સ્તુતિ પંડ્યા

Abstract Inspirational Others

3  

સ્તુતિ પંડ્યા

Abstract Inspirational Others

દાદા

દાદા

2 mins
258


'સટાક'

અવાજ આવતાં જ હરીશભાઈ બહાર આવી ને પિતા અનિલભાઈ ને પૂછવા લાગ્યા,

'પપ્પા શુ થયું કેમ નિખિલ ને માર્યું ?'

નિખિલ એ અનિલભાઈનો પૌત્ર અને હરીશભાઈનો પુત્ર. એ અને ઘરના બધા આ ઘટનાથી વિચારમાં પડી ગયા હતાં કે ઘરના સૌથી વહાલા નિખિલને દાદાએ લાફો કેમ માર્યો.

'જેને માર્યું એ સારી રીતે જાણે છે એનું કારણ બીજા કોઈએ જાણવાની જરૂર નથી, જાવ બધા પોતપોતાના કામે અને નિખિલ જોડે આ બાબતે કોઈએ વાત કરવાની નથી. '

આટલું કહી દાદા પોતાના રૂમમાં જતા રહયા ને બધા પોતાના કામે વળગી ગયા એકમાત્ર નિખિલ ત્યાં ઊભો રહ્યો.

કંઈક વિચારી ઘરની બહાર જતો રહ્યો ને આવ્યો ત્યારે એકલો ન હતો જોડે બાજુની સોસાયટીમાં રહેતી રુચિ હતી ને સીધો દાદાના રૂમમાં ગયો.

'દાદા માફ કરી દો મને, હવે ક્યારેય આવી ભૂલ નહિ કરું'

'ભૂલ તો તે કરી અને હવે કરીશ તો તું ઘરની બહાર જઈશ, તારે જવાની છે અને મારે ઘડપણ અને આ બેય ઉંમરમાં સમજણ જતી રહે છે તેવું લોકો કહે છે પણ 87 વર્ષે મારે સમજણ અને ઘડપણ બેય સલામત છે. તને માફ કરવાનો હક હું રુચિ ને આપું છું અને સજા કરવાનો પણ.. '

'તારે ધ્યાન રાખવું જોઈતું હતું રુચિ એ ઈચ્છાથી તારી મદદ નહોતી માંગી મજબૂરીમાં માંગી હતી અને કોઈની મજબૂરી ના સમજવી સૌથી મોટી કાયરતા છે. રાતનો સમય અને સુમસાન રસ્તા પર સ્કૂટી બગડતા નિસહાય રુચિને મદદ કરવાની જગ્યાએ તું દોસ્તો સાથે પિક્ચર જોવા જતો રહ્યો. એતો સારું થયું કે તારો ફોન ચાલુ રહી ગયો હતો એટલે મને વાતની જાણ થઈ અને મેં તને પાછો મોકલ્યો, ખબરદાર જો હવે આવી ભૂલ કરી છે તો.'

અને રુચિ સજળ આંખે દાદાની ઘડપણની જવાની જોઈ રહી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract