Rekha Patel

Tragedy

4.3  

Rekha Patel

Tragedy

જીવતી લાશ

જીવતી લાશ

2 mins
191


પ્રિયા અને પ્રિયાંશનાં લગ્નની વિધિ ચાલી રહી હતી. ચોરીનાં મંગલ ફેરા ફરી લીધા બાદ પ્રિયાંશે પ્રિયાને મંગલસૂત્ર પહેરાવ્યું અને સિંદૂરની ડબી હાથમાં લઈ ચપટી ભરીને તેને સેંથામાં પૂરવા ગયો. જેવો તે ટિકો ઊંચો કરવા જાય છે ત્યારે એક જોરદાર છીંક આવવાથી તેનાં હાથનું સિંદૂર અને ડબી ઉછળીને પડી જાય છે. પ્રિયાને કંઈક અશુભનો સંકેત મળે છે પણ તે આધુનિક યુગમાં જીવતી હોવાથી આ બધું માનતી નથી અને સહજ રીતે સહેલીને સિંદૂર ભરવાનું કહી એ જ સિંદૂરથી સેંથો પૂરાવે છે અને કંઈ ન બન્યું હોય એમ બધાં તેને વિદાય આપવાની હોવાથી તેમાં વ્યસ્ત થઈ ગયાં હતાં. પ્રિયાંશ બધી વિધિ પૂરી થતાં હળવાશ અનુભવતો હતો. હવે તે આવનારી સુહાગરાતનાં સપનાઓ જોવામાં તલ્લીન થઈ ગયો હતો. તે સૌંદર્યની મૂર્તિ એવી પ્રિયા સાથેનાં મિલનની રાહ જોતાં એક એક ક્ષણ યુગો જેવડી લાગતાં તડપતો હતો. મિલનની એ ઘડી હવે તેનાં જીવનમાં સાકાર થવાં જઈ રહી હતી તેનો તેને રોમાંચક આનંદ પણ હતો.

પ્રિયાનાં પિતાએ રડતે હૃદયે જાન વળાવી અને પ્રિયાંક નવી નવેલી દુલ્હનને લઈને ગાડીમાં ઘેર આવી રહ્યો હતો. પ્રિયા પણ અરમાનો સજીને પિયા મિલન માટે આતુર બેઠી હતી. તેની આંખોમાં પણ મધુર સહજીવનનાં સપનાંઓ સજી ગયાં હતાં. વિધાતાનાં ખેલને કોણ જાણી શક્યું છે ? તેમની ગાડી રામપુર ગામમાંથી પસાર થતી હતી ત્યારે કોમી તોફાનો ફાટી નીકળ્યા હોવાથી એક મુસલમાનોનું ટોળું આખી જાનને ઘેરી વળ્યાં હતાં. મારો કાપોનાં અવાજો અને ચીસોનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. પ્રિયાંશે સામનો કર્યો તો તેને પ્રિયાની સામે જ તલવારથી કાપી નાખ્યો. બધાં ઘવાયેલાં હતાં. પ્રિયા એ આઘાતમાં સરી ગઈ અને એ કંઈ કરી શકે એ પહેલાં તો એ લોકોએ તેને ઘેરી લીધી હતી. ઉઘાડી તલવારે અટ્ટહાસ્ય કરી નાચ કરતાં હતાં. શરમ નેવે મૂકીને પ્રિયાને પાનેતર ઉતારવાનું કહ્યું. પ્રિયાએ "ના" પાડી તો તલવારથી જ તેનું પાનેતર અને બીજાં કપડાં ચીરવામાં આવ્યાં. તે કગરતી રહી પણ એ હેવાનોને કોઈ અસર થતી નહોતી. તે ઈજ્જત બચાવવા ચોતરફ નજર નાખે છે પણ કોઈ બચાવે એવાં હોશ નહોતાં. કામુકતાનાં વમળો વચ્ચે ઘેરાયેલી તે પોતાની જાતને બચાવી શકતી નથી અને સામૂહિક બળાત્કાર કરી તેને વેદનાથી કણસતી છોડી દીધી. હાલત તો બધાની કફોડી અને ગંભીર હતી છતાં પોતાને ગામ સરસપુર પહોંચી થાનામાં જઈ બધી વિગતો લખાવી હતી. પ્રિયા તો જીવતી લાશની જેમ પાગલ બની દરેક પાસે સેંથામાં પૂરવા માટે ચપટી સિંદૂર માંગતી ફરતી હતી !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy