Jagruti Kaila

Others

4.7  

Jagruti Kaila

Others

ઉતાવળ

ઉતાવળ

1 min
466


" ઉર્મિનાં સૌમ્ય ટહુકાર વરસાદમાં,

પ્રીતના વ્યક્ત ચમકાર વરસાદમાં."

 આ લોકપ્રિય ગઝલકાર ચેતનાજીની ગઝલ આ વરસાદમાં યાદ આવી ગઈ અને આંખમાં પણ ફરી ચોમાસું આવ્યું હોય તેમ લાગ્યું.

ત્યાં જ એના પતિ અક્ષયનો અવાજ સંભળાયો, "એ..હેતુ આ શું વરસાદ જોવા ઊભી રહી ગઈ ? ચાલ.. ફટાફટ મારુ ટિફીન તૈયાર કર. હું તારી જેમ નવરો નથી, સમજી. ઉતાવળ રાખજે. હુંને અનાયાસ હેતુથી અક્ષત અને અક્ષયની સરખામણી થઈ ગઈ, અને તે સ્વગત બોલી કે, "આ પરિવારના ઉતાવળ રાખજે ના આગ્રહે જ હું આજે જિંદગી જીવી રહી છું, માણી ક્યાં રહી છું ! "

અને રસોડા તરફ જતાં ફરી પંક્તિ યાદ આવી જેને અક્ષત હંમેશા પોતાના કાનમાં ગણગણતો. 

"કોણ કે'તું આ આસું છે વાદળ તણાં ? 

પ્રેમ વરસે મુશળધાર વરસાદમાં."

અને હેતુએ આંખમાં બેઠેલું ચોમાસું દુપટ્ટામાં છૂપાવી દીધું. 


Rate this content
Log in