Jagruti Kaila

Romance Inspirational Others

3.0  

Jagruti Kaila

Romance Inspirational Others

પ્રેમ જ પૂજા

પ્રેમ જ પૂજા

1 min
420


"અરે..! આ તારી રોજની કચકચ બંધ કર, તારી સાથે લગ્ન પણ કોણ કરત, જોયો છે ચહેરો અરીસામાં ?" પતિ મિહિરના શબ્દો કાજલનાં હૈયા સોંસરવા નિકળી જતાં.

આજે તો ઉગ્ર બોલાચાલીથી કાજલની માનસિકતા એટલી ઘવાઈ કે એ આજે એનાથી પણ શબ્દ પ્રહાર થઈ જ ગયો, "તમે મારી કમાણી અને નોકરીને લીધે મારી સાથે લગ્ન કર્યા છે, કોઈ ઉપકાર નથી કર્યો."

મિહિરે સામા પ્રહાર કરતાં કહ્યું ,"નથી જરુર તારા પગારની કે ઉપકારની, સમજી.., મને છોડીને જઈ શકે છે."

કાજલ ભગ્ન હૃદય સાથે એટલું જ બોલી કે, "હવે તો તમે એમ જ કહો ને, આજે તમારી પાસે સારી પ્રતિષ્ઠિત નોકરી છે અને મોહિની... "બાકીના શબ્દો ગળામાં જ રહી ગયા. અને એક સબંધનો અંત આવ્યો.

પણ કાળના ચક્રને કોણ ભેદી શક્યું છે, પાંચ સાત મહિના પછી કાજલની સ્કૂલ ફ્રેન્ડ ધારા કાજલને મળવા આવી અને મિહિરનો ફોટો જોઈ આશ્ચર્યચકિત થઈ ગઈ.

કાજલનાં પૂછવાથી બોલી કે "આ મારી પાસે કાલે કેસ લડવા માટે આજીજી કરતાં હતાં, કોઈ મોહિની નામની વ્યક્તિ એની પ્રોપર્ટી પડાવી ઘર છોડીને ભાગી ગઈ છે."

થોડી વાર કાજલ ઈશ્વરના ન્યાયને વિચારતી રહી અને પછી ધારાને કહ્યું, "મારા પર એક ઉપકાર કરીશ..? આ કેસ તું લડ અને ન્યાય અપાવ."

કાજલ મનોમન બોલી કે, "એને મન જે હોય તે પણ મારે મન તો પ્રેમ જ પૂજા. "


Rate this content
Log in

Similar gujarati story from Romance