Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#REAL HEROES

SEE WINNERS

Share with friends

ભારતનો સ્વતંત્રતા દિવસ એ વર્તમાનની ઉજવણી કરવાનો, ભૂતકાળના સંઘર્ષોને યાદ તથા આદર આપવાનો અને ભવિષ્યની સુરક્ષાનોવિચારવાનો પ્રસંગ છે !

ચાલો આપણે આપણા દેશે જે જુલમ જોયો છે તેના પર નજર કરીએ, ભૂતકાળની ભવ્ય લડાઈઓને યાદ કરીએ, સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપીએ,  અને એ દેશભક્તોના બલિદાનને યાદ કરીએ જેમણે આપણને આઝાદી અપાવી. સંઘર્ષ અને સફળતાએ આપણને જે શીખવ્યું તે આપણે ક્યારેય ભૂલી શકતા નથી.                                 

“રાત ગમે તેટલી લાંબી અને કાળી ભલે હોય, પણ હંમેશા તેની પાછળ સવાર આવે જ છે.”

જ્યારે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને યાદ કરીએ, ત્યારે આપણે દેશના અન્ય સામાન્ય નાગરિકોના પ્રયાસોને ન ભૂલવા જોઈએ. કે જેઓ દેશન ગૌરવવંતા વારસાને જાળવવા સતત સંઘર્ષ કરે છે. અને એમના સંઘર્ષ થકી જ આપણે  સુરક્ષિત રીતે જીવનનો આનંદ માણી શકીએ છીએ.

એવા અનેક બહાદૂર લોકો આ દેશને મળ્યા છે કે જેમણે આ 75 વર્ષ દરમ્યાન પોતાના જીવની પરવા કાર્ય વગર કોરોના અને બીજી અનેક આપત્તિઓમાં દેશવાસીઓના જીવની રક્ષા કરી છે.

તો વળી બીજા કેટલાક એવા લોકો પણ છે જે અન્ય લોકોની તકલીફોને સમજે છે અને દરેકને મદદ કરવા  તત્પર રહે છે.

આવા લોકો જ દેશના સાચા હિતેછું અને દેશના મુલ્યવાન ‘હીરા’ સમાન છે. !

આવા ઉત્તમ દેશભક્તોને યાદ કરવાનો આ સમય છે, અને તેના માટે આઝાદીના 75માં વર્ષની ઉજવણીથી ઉત્તમ સમય બીજો શું હોય ! 

દેશ અને દેશવાસીઓ માટે નિ:સ્વાર્થપણે બહાદુરી, સમર્પણ, જુસ્સો અને પ્રેમ ઉજાગર કરતી ઘટનાઓની આ ઉજવણી છે !

સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે, લાઇબ્રેરીપ્રેન્યોર્સ ઓફ ઇન્ડિયાના(LiPI)ના સહયોગથી : "રિયલ હીરોઝ" –

એક લેખન/ઓડિયો હરીફાઈ. કે જે તમને દેશના વાસ્તવિક જીવનના આવા હીરોની બહાદુરી અને હિંમતભર્યા કાર્યોની વાર્તા અથવા કવિતા લખવા/કહેવા માટે આમંત્રિત કરે છે ! 

આવા એક કરતા વધારે "રિયલ હીરોઝ"  જીવનની કહાની વાર્તા કે કવિતા સ્વરૂપે લખી કે ઓડિયોમાં રેકોર્ડ કરી તેમને બિરદાવો.

જો આપ આપની આસપાસ આવા ઘણાં "રિયલ હીરોઝ"ને જુઓ છો, તો આપ એ દરેક માટે અલગ અલગ, ચાહો તેટલી વાર્તા કે કવિતાઓ સબમિટ કરી શકો છો. 

આવા હીરો કોઇપણ ક્ષેત્રમાંથી કે કોઈપણ વ્યક્તિ હોઈ શકે છે.

જેમકે : 

સ્વાતંત્ર સેનાનીઓ

ખેડૂતો

પોલીસ કર્મીઓ

સૈનિક/જવાનો

આરોગ્ય કર્મીઓ  (ડોક્ટર્સ, નર્સ વગેરે)

શિક્ષકો

સમાજ સેવકો

અગ્નિશામકો

સુરક્ષા જવાનો

પાઈલોટ

વિજ્ઞાનીઓ

વિવિધ કારીગરો

સામાન્ય માણસ

અને બીજા ઘણાં બધાં

સ્પર્ધા માટે ધ્યાનમાં રાખવાના કેટલાક નિયમો : 

1.    સ્પર્ધકોએ ઉપરની થીમ પર જ પોતાની મૌલિક રચનાઓ સબમિટ કરવાની રહેશે..

2.    ફક્ત વાર્તા અથવા કવિતા જ સબમિટ કરવાની રહેશે, નિબંધ કે લેખ સ્વીકાર્ય નથી.

