Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayanaben Shah

Action

4.5  

Nayanaben Shah

Action

મારું કુટુંબ, મારો દેશ

મારું કુટુંબ, મારો દેશ

2 mins
435


ડૉક્ટર શુભાંગી એ ફોટાઓ સામે જોઈ રહી. જો કે એ ફોટા સાથે બીજા ઘણા ફોટા હતાં. હવે એ કુટુંબમાં એક છેલ્લી નિશાની હતી. આજે એનો હોસ્પિટલનો પ્રથમ દિવસ હતો અને તેથી જ એ બાપદાદાના ફોટાઓને પગે લાગીને આશીર્વાદ લેવા એ રૂમમાં આવી હતી. એ સ્વગત્ જ બોલી ઊઠી,"આપણા કુટુંબની પરંપરા છે કે દેશ માટે જીવ પણ આપવો પડે તો પણ પાછીપાની કરવી નહીં. આપ સૌએ દેશ માટે તમારા જીવની પણ પરવાહ નથી કરી. મને આશીર્વાદ આપો કે હું પણ દેશને મારૂ કુટુંબ માનીને સેવા કરતી રહું. જે ધરતી પર હું જન્મી છું એનું ઋણ હું ચૂકવી શકું."

શુભાંગીએ એના સાલસ અને ઉમદા સ્વભાવથી લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. જો કે એ તો ઈશ્વરને હંમેશ પ્રાર્થના કરતી કે હું મારા બાપદાદાએ ચિતરેલી કેડી પર ચાલું. એના દાદાના પપ્પા બીજા વિશ્વયદ્ધ વખતે સરહદ પર રહીને યુધ્ધ લડ્યા હતા. કેટલાય દુશ્મનોને એમના કારણે મૃત્યુને શરણે જવું પડેલું. જેના કારણે પપ્પાના દાદાનું સન્માન કરવામાં આવેલું. એટલું જ નહીં એમને "વિક્ટોરિયા ક્રોસ"ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા.

પપ્પાના કાકાદાદા તો આઝાદીની લડતમાં કેટલીયે વાર જેલમાં જઈ આવેલા. એટલું જ નહીં ખાનગીમાં બોમ્બ બનાવી અંગ્રેજોને મૃત્યુને શરણે કરેલા. એ પકડાઈ જતા ત્યારે અંગ્રેજો એમની પર અસહ્ય ત્રાસ આપતાં.

સરઘસોમાં પણ એ અગ્રસ્થાને હાથમાં ત્રિરંગો લઈને નીકળે. અંગ્રેજો ગમે તેટલો અત્યાચાર કરે પણ એ હાથમાંથી ત્રિરંગોના છોડે. એકવખત જયારે અમને લાગ્યું કે આ અત્યાચાર સામે એ ટકી નહીં શકે ત્યારે એમને ત્રિરંગો છોડવાને બદલે એમના સાથીને આપ્યો પણ ત્રિરંગાને જમીન પર પડવા ના દીધો. છતાં પણ અંગ્રેજોના મારને કારણે લાગ્યું કે હવે આખરી ઘડી છે ત્યારે એમના છેલ્લા શબ્દ હતા, "ભારતમાતા કી જય."

જયારે ભારત પાકિસ્તાનનું યુધ્ધ ૧૯૭૧માં થયું ત્યારે આપણું લશ્કર લાહોર સુધી પહોંચી ગયું એમાં એના દાદા પાયદાળ પાંખના જનરલ હતાં. પાયદળની ઉત્તમ કામગીરી બદલ એમને ફિલ્ડમાર્શલની પદવી મળી હતી કે જ્યાં નિવૃત્તિ ના હોય. પરંતુ દાદા એકવાર મોર્નિગ વોક માટે નીકળ્યા ત્યાં જ કોઈએ એમની પર ગોળીબાર કર્યો અને એમના જીવનનો અંત આવી ગયો.

કારગીલના યુધ્ધમાં તો એના પપ્પા તથા કાકા બંને જણાં લશ્કરમાં હતાં. એટલું જ નહીં  મમ્મી ત્યાં નર્સ હતી. પપ્પા તથા કાકાની ઉત્તમ કામગીરી બદલ બંનેને એવોર્ડ મળ્યો. એકને પરમવીર ચક્ર અને બીજાને મહાવીરચક્ર એનાયત કરવામાં આવ્યું.

શુભાંગી વિચારતી હતી આવા દેશભક્ત કુટુંબમાં ઈશ્વરે મને જન્મ આપ્યો છે. તો આ દેશ મારૂ કુટુંબ છે. અને એમની સેવા કરવાની મારી ફરજ છે.

પરંતુ થોડાદિવસ બાદ જ્યારે એ એલ ટી. જનરલ બની ત્યારે એને લાગ્યું કે એ પણ એના કુટુંબીજનોની જેમ હવે એનું બાકીનું જીવન દેશને સમર્પણ કરી દેશે અને દેશનું ઋણ ચૂકવશે.


Rate this content
Log in

Similar gujarati story from Action