સ્તુતિ પંડ્યા

Romance

4  

સ્તુતિ પંડ્યા

Romance

હેપી 'વેલણટાઇન'

હેપી 'વેલણટાઇન'

3 mins
843


પ્રેમ લાગણી અને શારીરિક આકર્ષણ વચ્ચે સૂક્ષ્મ ભેદ રેખા છે આજની યુવા પેઢી એટરેક્શન ને લવ સમજી લેવાની ભૂલ કરી બેસે છે.

ઉંમરનાં અમુક તબક્કે આકર્ષણ સ્વાભાવિક છે પણ એમાં સાવધ રહેવું પણ જરૂરી છે જેણે પણ કહ્યું છે કે પ્રેમ થઈ જાય છે એ સાચી વાત પણ થયાં પછી સાચા ખોટાની સમજણ ગુમાવી દેવી એ ખોટી વાત છે.

આ વિદેશી સંસ્કૃતિનાં ચક્કરમાં કેટલીયે યુવતીયો હોમાઈ ગઈ છે. માટે આ વાર્તા દ્વારા એટલોજ સંદેશો આપવા માંગીશ કે પ્રેમ ને શારીરિક સબંધોનાં ભેદને ઓળખો.


'ક્રિષ્ના ક્યાં ગઈ હતી ?' કેતન વેધક નજર નાંખી અને ઘર માં પ્રવેશી રહેલ ક્રિષ્ના ને પૂછી રહ્યો હતો 'બજાર માં ગઇ'તી 'ક્રિષ્ના એ છેલ્લા આઠ વર્ષથી જે ટૂંકમાં જવાબ આપતી હતી તેજ આપ્યો ને રસોડામાં જતી રહી.

ક્રિષ્ના ના ગયા પછી કેતન બેસીને આવતીકાલના પ્રોગ્રામમાં કઈ રીતે ના જવું તેનો જવાબ વિચારી રહ્યો હતો બધા ભાઈબંધ ભેગા થઈ આવતીકાલે વેલેન્ટાઇન ડે ની પાર્ટી રાખવાના હતા જેમાં ક્રિષ્નાને લઈ જવી યોગ્ય નથી એવું કેતન ને લાગતું હતું.

લગ્ન ના પહેલા જ વર્ષે વેલાન્ટાઇન ડે ના દિવસે જયારે કેતન ક્રિષ્ના ને લઈ ને હોટલમાં ગયો ત્યાં ગામઠી લહેકા માં ક્રિષ્નાનો બોલાયેલો "વેલણટાઇન" શબ્દ કેતન માટે અસહ્ય બની ગયો હતો ને ત્યાર પછી ક્યારેય કેતન કે ક્રિષ્ના એ વેલેન્ટાઇન ડે ઉજવ્યો ન'તો.

હા એક વાત કેતનની સારી હતી કે તેણે ક્રિષ્ના ને ક્યારેય બદલવાની કોશિશ નહોતી કરી.

કેતન અને ક્રિષ્ના પૂર્વ અને પશ્ચિમ હતાં કેતન ભણેલો ગણેલો ને સામે ક્રિષ્ના થોડું ભણેલી દેખાવમાં બેય સરખા પણ બીજી એકપણ વાતમાં મેળ પડતો નહતો.

બંનેનાં લગ્ન પરિવારની મરજીથી થયેલા વરવધુની ઈચ્છા કોઈ એ પૂછી ના હતી, પણ જમાનાનાં જાણકાર વડીલોએ કઈ સમજી વિચારી ને નિર્ણય લીધો હતો.

કેતન ને ક્રિષ્નાથી કોઈ તકલીફ ન હતી પણ છતાંય કંઈક ઊણપ હતી લગ્નજીવન માં સામે ક્રિષ્ના પણ કંઈક ઊણપ અનુભવી રહી હતી.

ક્રિષ્ના ગામડાની હોવાથી તેનો લહેકો ગામઠી હતો બાકી ક્રિષ્ના બધીજ રીતે હોશિયાર હતી. અને કેતન ક્રિષ્ના ને એક વસ્તુની જેમ રાખતો કોઈ લાગણી નહિ. પણ ક્રિષ્ના એ બધું અવગણી શકે એટલી સક્ષમ હતી એ સારી વાત હતી નહિ તો પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી હોત ને વડીલો પણ કઈ ના કરી શક્યા હોત.