3.    વાર્તા અથવા કવિતા શ્રુતિ ફોન્ટમાં ટાઈપ કરીને લિપિ સ્વરૂપમાં કે ઓડિયો રેકોર્ડ સ્વરૂપના જ હોવી જોઈએ..

4.    સ્પર્ધક એક કરતા વધારે હીરો પર અને એક કરતાં વધારે ચાહે તેટલી રચનાઓ મૂકી શકે છે

5.    એક જ પરિવારમાંથી ભાગ લેતા દરેક સભ્યએ પોતાનું વ્યક્તિગત એકાઉન્ટ બનાવી રચના સબમિટ કરવાની રહેશે. જો 6 વર્ષનું બાળક પણ પોતાના માતા-પિતા સાથે સ્પર્ધામાં ભાગ લેતું હોય, તો તેનું એકાઉન્ટ પણ તેના વાલીથી અલગ હોવું જોઈએ.

6.    રચના લખવા કે ઓડિયો રેકોર્ડ કરવા માટે શબ્દોની કોઈ મર્યાદા નથી.

7.    ભાગ લેવા માટે લઘુત્તમ કે મહત્તમ કોઈ ઉમરનો બાધ નથી.

8.    સ્પર્ધક વાર્તા કે કવિતા કોઇપણ એક કેટેગરી અથવા બંને કેટેગરીમાં ભાગ લઇ શકે છે. પણ એકજ રચનામાં વાર્તા કે કવિતા એમ બે ભેગા કરી શકાશે નહિ.

9.    આપની વાર્તા કે કવિતા ફરજીયાત સ્પર્ધાની લીંક મારફત જ સબમિટ થયેલી હોવી જોઈએ.

10. ઈમેઈલ, ફોટોકોપી કે હાર્ડકોપીમાં મુકેલી કે સ્પર્ધાની લીંક વગર મુકેલી રચનાઓ સ્વીકારવામાં આવશે નહિ.

11. સ્પર્ધા દરેક માટે ખુલ્લી છે, અને તેમાં ભાગ લેવા માટે કોઈ ફી રાખેલ નથી.

ભાગ લેવા માટેના વિભાગ :

વિભાગ 1  - 12 વર્ષ કરતાં મોટી ઉમરના લોકો માટે

વિભાગ ૨  - 12 વર્ષ કરતાં નાની ઉમરના બાળકો માટે

સાહિત્ય પ્રકાર :

વાર્તા,

કવિતા ,

ઓડિયો વાર્તા

ઓડિયો કવિતા

ભાષાઓ :  અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને

ઇનામ :

·         દરેક ભાષા અને વિભાગમાં વિજેતા બનેલી શ્રેષ્ઠ 20 વાર્તાઓ અને કવિતાઓને “જ્યુરી ચોઈસ પુરસ્કાર” આપવામાં આવશે. સાથે પ્રશંસા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે  અને તેની ઈ-બુક બનાવવામાં આવશે. વિજેતા મિત્રોની પસંદગી અમારા સંપાદક મિત્રોના સંપાદકીય સ્કોરને આધારે નક્કી કરવામાં આવશે.

·         દરેક ભાષા અને વિભાગમાં સૌથી વધુ વંચાયેલી શ્રેષ્ઠ 10 રચનાઓને  (લાઈક અને કોમેન્ટના આધારે) “પોપ્યુલર રાઈટર પુરસ્કાર” સાથે પ્રશંસા પ્રમાણપત્ર અને 150/- રૂપિયાના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે.

·         આપેલી થીમ પર ઓછામાં ઓછી 20 કે તેથી વધુ વાર્તાઓ સબમિટ કરનાર સ્પર્ધકને એક ભૌતિક પુસ્તક ઇનામ સ્વરૂપ આપવામાં આવશે. (દરેક રચનાનો એડિટર સ્કોર મિનિમમ 6 હોવો જોઈએ)

·         આપેલી થીમ પર ઓછામાં ઓછી 40 કે તેથી વધુ કવિતાઓ સબમિટ કરનાર સ્પર્ધકને એક ભૌતિક પુસ્તક ઇનામ સ્વરૂપ આપવામાં આવશે. (દરેક રચનાનો એડિટર સ્કોર મિનિમમ 6 હોવો જોઈએ)

·         તમામ ભાષા અને કેટેગરી વચ્ચે શ્રેષ્ઠ Top 20 ઓડિયો રચનાઓને રૂપિયા 150/-ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર અને પ્રશંસા પ્રમાણપત્ર આપવામાં આવશે.

·         ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે..

સમયગાળો : 

1st ઓગસ્ટ 2022 થી  31st ઓગસ્ટ 2022

 પરિણામ તારીખ : Oct 05, 2022

 સંપર્ક : વિષ્ણુ દેસાઈ, (સંપાદકશ્રી સ્ટોરીમિરર ગુજરાતી)

ઈમેઈલ : vishnu@storymirror.com

ફોન નંબર : +91 97231 85603 (વોટ્સઅપ)



Trending content
1 226