Nayanaben Shah

Inspirational Thriller

4  

Nayanaben Shah

Inspirational Thriller

જીવનદ્રવ્ય

જીવનદ્રવ્ય

4 mins
293


"ક્રિશા, આ પહેલી દિવાળી એવી છે કે આપણી સાથે આપણો દીકરો દક્ષ નહીં હોય. "પતિનું વાક્ય સાંભળતાં જ અત્યાર સુધી રોકી રાખેલા આંસુ આંખમાંથી વહેવા માંડ્યા."

"ક્રિશા, તું રડતી જ રહીશ એ મને ખબર છે. પણ તું જ કહેતી હતી કે, "દીકરાની ઈચ્છા પરદેશ જઈને વધુ અભ્યાસ કરવાની હોય તો આપણે માબાપ તરીકે એની ઈચ્છા પૂરી કરવાની આપણી ફરજ છે. એ તો કાયમ "ગોલ્ડમેડલ" મેળવતો રહ્યો. આપણે તો નસીબદાર છીએ કે આપણને દક્ષ જેવો પુત્ર પ્રાપ્ત થયો છે. બે વર્ષ તો ક્યાંય પસાર થઈ જશે એ ખબર પણ નહીં પડે. "

"ક્રિશા, મને ખબર હતી કે તું દક્ષ વગર દિવાળી વખતે ઉદાસ થઈ જઈશ. એટલે જ આ વર્ષે દિવાળી પર આપણે માથેરાન જઈશું. આમ પણ પ્રદુષણ વગરની જગ્યાએ કુદરતી વાતાવરણ વચ્ચે મનુષ્ય દુઃખ ભૂલી જાય."

ક્રિશા પતિ સામે જોઈ બોલી, "નહીં, વ્યાપ્ત હું દિવાળીમાં ઘર છોડી ક્યાંય જવાની નથી. તમને યાદ છે કે મને રંગોળી કરવાનો બહુ જ શોખ. તમે તથા દક્ષ મને રંગોળીમાં રંગો પુરવા બહુ જ મદદ કરતાં. "

દિવાળીને દિવસે તાંબાકુંડીમાં પાણી ભરી પાણી પર રંગોળી પુરતી. એની કળા પર લોકો મુગ્ધ બની જોયા કરતાં. માથેરાન નહીં જવાનું બીજું કારણ એ પણ હતું કે દક્ષે કહ્યું હતું કે,

"મમ્મી, હું ત્યાં નથી પણ તું રંગોળી જરૂર કરજે અવનવા રંગો પુરીને. અને મમ્મી વિડીયો કોલ કરી મને આ વર્ષની રંગોળી બતાવજે."

"વ્યાપ્ત, દિવાળીના દિવસે ઘરમાં રોશની ના થાય તો અપશુકન કહેવાય. હું દિવાળીમાં ક્યાંય આવવાની નથી. "

બંને વચ્ચે વાત ચાલુ હતી એ જ સમયે મોબાઈલની રિંગ વાગી. ફોનના સ્ક્રિન પર મામા નામ જોઈ ક્રિશા ખુશ થઈ ગઈ. કહેવાય છે કે સ્ત્રીની ઉંમર ગમે તેટલી હોય પણ એ લાગણીથી પિયર સાથે જોડાયેલી જ રહે. એનો પિયર પ્રત્યેનો મોહ ક્યારેય ઓછો ના થાય. પિયરમાં માબાપ તો હતા નહીં. જે ગણો તે મામા જ હતાં. હા, એક બહેન હતી કે જેની જોડે વર્ષોથી સંબંધ ન હતાં.

"તું મામા જોડે વાત કર. શું વિચારે છે ?"

ક્રિશા વિચારોમાંથી બહાર આવીને મામા જોડે વાતો કરવા લાગી. થોડીવાર બાદ મામા બોલ્યા,

"ક્રિશા, મારે તને એક સમાચાર આપવા છે. હું જાણુ છું કે તમારે બંને બહેનો વચ્ચે સંબંધ નથી પરંતુ તારી બહેન કનીશી બહુ જ બિમાર છે, દવાખાને છે, એની પાસે કોઈ જ રહેનાર નથી.

એનો પતિ તો બહુ મોટો બિઝનેસમેન છે. અને હાલ દિવાળીનો સમય છે. એટલે બધાને ડ્રાયફ્રુટના પેકેટ તો કેટલાને સોના ચાંદીની વસ્તુઓ ભેટમાં આપવાની હોય. દીકરો એની પત્ની સાથે મહિનાની ટુરમાં ગયો છે. દિવાળી હોવાથી કોઈ બાઈ પણ મળતી નથી. તારી મામી હયાત નથી, નહીં તો હું એને મોકલત. "

મામા થોડીવાર અટકીને બોલ્યા, "ક્રિશા, કાલે એનું ઓપરેશન છે. ડાયાબિટીસ વધી જવાથી હવે એનો પગ કાપવાનો છે. "

ક્રિશાએ વાત પુરી કરી કે તરત એના પતિએ કહ્યું, "ક્રિશા, તું માથેરાન આવવાની ના પાડતી હતી તો આપણે નથી જવું પણ તું મારી વાત માન તું તારી બહેન જોડે દવાખાને રહેજે. "

"ના, વ્યાપ્ત એને ખબર પડવી જોઈએ કે જિંદગી જીવવા માટે પૈસો કામ નથી આવતો. એની બિમારીમાં એના ઓશીકા પાસે પૈસો નથી બેસવાનો."

