Rekha Patel

Tragedy

4.5  

Rekha Patel

Tragedy

પૂનમની રાત

પૂનમની રાત

2 mins
389


આજે પૂનમની અજવાળી રાત હતી. આમ તો પૂનમ દર મહિને આવે છે પણ આજે રાધા માટે તે અનોખી હતી કારણ કે તેનો કિશન તેને મળવા આવવાનો હતો. ઘણાં વખતે છૂટા પડેલાં જીવ મળવાનાં હતાં. બે દિલમાં એક શ્વાસ થઈને ધબકવાનાં હતાં. રાધા માટે તો એ ગયો ત્યારથી સમય જાણે થંભી ગયો હતો. "હું જરૂર આવીશ" એ વચન ઉપર એ જિંદગી સંભાળીને બેઠી હતી. સાથે જવાય એવું નહતું. કમાવાની મજબૂરી હતી. નહીં તો એના વગર એકલી અહીં રહેત પણ નહીં. હવે તે સારૂં કમાતો હતો એટલે રાધાને સાથે લઈ જવા માંગતો હતો. સહિયારું જીવન જીવી લેવા માંગતો હતો. 

કિશનનાં સપનાની ઉડાન ઊંચી હતી. આથી રાધાને મળવા તે આવી પહોંચ્યો. તેનાં પિયુનાં આગમનની રાહ જોતી વિરહણી રાધાએ ઘરને નવવધુની જેમ શણગાર્યુ હતું. ફૂલોથી, દીવાઓથી, આસોપાલવ ને રંગોળીથી સુશોભીત બનાવી મંદિર જેવું બનાવ્યું હતું જાણે તેમાં દેવતાની મૂર્તિ પધરાવવાની ન હોય !  

કિશનનાં આવવાની ઘડીઓ ગણાઈ રહી હતી. તે મનમાં ને મનમાં ગીતો પણ ગણગણી રહી હતી. ચાંદ અને ચાંદની અધખુલ્લા બારણાં અને બારીઓમાંથી જોયાં કરતાં હતાં. તે વખતે કોઈ રીઢો ચોર તેને એકલી જાણી અંદર આવી બારણું બંધ કરી દીધું. તે સામનો કરવા ગઈ તો તેનાં પર છરીના ઘા માર્યા. તેનાં શરીર પરથી બંગડી, ચેન વગેરે લઈ લીધાં. તિજોરી ખોલી રોકડાં રૂપિયા અને બીજા સોના ચાંદીના ઘરેણાં અને મોબાઈલ ફોન લૂંટીને નાસી ગયો. અવાજ આવતા પાડોશીઓ દોડી આવ્યા પણ તે પકડાયો નહીં. વાહન હતું અટલે નાસવામાં સફળ થયો. રાધાની હાલત ઘણી નાજુક હતી. ઘણું લોહી વહી ગયું હતું. તે બેભાન થઈ ગઈ હતી. થોડીવારમાં કિશન પણ આવી ગયો. સૌ તેને હોસ્પિટલમાં લઈ આવ્યાં પણ તે કોમામાં જતી રહી. તે ભાનમાં આવી જ નહીં. અને એજ અવસ્થામાં કિશનની રાહ જોતી સ્વર્ગમાં જતી રહી. પૂનમની અજવાળી રાત તેના માટે અમાસની રાત બનીને આવી અને તેનાં જીવનમાં અંધકાર છવાઈ ગયો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy