સ્તુતિ પંડ્યા

Abstract Comedy Romance

4  

સ્તુતિ પંડ્યા

Abstract Comedy Romance

સાચું સરનામું !

સાચું સરનામું !

2 mins
223


"જો આ ગુલાબ તારા માટે લાવ્યો મસ્ત છે ને !"

'હા સાચ્ચેજ મસ્ત છે પણ તું આવા મસ્ત ગુલાબ લાવે છે ક્યાંથી ?'

'ક્યાંથી એટલે શું ખરીદું છું પોતાના પૈસાથી લે વળી કે તો બગીચો ખરીદી લાવું તારા માટે ! '

નીતિન અને અનિતા બેય આમ જોવા જાવ તો પરિણીત ન હતાં પણ જલ્દી પરણી ને ઠરીઠામ થઈ જવાના સપના જોતા હતાં કેમ કે સગાઇ થઈ ગઈ હતી, જયારે પણ મળતાં નીતિન ગુલાબ ચોક્કસ લાવતો અને તેને જોઈ અનિતા ખુશ ખુશ થઈ જતી અને લગભગ બધા ગુલાબ સાચવી ને રાખતી.

ગુલાબ પણ કેવા ખીલેલા ખીલેલા અને તાજા.

'આપણા લગ્નમાં આવા જ ગુલાબની સજાવટ કરીશું ' અનિતા એ ખુશ થઈ ને કીધું.

'હા હા કેમ નહીં..' નીતિને જવાબ આપ્યો.

અને બંને છૂટાં પડ્યાં.

'કાળું, તું ગુલાબ ક્યાંથી લાવે છે મને દુકાનનું સરનામું આપ અમારા લગ્નમાં આવાજ ગુલાબનું ડેકોરેશન કરવું છે તો વાત કરવી પડશે ને દુકાનદાર જોડે.'

'સ સ સાહેબ હું ભણેલો નથી એટલે તમને પરમ દિવસે બધી માહિતી લાવી આપીશ. '

'પરમ દિવસે કેમ '

'કાલે હું રજા પર છું એટલે. '

'સારું પણ ભૂલતો ના હો. '

નીતિન ક્યારેય ગુલાબ લેવા નતો જતો તે હંમેશા કાળુભાઈ જે ઓફિસના પટાવાળા હતાં તેમની જોડે મંગાવતા હતાં.

'કેમ આજે આવું ગુલાબ દર વખતે હોય તેવું ગુલાબ કેમ ના લાવ્યા 'ફરી મળ્યા ત્યારે અનિતાએ નીતિન ને સવાલ પૂછ્યો.

'એ ગુલાબવાળા તો ગુજરી ગયો '

'શું વાત કરે છે કેવી રીતે ?' અનિતા દુઃખ સાથે બોલી.

'ખબર નહીં કાળું કહેતો હતો એટેક આવી ગયો ઊંઘમાં ! 'નીતિન બોલ્યો

'એટલે ગઈ વખતે આપેલું એ તમારું ગુલાબ એનું છેલ્લું ગુલાબ હતું.'

'હા '

બંને પ્રમીઓ અહીં સાચી વાતથી અજાણ અફસોસ કરી રહ્યાં હતાં.

અને બીજી તરફ કાળું પણ ઊંડા નિસાસા નાખી અફસોસ કરી રહ્યો હતો કેમ કે તેનું પણ તે આખરી ગુલાબ હતું.

વાત જાણે એમ હતી કે નીતિન કાળું ભાઈ ને પૈસા આપી ગુલાબ લેવા મોકલતો પણ કાળુભાઈ ગુલાબ બાજુના ખ્રિસ્તી કબ્રસ્તાનમાં એક ભાઈ એક કબર પર ગુલાબ ચઢાવા આવતા હતાં તે લઈ આવતો હતો !

કોઈ ને ખબર પણ નહતી પડી, પણ જયારે નીતિને ડેકોરેશનનું કીધું ત્યારે પણ કાળુભાઈ ને એમ કે દુકાનનું નામ પેલા ભાઈ દ્વારા જાણી અને નીતિન ભાઈને જણાવીશ પણ બાજી ત્યારે બગડી ગઈ જયારે પેલા ભાઈ એ કીધું કે આ ગુલાબ ઘરમાં ઉગેલા છે બહારથી નથી લાવતો.

બોલો હવે જો નીતિન અને અનિતાબેન ને ખબર પડે કે આ આખરી ગુલાબનું સાચું સરનામું કયું હતું તો..!


Rate this content
Log in

Similar gujarati story from Abstract