Jagruti Kaila

Romance Tragedy

4  

Jagruti Kaila

Romance Tragedy

ઠગારી આશ

ઠગારી આશ

3 mins
397


108 સાઈરન સાથે દરવાજામાં પ્રવેશી, સ્ટાફ જિજ્ઞાસા સાથે હાજર, કોણ હશે ? શું થયું હશે ? બચશે કે પછી..

 દર્દીને સ્ટ્રેચર પર લોહીથી લથબથ જોઈને સમજાઈ ગયું કે આત્મહત્યાનો કેસ છે. પણ, હા જિજ્ઞાસા વધતી ગઈ.

કેમ કે, આવનાર દર્દી આ હાલતમાં પણ અતિ સુંદર લાગતી હતી. આરસમાંથી કંડાર્યુ હોય એવું દેહલાલિત્ય, લાંબા કાળા સ્ટ્ર્રેઈટીંગ કરેલ વાળ, ગુલાબી હોઠ, પાતળી પદ્મણી નાર. આટલી સુંદર અને આત્મહત્યા કેમ કરી હશે..! એ જિજ્ઞાસા ખૂબ વધતી જતી હતી.

ત્યાં જ ડોક્ટર હાજર થયા અને સ્ટાફ સભાન. પણ, આ શુંં ડોક્ટર પણ એક ક્ષણ માટે ચમકી ગયા. પણ તુરંત જાતને સંભાળી લીધી. સ્ટાફને સૂચનો અપાવા લાગ્યા. "પોલિસ કેસ નોંધાયો ? બીપી કેટલું છે ? હાર્ટ બીપ શું કહે છે ? સિસ્ટર, ઈંજેકશન અને ઓક્સિજન ફાસ્ટ."

બે કલાકની મહેનત પછી ડોક્ટર બહાર આવ્યા. કોરિડોરમાં દર્દીનો પરિવાર ઊંચા શ્વાસે રાહ જોઈ રહ્યો હતો. પોલિસ પરિવારની પૂછપરછ કરી ચૂકી હતી. સ્યુસાઈડ નોટ પણ મળી ગઈ હતી.

ડોક્ટર બોલ્યા, "દર્દી હવે ખતરાથી દૂર છે પણ નબળાઈ વધુ હોવાથી ભાનમાં આવતા વાર લાગશે, ચિંતા જેવું નથી, નાઉ, એક્સક્યુઝ મી." આટલું કહી ડોક્ટર સડસડાટ નિકળી ગયા.

પોતાની ઓફિસમાં આવી વોર્ડબોય રઘુને બોલાવી સુચન આપ્યું કે પેશન્ટને ભાન ન આવે ત્યાં સુધી મને કોઈ ડિસ્ટર્બ ન કરે ધ્યાન રાખજે." આટલું કહી ડોકટર એમની કેબિનમાં ચાલ્યા ગયા.

રઘુ પણ કન્ફયુઝ હતો કે સર આજે આટલા સેન્સેટિવ કેમ છે ?

ડોક્ટર રિવોલ્વિંગ ચેર પર બેઠા અને આંખો બંધ કરી અતિતમાં ખોવાઈ ગયા. માર્કેટમાં એક વાર આ જ છોકરી સાથે ટકરાયા હતા. એના દેખાવ, અવાજ અને સ્વભાવે એવો જાદૂ કર્યો કે આજ સુધી કોઈને પણ પોતાના જીવનમાં સ્થાન ન આપી શક્યા. આજે ત્રણેક વર્ષ પછી મુલાકાત થઈ તો પણ આ હાલતમાં ! શું થયું હશે.. ? કેમ આત્મહત્યાની કોશિશ કરી હશે.. ? આ વિચારો ઝંપવા દેતા ન હતાં.

એટલામાં રઘુ આવ્યો,"સર, પેશન્ટ ભાનમાં આવી ગઈ છે." ડોકટર તરત રઘુ સાથે બહાર નીકળ્યા. આઈ. સી. યુ. માં આવી કહ્યું, "હાય, હું ડોક્ટર અર્પિત પટેલ, તમને હવે કેવું લાગે છે ? માથું ભારે લાગે છે ? " બાકી બધુ નોર્મલ છે અને પેશન્ટ વાત કરવાની હાલતમાં છે એવું લાગતાં પોલિસને મળવાની પરવાનગી આપી.

પોલિસે થોડા સવાલ કર્યા અને એક કોમન સવાલ કર્યો, "તમે કોઈ દબાણમાં આવીને આ સ્યુસાઈડ નોટ લખી છે ? "

થોડા દિવસ દર્દી એટલે આર્વીને હોસ્પિટલમાં રહેવું પડ્યું. એ સમય દરમ્યાન સર્જન હોવા છતાં મનોચિકિત્સકની જાણકારીને કારણે ડો.અર્પિત આર્વીની સાથે મિત્રતા કરવામાં સફળ રહ્યા. 

આમ જ દિવસો અને મહિના વીતતાં ગયાં, પ્રેમીઓનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે આવતાં ડોક્ટર અર્પિતે આર્વીને પ્રપોઝ કરવાનું નક્કી કર્યુ. 

સવારમાં જ આર્વિનો ફોન આવ્યો. સામેથી સરપ્રાઈઝની વાત સાંભળી અર્પિત ખૂબ જ ખુશ થયો. સવારથી જ તૈયારીમાં લાગી ગયો. બે કપલ પેડડન્ટ વાળા ચેઈન, ફૂલ, કાર્ડ અને કેક બધું જ ખરીદી લીધું.

સાંજે નિયમિત જગ્યાએ પહોંચી ગયો. આજે ઈંતઝારની એક એક ક્ષણ અર્પિતને ભારે લાગી રહી હતી.

આખરે ઈંતઝારનો અંત આવ્યો. અર્વિ હોટલમાં દાખલ થઈ. બ્લુ ડ્રેસ, ખુલ્લા વાળ, હળવો મેક અપ, પિંન્ક લિપસ્ટીક અને વાળમાં ખોસેલું રેડ બ્યુટીફૂલ રોઝ. આ જોઈને કવિ ન હોય એ પણ શાયર બની જાય.

આર્વિ નજીક આવી, સામેની ચેર પર બેઠી અને કહ્યુ, "શું વાત છે ! જનાબ, ક્યાં ખોવાયા છો ? "

અર્પિત જવાબ આપે એ પહેલા તો આર્વિના ચહેરાની રોનક બદલાઈ ગઈ. ચહેરો એકદમ ચમકવા લાગ્યો.

એક નવયુવાન ટેબલ નજીક આવ્યો, અર્વિ એ કહ્યું, "આ છે આજની સરપ્રાઈઝ. મારો પ્રથમ અને આખરી પ્રેમ, આખરે મને મળી ગયો." ત્યાં જ હાથમાં રાખેલ કાચ તૂટ્યો અને અર્પિતને વાગ્યો. ત્યાંથી અર્પિત થોડી વારમાં નીકળી ગયો.

બીજા દિવસે સમાચાર હતાં 'અનેક લોકોને મોતના મુખમાંથી બચાવનાર ડો. અર્પિતે ઠગારી આશને કારણે કરી આત્મહત્યા.'


Rate this content
Log in

Similar gujarati story from Romance