સંસારનાં નિયમ મુજબ લગ્નનાં બીજા વર્ષે 'ખુશી'નો જન્મ થયો ક્રિષ્ના અને કેતન બેય ખુશ હતા પણ ખુશી તેમના વચ્ચે સેતુ બની ગઈ હતી બાકી હજુ પણ કંઈક 'ઊણપ' હતી.

આખરે ચૌદ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેમાં ના જવાનું બહાનું શોધી કેતન ને રાહત થઈ ને તેણે તેના ખાસ મિત્ર રોહન ને ફોન કરી ના પાડી દીધી.

"હેપ્પી વેલેન્ટાઈન ડે માય ડિયર હસબન્ડ"ચૌદમી તારીખ ના સવારે પાંચ વાગ્યે કેતન ના કાને આ શબ્દો સંભળાયા કેતન સફાળો જાગી ગયો તેણે જોયું તો સામે ક્રિષ્ના મોર્ડન લુકમાં તૈયાર થઈ ને બેઠી હતી ને ખુશી જાગી ના જાય તેથી નીચે સુવડાવી દીધી હતી. કેતન હજુ પણ બાઘા ની જેમ ક્રિષ્નાને જોઈ રહ્યો હતો ત્યાં ફરી ક્રિષ્ના બોલી " આઈ હેવ લવ્ડ યુ સીન્સ ધ ફર્સ્ટ ડે આઈ સો યુ બટ યુ નેવર અંડરસ્ટુડ ધ ફીલિંગ્સ ઇનસાઈડ મી ધેટ ઑલ્સો હેવ અ હાર્ટ એન્ડ ઇટ બિટ્સ ફોર યુ."

અશ્રુ મિશ્રિત શબ્દોમાં આટલું જ બોલી શકી ક્રિષ્ના, પણ તેનો ઈંગ્લીશ બોલવાનો લહેકો કોઇ ફોરેનર જેવો હતો અને હાવભાવથી પણ કેતન અંજાઈ ગયો હતો તેના માનવામાં ન'તું આવતું કે આ ક્રિષ્ના છે !

કેતન રડી રહેલી ક્રિષ્ના ને જોઈ રહ્યો હંમેશા હસતી રહેતી ક્રિષ્ના ને રડતી જોઈ ખબર નહીં કેમ કેતનનું દિલ દુઃખી થઈ રહ્યું તેને ક્રિષ્ના પર અજબનો વહાલ આવી રહ્યો હતો ને સાથે સાથે પોતાના પર ગુસ્સો પણ તેનું કારણ તે પોતે પણ જાણતો હતો.

કેતને ક્રિષ્નાને પ્રેમથી પોતાની મજબૂત બાહુપાશમાં સમાવી લીધી ક્રિષ્ના પણ જાણે આ ક્ષણના ઇંતેજારમાં હોય તેમ કેતન પર ચુંબન વર્ષા કરવા લાગી.

અચાનક કેતને ક્રિષ્ના ને પૂછ્યું 'તું ઇંગ્લિશ ક્યાંથી શીખી ?'ત્યારે હસી ને ક્રિષ્ના એ કીધું ગૂગલ સાહેબ જોડેથી 'ને બેય ખડખડાટ હસી પડ્યાં.

બે દિલ આજે એક થઈ રહયા હતાં "ઊણપ " દૂર થઈ રહી હતી વર્ષોના તરસ્યા બે પ્રેમી અનાધાર પ્રેમ વર્ષામાં તરબોળ થઈ રહ્યાં હતાં."તન" તો ક્યારનાય મળી ચૂક્યા હતાં પણ" દિલ" આજે મળી રહયા હતાં.

કંઈક વિચારી કેતને રોહનને ફોન કર્યો અને કીધું 'અમે રાતની પાર્ટીમાં આવાના છીએ.'

આજે આટલા વર્ષે કેતનને એમ લાગ્યું કે તેણે કિંમતી સમય માત્ર એક 'શબ્દ' ને લીધે ગુમાવી દીધો......!


Rate this content
Log in

Similar gujarati story from Romance