિયા ભરતો દાદા પાસે પહોંચી ગયો. દાદા તો ગોપાલને જોતાંની સાથે જ ઉંચકી લેતાં. ગોપાલને ઘરમાં ગમે તેટલા રમકડાં આપીને બેસાડો પરંતુ દાદાને જોતાં જ ઘુંટણિયા ભરી દાદા પાસે પહોંચી જતો. બસ પછી તો દાદા ઉંચકે એટલે બોખા બોખા મોં એ દાદાને વળગી પડતો. દાદા પાસેથી કોઈની પણ પાસેે જતો નહીં.

બંનેના બોખા મોં હાસ્ય કરે ત્યારે, જાણે કે વહાલનો દરિયો ઉમટી પડતો. ગોપાલના દાદા વિચારતાં કે આ કેવું જીવનચક્ર છે !

એમને પણ એમના દાદા ખૂબ વહાલા હતાં. કોલેજમાં હતાં ત્યારે એમનું મૃત્યુ થયું તે વખતે પોતાની ઉંમર ભૂલીને દાદાના મૃતદેહને ઘરની બહાર લઈ જ નહતો જવા દેતો. કેટકેટલો સમય વિતી ગયો ! એ નાના કોલેજીયન યુવાનમાંથી ગોપાલના દાદા બની ગયા. એ તો ગોપાલમાં એ પોતાની જાતને જોતાં.

સમય કેટલો જલદીથી પસાર થઈ જાય છે ! બાળપણથી વૃધ્ધત્વ સુધીની સફર કેટલી જલદી પૂર્ણત્વના આરે પહોંચી ગઈ.

ત્યાં તો ગોપાલે એના નાના નાના હાથ વડે દાદાના ચશ્માં ખેંચ્યા. ગોપાની શરારતોથી પણ દાદા ખુશ થતાં.

ગોપાલના મમ્મીપપ્પા નોકરી કરતાં હતાં. આખો વખત બંને એકબીજામાં ઓતપ્રોત થઈને જીવતાં. ગોપાલ માટે દાદા અને દાદા માટે ગોપાલ ગોળનું ગાડુ હતા.

દાદાનું બાળપણ પાછું આવ્યું હતું. ગોપાલને પીઠ પર બેસાડી પોતે ઘોડો બની જતાં. ફરીથી એ કાલીઘેલી ભાષામાં ગોપાલ જોડે વાતો કરતાં ત્યારે કોઈ માની પણ ના શકે કે ગુજરાતી સાહિત્યના આ વ્યક્તિ પી. એચ. ડી.ના ગાઈડ છે. માટે તો કહેવાય છે કે વ્યક્તિને મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું લાગે.


Rate this content
Log in

Similar gujarati story from Romance