"ક્રિશા, તહેવારો વેરઝેર ભૂલવા માટે છે. કોઈનાય ખરાબ સમયમાં કોઈનાય વિશે ખરાબ ના વિચારાય. "

"એણે જે કર્યું એ એના સંસ્કાર તું તારા સંસ્કાર કેમ ભૂલી જાય છે ? ભગવાનની સેવા તહેવારમાં હું કરીશ. રંગોળી બજારમાં તૈયાર મળે છે એ હું ચોટાડી દઈશ. તું દિવેટો તૈયાર કરીને જજે. હું રાત્રે દીવા પ્રગટાવી દઈશ. "

ક્રિશાની ઈચ્છા ન હતી પણ પતિની વાતનો વિરોધ પણ કરવાની એને જરૂર ના લાગી. કારણ લગ્નબાદ ક્યારેય બંનેજણે એકબીજાની વાત માની ના હોય એવું બન્યુ જ ન હતું.

વ્યાપ્ત બોલી ઊઠ્યો, "ક્રિશા, મારી ઈચ્છા છે કે તું જા. તહેવારો એટલા માટે જ આવે છે કે તમારી જિંદગીમાંથી દુઃખ દૂર થઈને સુખનો સૂરજ ઊગે. દિવાળી તો વળી એવો તહેવાર છે કે અંધારા પર અજવાળાનો વિજય થાય છે. અંધારી રાતમાં ઘેરે ઘેર દીવા પ્રગટાવીને અંધકાર દૂર કરવામાં આવે છે. તું નફરત દૂર કરી પ્રેમનો પ્રકાશ ના પાથરી શકે ?"

ક્રિશાની આંખમાં આંસુ હતાં. કનીશીને પૈસાનું અભિમાન. એને તો બધા તુચ્છ લાગે. પિયરમાં એ આવી ન હતી. પણ સાસરિમાં ઘમંડી લોકો સાથે રહી પૈસાને જ સર્વસ્વ માનવા લાગી.

આખરે ક્રિશા બે કલાકની મુસાફરી બાદ બીજા શહેરની હોસ્પિટલમાં પહોંચી. કહેવાય છે કે દુઃખ હોય કે સુખ માણસને એ વહેંચવા માટે બીજી વ્યક્તિ જોઈએ જ.

ક્રિશાને જોતાં જ કનીશી રડી પડી. જાણે વર્ષોથી ભેગા થયેલા આંસુ સરી પડ્યા. કનીશી વિચારતી હતી કે કોઈ એની પાસે બેસે એને આશ્વાસન આપે. હવે એક પગ જતાં અપંગની જેમ જિંદગી વિતાવવી પડશે એ દુઃખ કોની પાસે વ્યક્ત કરે !

બીજે દિવસે ઓપરેશન કરી પગ કાપી કાઢવામાં આવ્યો. જોકે એ દરમ્યાન કનીશીના પતિના ફોન ડૉક્ટર પર આવતાં એ કહેતો, "પૈસાની ચિંતા ના કરતાં. પણ કનીશીને સાજી કરી દેજો. "

ક્રિશા સતત ચાર દિવસ કનીશીની સાથે રહી. બેસતા વર્ષે એ કનીશીને પગે લાગી ત્યારે કનીશી રડી પડી એના આંસુમાં અબોલાના વર્ષો વહી ગયા.

જે દિવસે રજા આપવાની હતી એ દિવસે વ્યાપ્ત ક્રિશાને લેવા આવ્યો. બોલ્યો બ્લડ ઇઝ થીકર ધેન વોટર."

ક્રિશા હસીને બોલી, "જીવવા માટે સ્થાવર કે જંગમ મિલકત કે દ્રવ્યની જરૂર નથી હોતી જીવવા માટે જીવનદ્રવ્યની જરૂર હોય છે. જીવન દ્રવ્ય એટલે પ્રેમ."

છુટા પડતી વખતે બંનેની આંખોમાં આંસુ હતાં. વ્યાપ્તે કહ્યું, "આજે ખરા અર્થમાં દિવાળી ઉજવાઈ કે જેમાં મનદુઃખ દૂર થઈ પ્રેમનું સામ્રાજ્ય સ્થપાયું. દિવાળીનો અર્થ સાર્થક થયો. કહેતાં ક્રિશા તથા વ્યાપ્તે વિદાય લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational