Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayanaben Shah

Action Thriller

4  

Nayanaben Shah

Action Thriller

વિશ્વવિજેતા મારું ભારત

વિશ્વવિજેતા મારું ભારત

3 mins
239


મનહરભાઈની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી. આજે પંદર ઓગસ્ટ હતી ભારતનો સ્વતંત્રતા દિવસ. આખો દેશ અમૃત મહોત્સવ મનાવી રહ્યો હતો. મનહરભાઈને થયું કે મૃત્યુ આ દિવસે આવે તો કેવું સારૂ ! ભગવાન જન્મોજન્મ મને મારા ભારતદેશમાં જ જન્મ આપે.

એમને ભારતની ગુલામી પણ જોઈ હતી અને સ્વતંત્રતા પણ જોઈ હતી. એક ભારતદેશ જ એવો હતો કે જેને આઝાદી તો મેળવી પણ ભાગલા પડીને.

જિન્હાએ વારંવાર ચેતવણી આપી હતી કે કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતા સ્વતંત્ર ભારતમાં મુસ્લિમો સાથે અન્યાયી વર્તન કરવામાં આવશે. કોંગ્રેસ બિનસાંપ્રદાયિક હતી અને કોઈ પણ ધાર્મિક રાજ્ય રાખવાનો સખત વિરોધ કરતી હતી. ભારતમાં તો કુદરતી એકતા હતી. પરંતુ જિન્હાએ અખંડ ભારતની કલ્પના નકારી કાઢી હતી.

પંજાબ અને બંગાળના પ્રાંતોમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે હિંસા અવિરત ચાલુ રહી. ત્યારે એ પોતે લાહોરથી પહેરેલે કપડે અમૃતસર આવીને શરણાર્થીઓ માટે બનાવેલા તંબુમાં રહેલા. ત્યારે એમની ઉંમર માત્ર દસેક વર્ષ જેટલી હતી. માબાપથી તો એ વિખુટો પડી ગયો હતો. જોકે પાછળથી એને ખબર પડેલી કે હિંદુ મસ્લિમ દંગામાં તેના માતાપિતા મૃત્યુ પામ્યા હતાં.

પરંતુ ભારત સરકારે શરણાર્થીઓને બહુ જ સહાય કરી પરિણામસ્વરૂપ એ ભણીગણીને કમાતો થયો અને લગ્ન પણ કર્યા.

ભારત એવો દેશ છે કે એને ક્યારેય કોઈ દેશ પર પહેલું આક્રમણ નથી કર્યું. આઝાદી મેળવવા દેશભક્તોએ ભોગવેલી પીડા અને દર્દ એટલું તો અસહ્ય હતું કે તેનું વર્ણન થઈ શકે એમ જ ન હતું. ગળે ફાંસીનો ફંદો પહેરી લેનાર પણ `વંદેમાતરમ´ બોલતાં ત્યારે થતું કે આ કેવા ઉચ્ચદેશભક્ત છે ! નાનપણમાં સાંભળેલું મનહરને છેલ્લી ઘડીએ યાદ આવતુ હતું. અપમાન તો ડગલે ને પગલે થતું જ રહેતું હતું. અંગ્રેજો તો જાણે કે ભારતીયોની ગણતરી માણસમાં કરતાં જ ન હતા. તેથી ઘણી જગ્યાઓએ બોર્ડ મારેલા હતા કે,"કૂતરાઓ અને ભારતીયોને પ્રવેશ મળશે નહીં. "

તે વખતે શ્રી ચંદ્રશેખર આઝાદને ઓળખી કાઢવા માટે સાતસો માણસોને અંગ્રેજ સરકારે રોક્યા હતા. જયારે એમને અંગ્રેજ સરકારને લૂંટીને દેશસેવા માટે ભંડોળ ભેગું કર્યું ત્યારે ગામડે રહેતાં એમના માબાપ ભૂખે મરતાં હતાં. પરંતુ એમને જન્મદાતાને બદલે જન્મભૂમિને અગ્રતા આપી હતી. ત્યારે એમના પિતા કહેતાં કે,"દેશ માટે પ્રાણ ત્યાગનાર કેટલા ઉર્જાવાન હશે !"

ત્યારબાદ સ્વતંત્ર ભારતમાં સતત એમની પ્રગતિ થતી રહી. ગુજરાતમાં એમને વસવાટ કર્યો. નોકરી છોડીને ધંધો ચાલુ કર્યો. એમાં એમની સતત પ્રગતિ થતી જ રહી.

બંને દીકરાઓનું વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ મોટું નામ થઈ ગયું હતું. ભારત સતત આગેકૂચ કરતું જ રહેતું હતું. 104 ઊપગ્રહ છોડીને ભારતે રેકોર્ડ સર્જયો. ભારતના બૌધ્ધિક યુવા વર્ગ વગર પરદેશીઓને પણ ચાલતું નથી. જગતની ખ્યાતનામ કંપનીઓ ભલે વિદેશમાં છે પણ તેનું મેનેજમેન્ટ ભારતીય યુવાનો કરે છે.

ભારતીય યુવાનોની ખાસિયત છે કે એ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ પોતાની જાતને અનુકૂળ બનાવી દે છે અને અવિરત પ્રગતિના પંથે ચાલ્યા કરે છે.

ભારતે ચૂંટણી વખતે જે સહી વિકસાવી એ સિલ્વર નાઈટ્રેટથી બનાવેલી છે જેથી મત આપનારની આંગળી પર થોડા દિવસ સુધી રહે છે અને મત આપવા માટે બનાવેલું ઈ વી એમ મશીન ભારતમાંથી જ નિકાસ થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી એ જાદુઈ છડી છે જેને કારણે પ્રજાને વધુ ને વધુ સુખાકારી ઉપલબ્ધ થાય છે.

મનહરભાઈ વિચારતાં હતી કે મારા ફેમિલીમાં સંપ છે તેથી બહારવાળા ઝગડા કરતાં વિચાર કરે. જયારે ભારત એક એવું સંપીલુ ફેમિલી છે કે જેની વસતી 140 કરોડની આસપાસ છે. કહેવાય છે કે શક્તિશાળી વૈભવશાળી બને. જયારે મારા દેશમાં આટલા બધા બૌધ્ધિકો છે.

છેલ્લીક્ષણોમાં મનહરભાઈ વિચારતાં હતા કે હવે મારા નવા જન્મમાં તો ભારત વિશ્વવિજેતા સમ્રાટ બનવાના સ્વપ્ન મારી આંખોમાં અંજાયેલા હશે. ભારતના સુંદર સ્વપ્ન જોતાં જોતાં જ એમને દેહત્યાગ કર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Action