Rekha Patel

Inspirational

4.5  

Rekha Patel

Inspirational

આત્મ સન્માન

આત્મ સન્માન

3 mins
401


એમ એ.ની પરીક્ષામાં ગોલ્ડ મેડલ સાથે ડિગ્રી મેળવીને લતાને હજી આગળ ભણવું હતું. તેને સરકારી પરીક્ષા માટેની તૈયારી કરી આઈ પી એસ અધિકારી બનવું હતું. તે એનાં માટે તનતોડ મહેનત કરી રહી હતી. બધાં જ મોજશોખ તેણે બાજુ પર મૂકી દીધાં હતાં અને મન લગાવીને તૈયારીઓ કરતી હતી.

જેમ જેમ તે વાંચતી ગઈ તેમ તે તેમાં જિજ્ઞાસુની જેમ નિપુણતા મેળવતી ગઈ અને તેનો આત્મવિશ્વાસ વધતો ગયો કે "હવે હું આ પરીક્ષા સારીરીતે આપી શકીશ." આ વિચારને કારણે તે જગ જીતી ગઈ અને સારી રેન્ક મેળવી તે રાજ્યમાં પહેલી આવી અને તેને કલેકટરની નોકરી માટે પસંદ કરવામાં આવી. આ તેની તનતોડ મહેનતનું ફળ હતું. ખરેખર અડગ મનનાં માનવીને હિમાલય પણ નથી નડતો.

તે ગુજરાતના વડોદરામાં રહેતી હતી અને તેની પોસ્ટિંગ છેક કલકત્તા બાજુ નાનાં શહેરમાં થઈ. અજાણી ભાષા અને અજાણ્યું શહેર છતાં તેનામાં હિંમત ઘણી હતી આથી તે કોઈ પણ જાતનાં ડર વગર ત્યાં ડ્યુટી જોઈન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો. આમ પણ આટઆટલા પડકારો વચ્ચે તેણે તેનું આત્મસન્માન જાળવ્યું હતું તો એક સ્ત્રી તરીકે તે તેમાં સફળ થવાની જ હતી એવો તેનો દાવો હતો અને એ એમાં જરાય પાછી પડવાની નહોતી. દરેક પ્રકારના પડકારનો હિંમત પૂર્વક સામનો કરવા તે તૈયાર હતી.

એક દિવસ તેની ઓફિસમાં ગેરકાયદેસર કામ કરાવવા માટે ત્યાંના મુખ્યમંત્રીની ચિઠ્ઠી લઈ એક માણસ આવ્યો. તેને એમ કે સ્ત્રી છે એટલે વધારે લપ્પન છપ્પન કર્યા વગર તેનું કામ કરાવી શકશે. વધારે કચકચ કરશે તો ટેબલનીચેથી લાંચ આપીને પણ કામ કરાવતાં વાંધો નહીં આવે. હવે તે માણસ લતાને નખશિખ ઓળખાતો નહતો. તેની ધારણા પ્રમાણે થવાની જગ્યાએ તેણે તેની ચિઠ્ઠી વાંચી પણ નહીં અને ડસ્ટબીનમાં ફાડીને ફેંકી દીધી. તો પણ એ નફ્ફટ માણસે તેને ટેબલ નીચેથી લાંચ આપવાનો પ્રયાસ કરવા લાગ્યો. તે ખૂબજ ગુસ્સે થઈ ગઈ અને કહ્યું, "મને મારું કામ કરતાં આવડે છે. સરકાર મને એ માટે પૂરતો પગાર આપે છે. હું ખોટું કામ કરતી નથી અને કરવા દેતી નથી. અહીં તમે ખોટી ઓફિસમાં આવી ગયાં છો. જો તમે બહાર નહીંનીકળો તો મારે પોલીસ બોલાવી લાંચ આપવાનાં ગુના માટે તમારી ધરપકડ કરાવી દઈશ."

તે વખતે તે માણસ મનમાં ગાળો બોલતો બહારનીકળી ગયો. કામ ન થયું એટલે તેનો ગુસ્સો કાબુ બહાર હતો. તેની હિંમત તો જુઓ, બીજે દિવસે મુખ્યમંત્રીને સાથે લઈને આવી પહોંચ્યો અને લતા સાથે દાદાગીરી કરવા લાગ્યો. પેલો મુખ્યમંત્રી પણ પોતાની સત્તા બતાવવા માટે બોલવા લાગ્યો, "મારો હુકમ માનીને તારે આ કામ કરી આપવું પડશે નહીં તો તારો રિપોર્ટ ઉપર મોકલતાં મને વાર નહીં લાગે. તારી આ મોભાદાર નોકરી જેનાથી તું આટલી બેઇજ્જત કરી રહી છે તો એના માટે તારી બદલી ઘણી દૂર અથવા તને સસ્પેન્ડ પણ કરાવી શકું છું એ તું યાદ રાખજે. હું જનતા દ્વારા ચૂંટાયેલો જનતાનો પ્રતિનિધિ છું તો તારે આ કામ કરી આપવું પડશે ."

લતાએ ગુસ્સે થઈને કહ્યું," મને પણ કેટલી મહેનતથી જનતા માટે કામ કરવા માટે આ નોકરી મળી છે. હું કોઈ ખોટું કામ કરતી નથી. તમારું કામ નિયમ અનુસાર કરવાનું હોત તો હું કરી આપત. આ તો સરકારને છેતરી ખોટ કરાવી ગેરકાયદેસર રીતે આ કામ મંજુર કરાવી ન શકું. તેણે તો લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. ધારત તો તે વખતે જ તેને પકડાવી જેલમાં ધકેલી દેત. હું મારાં આત્મસન્માનને ભોગ કોઈ ખોટું કામ કરવા તૈયાર નથી. જાઓ તમારાથી થાય તે કરી શકો છો ."

બીજે દિવસે લતાને સસ્પેન્સનનો ઓર્ડર મળ્યો. બધાં કર્મચારીઓ તેમને મળવા આવ્યાં. દરેકનાં આંખોમાં આંસુ હતાં. લતાએ તેમને કહ્યું," મે કોઈ પણ હોદ્દા પર પહોંચો, જીવનમાં આવતાં દરેક પડકારોને પહોંચી વળવાની તૈયારી રાખજો. આપણાં દેશને આવા જ માણસો ખોખલો બનાવી દે છે અને આપણી ઈમેજ ખરાબ કરે છે. એવું કોઈ ખોટું કામ ન કરશો અને લાંચ લેવાથી દૂર રહેજો પછી ભલે તમારે નોકરી ખોવી પડે. ભગવાન પણ એની નોંધ રાખે છે અને એનો બદલો તમને જરૂર મળશે. માની લો આપણો સાથ અહીં સુધી હતો. તમારાં સહકાર બદલ દિલથી આભારી છું."

એમ કહી લતાએ વટથી ઓફિસ છોડી પાછી વડોદરા આવી ગઈ હતી. તે આવીને પોતાની આપવીતી કહે એ પહેલાં ગુજરાતનાં મુખ્યમંત્રીએ તેને આમંત્રિત કરી અને સચિવાલયમાં જવાબદારી ભર્યો હોદ્દા પર નિમણૂક કરી તેનું આત્મસન્માનને સાચવ્યું. ખરેખર સાચને કદી આંચ આવી નથી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational