સ્તુતિ પંડ્યા

Inspirational Others

3  

સ્તુતિ પંડ્યા

Inspirational Others

સમુદ્રની પ્રાપ્તિ

સમુદ્રની પ્રાપ્તિ

1 min
226


'પ્રાપ્તિ તું ક્યાં ગઈ'તી અમારા બધાનાં જીવ ઊંચા થઈ ગયા આટલું બધું મોડું અવાય ફોન પણ બંધ છે ! 'પ્રાપ્તિ ને જોતા નયનાબેન એટલે કે પ્રાપ્તિ ના મમ્મી એ ટકોર કરી.

પણ પ્રાપ્તિ શાંતિથી બોલી કામ હતું 'ઓફિસમાં કામ હતું અને ફોન બંધ થઈ ગયો'તો. '

'ઓફિસે થી ફોન કરવો જોઈએ ને ગાંડી આ જમાનો કેવો થઈ ગયો છે જોતી નથી તોયે આવી ભૂલ કરે છે. '

'સારૂ હવેથી ફોન કરી દઈશ હવે ભૂખ લાગી છે ખાવા આપ. '

'અરે દીકરી તું નદી જેવી છે જો દરિયા જેવી હોત તો ચિંતા ન હતી. '

ત્યાં પ્રાપ્તિ મનમાં વિશાલ સરનું મોઢું યાદ કરી મનમાં મલકાઈ અને મનમાં બોલી "તારી દીકરી નદીની પ્રાપ્તિ નથી શાંત સમુદ્રની પ્રાપ્તિ છે, જે તોફાની ક્યારે બને તે કોઈ ને ખબર હોતી નથી !"

બીજી બાજુમાં વિશાલ સર પોતાની બદલી માટે અરજી કરી રહ્યાં હતાં કેમ કે જેને તેમણે શાંત નદી ધારી હતી તે શાંત સમુદ્ર નીકળી હતી (પ્રાપ્તિ ) જેને ખોટી ફસાવવા જતા પોતે ઘૂઘવાતા દરિયામાં ફસાઈ ગયા હતાં.

સ્ત્રી વર્ગને મફતની સલાહ મીઠી નદી નહીં ખારા સમુદ્ર જેવી બનો બોલો તમારું શું કહેવું છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational